India-Ukraine: માનવતાવાદી સહાયથી લઈને મેડિસિન સુધી…ભારત-યુક્રેન વચ્ચે આ 4 કરારને મંજૂર
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની એક દિવસીય મુલાકાત
- ભારત અને યુક્રેન વચ્ચે 4 મહત્વના MOU પર હસ્તાક્ષર કરાયા
- માનવતાવાદી સહાય, કૃષિ, ખાદ્ય, સાંસ્કૃતિક સહકાર, દવાઓ અંગે કરાર
S Jaishankar: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar)અને યુક્રેનના મંત્રી વચ્ચે માનવતાવાદી સહાય અંગે પ્રથમ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અન્ય ત્રણ MOU પર ભારત સરકારના સચિવો અને યુક્રેન સરકારના મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પ્રથમ MOUમાં માનવતાવાદી સહાય, બીજામાં કૃષિ, ખાદ્ય અને ત્રીજા MOUમાં સાંસ્કૃતિક સહકારને સ્થાન આપવામાં આવ્યું છે. દવાઓ અંગે ચોથા MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
PM મોદીના યુક્રેન પ્રવાસ પર ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું છે
PM મોદીના યુક્રેન પ્રવાસ પર ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે સંઘર્ષમાં જીવ ગુમાવનારા બાળકોની યાદમાં લગાવવામાં આવેલ મર્મન પ્રદર્શન જોઈને પીએમ ભાવુક થઈ ગયા હતા. આ અંગે તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. માર્યા ગયેલા બાળકોને યાદ કરીને તેમની યાદમાં એક રમકડું રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો -શરદ પવારે પોતાને મળેલી Z સુરક્ષા પર કેમ ઉઠાવ્યો વાંધો?
PM મોદીની યુક્રેનની મુલાકાત ખુબ જ ખાસ
પીએમ મોદીની આ મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર છે. યુક્રેન 1991 માં સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. આ પછી કોઈ ભારતીય વડાપ્રધાનની અહીં પહેલી મુલાકાત છે. પીએમ મોદી એવા સમયે યુક્રેન પહોંચ્યા છે જ્યારે યુક્રેને રશિયા વિરુદ્ધ આક્રમક સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું, તેમની સાથે હાથ મિલાવ્યા અને તેમને ગળે લગાડ્યા હતા.
આ પણ વાંચો -શબઘરમાં કામદારો શારીરિક સંબંધ બાંધતા જોવા મળ્યા, જુઓ Video
યુક્રેનમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ અર્પી
કિવમાં ભારતીય સમુદાયે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. તેઓ યુક્રેન નેશનલ મ્યુઝિયમ પણ જોવા ગયા હતાં. જ્યાં ફેબ્રુઆરી, 2022 બાદ રશિયા સામેના યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી છે. તેઓ યુક્રેનના AV ફોમિન બોટનિકલ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ અર્પી છે. આ પ્રતિમા 2020માં મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ પર સ્થાપિત કરવામાં આવી હતી.