Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોલીસ હવે પુજારીના વેશમાં જોવા મળશે? કાશી વિશ્વનાથ મંદિરનો મામલો રાજકીય બન્યો

નવી દિલ્હી : વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પોલીસ જવાનોને પુજારીના ડ્રેસમાં તહેનાત કરવાનો નિર્ણય હવે વિવાદિત અને રાજકીય બની રહ્યો છે. આ અંગે સમાજવાદી પાર્ટી દ્વારા પોલીસને આવો ડ્રેસ પહેરાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અખીલેશ યાદવે આ અંગે ટ્વીટ...
પોલીસ હવે પુજારીના વેશમાં જોવા મળશે  કાશી વિશ્વનાથ મંદિરનો મામલો રાજકીય બન્યો

નવી દિલ્હી : વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પોલીસ જવાનોને પુજારીના ડ્રેસમાં તહેનાત કરવાનો નિર્ણય હવે વિવાદિત અને રાજકીય બની રહ્યો છે. આ અંગે સમાજવાદી પાર્ટી દ્વારા પોલીસને આવો ડ્રેસ પહેરાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અખીલેશ યાદવે આ અંગે ટ્વીટ કરતા જણાવ્યું કે, કોઇ પણ પોલીસ મેન્યુઅલમાં આ પ્રકારની વ્યવસ્થા નથી. આ પ્રકારના ડ્રેસમાં પોલીસ સિક્યુરિટી મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉભા કરે છે.

Advertisement

પોલીસ મેન્યુઅલની વિરુદ્ધ નિર્ણય લેવાયો છે

અખિલેશે જણાવ્યું કે, કયા પોલીસ મેન્યુઅલમાં લખાયેલું છે કે, પોલીસ જવાનને એક પુજારીનો પહેરવેશ પહેરવો જોઇએ. જે પણ અધિકારીએ આ પ્રકારનો વાહીયાત ઓર્રડ કર્યો છે તેને સસ્પેન્ડ કરવામાં આવવો જોઇએ. કાલે કોઇ સામાન્ય વ્યક્તિ આવો ડ્રેસ પહેરીને પોલીસની ઓળખ આપીને મંદિરમાં પ્રવેશી જશે તો તેના માટે કોણ જવાબદાર? આ લોકોને ઠગવામાં પણ ખુબ જ મદદરૂપ થઇ શકે છે. ખુબ જ વાહીયાત નિર્ણય છે.

સમાજવાદી પાર્ટી ચીફે નિર્ણયને વખોડી કાઢી

સમાજવાદી પાર્ટી ચીફે પોલીસ અધિકારીઓ પુજારીના કપડામાં હોય તે પ્રકારની એક ન્યૂઝ ક્લિપ પણ શેર કરી છે. જેમાં પોલીસ અધિકારીઓ માથામાં ત્રિપુંડ, ગળામાં રૂદ્રાક્ષની માળા અને પુજારી જેવા ધોતી અને કુર્તામાં જોઇ શકાય છે. જ્યારે મહિલા પોલીસ કર્મચારી પણ સલવાર અને કુર્તા પહેરીને જોવા મળી રહ્યા છે.

Advertisement

મંદિરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નથી હોતી

જો કે આ અંગે વારાણસી પોલીસ કમિશ્રરે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, પોલીસ જવાનોએ મંદિરમાં કોઇ લો એન્ડ ઓર્ડરનો સામનો કરવાનો હોતો નથી. તેમણે સામાન્ય લોકોને માર્ગદર્શન અને તેમને સારા દર્શન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવાની હોય છે. તેવામાં લોકો જો પોલીસ પંડિતના વેશમાં હશે તો તેમનું કહ્યું માનશે અને કામ સરળતાથી પુર્ણ થઇ જશે. લોકો વધારે સકારાત્મક રીતે તેમની સાથે વર્તન કરશે.

Advertisement

પુજારી વેશમાં રહેલી પોલીસ સાથે લોકો ઘર્ષણ ઓછું કરશે

મંદિરમાં પોલીસ જવાનોની ડ્યુટી સામાન્ય ડ્યુટીની તુલનાએ અલગ હોય છે. અહીં વિવિધ પ્રકૃતિના લોકો સાથે પોલીસે કામગીરી કરવાની હોય છે. અહીં આવતા લોકો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પેદા થાય તે માટે નથી આવતા. પોલીસ અહીં સરળ દર્શન અને લોકોના માર્ગદર્શન માટે હોય છે. તેથી પોલીસનો ડ્રેસ હોય તેના કરતા પુજારીનો ડ્રેસ હોય તે વધારે યોગ્ય છે. કોઇ દર્શનાર્થીને પોલીસ જવાબ ધક્કો મારે તેની તુલનાએ કોઇ પુજારી તેમને ધક્કો મારી ઝડપથી દર્શન કરવા માટે ધક્કો મારે તે સકારાત્મક લાગે છે. જેથી આ સ્થિતિને ખાળવા માટે અમે આખી વ્યવસ્થા કરી છે.

Tags :
Advertisement

.