Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે ભારતને મળશે નેવિગેશન સેટેલાઈટ, ISRO શ્રીહરિકોટાથી NVS-01 લોન્ચ કરશે

ભારતીય સંશોધન સંસ્થા એટલે કે ISRO આજે નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સોમવારે જણાવ્યું હતું કે, ભારત તેના જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV) રોકેટનો ઉપયોગ કરીને 29 મેની સવારે તેના પ્રથમ અને...
09:55 AM May 29, 2023 IST | Hardik Shah

ભારતીય સંશોધન સંસ્થા એટલે કે ISRO આજે નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સોમવારે જણાવ્યું હતું કે, ભારત તેના જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV) રોકેટનો ઉપયોગ કરીને 29 મેની સવારે તેના પ્રથમ અને બીજી પેઢીના નેવિગેશન ઉપગ્રહોને અવકાશમાં મોકલશે. નેવિગેશન સેટેલાઇટ NVS-01માં પ્રથમ વખત સ્વદેશી એટોમિક ક્લોક ઉડાવવામાં આવશે.

સેટેલાઈટના સફળ પ્રક્ષેપણ બાદ દેશમાં નેવિગેશન સુવિધા વધુ સારી બનશે

ISRO સવારે 10.42 વાગ્યે સેકન્ડ જનરેશન નેવિગેશન સેટેલાઇટ NVS-01 લોન્ચ કરશે. તેને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઈટના સફળ પ્રક્ષેપણ બાદ દેશમાં નેવિગેશન સુવિધા વધુ સારી બનશે. નાવિક એટલે કે ભારતીય નક્ષત્ર સેવા સાથે નેવિગેશન ભારતમાં વાસ્તવિક સમય નેવિગેશન પ્રદાન કરશે. NavIC સિગ્નલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે 50 નેનોસેકન્ડમાં 20 મીટરની અંદર લોકોને સચોટ માહિતી આપશે. આશરે 2232 કિલો વજન ધરાવતા NSV-01 સર્વેલન્સ સેટેલાઇટને તૈનાત કરવા માટે જીઓસ્ટેશનરી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તૈયાર કરવામાં આવ્યું છે.

લોન્ચ થયા પછી લગભગ 20 મિનિટમાં તેને જીઓસ્ટેશનરી ઓર્બિટમાં મૂકવામાં આવશે

જણાવી દઇએ કે, તે બીજી પેઢીનો પહેલો ઉપગ્રહ છે, જેની કલ્પના ભારતીય અવકાશ શૃંખલા પર નજર રાખવા માટે કરવામાં આવી છે. ઉપગ્રહોની NVS શ્રેણીના સુધારેલા સ્પષ્ટીકરણો સાથેનો NavIC ઉપગ્રહ સતત અને વધુ સચોટ દેખરેખ પ્રદાન કરશે. NAVIC બે પ્રકારની સેવાઓ પ્રદાન કરશે - નાગરિક ઉપયોગ માટે માનક સ્થિતિ સેવા અને વ્યૂહાત્મક ઉપયોગ માટે પ્રતિબંધિત સેવા. આ અભિયાન પછી ભારત વિશ્વના અન્ય ત્રણ દેશોની યાદીમાં સામેલ થઈ જશે. લોન્ચ થયા પછી લગભગ 20 મિનિટમાં તેને જીઓસ્ટેશનરી ઓર્બિટમાં મૂકવામાં આવશે. ઈસરોના જણાવ્યા મુજબ, વૈજ્ઞાનિકોએ અગાઉ imported rubidium atomic clocks નો ઉપયોગ કર્યો હતો, જેનો ઉપયોગ સમય અને સ્થાનને ટ્રેક કરવા માટે થતો હતો. પરંતુ હવે અમદાવાદના સ્પેસ એપ્લીકેશન સેન્ટર દ્વારા તૈયાર કરાયેલ રૂબીડિયમ એટોમિક ક્લોકનો ઉપયોગ કરવામાં આવશે.

GSLV સવારે 10.42 કલાકે ટેક ઓફ કરશે

GSLV સવારે 10.42 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી ઉડાન ભરશે. લોંચ થયાના લગભગ 18 મિનિટ પછી પેલોડ રોકેટથી અલગ થઈ જશે. તે NVS-1 ઉપગ્રહને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં તૈનાત કરશે. આ ક્રમમાં, ઇજનેરો ઉપગ્રહને યોગ્ય ભ્રમણકક્ષામાં મૂકવા માટે ભ્રમણકક્ષા વધારવાના પરફોર્મ કરશે.

અમેરિકાએ GPS સપોર્ટ આપવાનો ઇનકાર કર્યો હતો

1999ના કારગિલ યુદ્ધને યાદ કરો. અહેવાલો અનુસાર, તે સમયે ભારત સરકારે ઘૂસણખોરી કરનારા પાકિસ્તાની સૈનિકોની સ્થિતિ જાણવા માટે અમેરિકા પાસે મદદ માંગી હતી. પરંતુ અમેરિકાએ GPS સપોર્ટ આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી ભારતે તેને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધો અને પોતાની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ બનાવવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો - કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા NEERAJ CHOPRA, કહ્યું- આ જોઇને દુઃખ થયું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
ISROnavigation satelliteNVS-01NVS-01 LaunchSriharikota
Next Article