IAS Pawan Yadav : IAS અધિકારી પવન યાદવને મળી મોટી જવાબદારી
- IAS અધિકારી પવન યાદવને મળી મોટી જવાબદારી
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અંગત સચિવ તરીકે નિયુક્ત
- મણિપુર કેડરના 2014 બેચના IAS અધિકારી
IAS Pawan Yadav: IAS અધિકારી પવન યાદવને બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અંગત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મણિપુર કેડરના 2014 બેચના IAS અધિકારી પવન યાદવ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે કાર્યરત હતા. કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ યાદવના ડેપ્યુટી સેક્રેટરી તરીકેના કાર્યકાળમાં ઘટાડો કરવાની મંજૂરી આપી છે.મંત્રાલયે અમિત શાહના ખાનગી સચિવ તરીકે તેમની નિમણૂકને 2 એપ્રિલ, 2027 સુધીના સમયગાળા માટે મંજૂરી આપી હતી, જે તેમના કાર્યભાર સંભાળવાની તારીખથી અમલમાં આવશે.
બીજી તરફ,ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે સંસદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ-2025 પર કહ્યું કે, સહકાર એક એવું ક્ષેત્ર છે જે કોઈને કોઈ રીતે દેશના દરેક પરિવારને સ્પર્શે છે. દરેક ગામમાં કોઈને કોઈ એવું એકમ હોય છે, જે સહકાર દ્વારા કૃષિ વિકાસ, ગ્રામીણ વિકાસ અને સ્વરોજગારના કાર્યમાં રોકાયેલું હોય છે અને દેશના વિકાસમાં ફાળો આપે છે. આ બિલ તમારા દ્વારા પસાર થયા પછી, તે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે, સ્વરોજગાર અને નાના ઉદ્યોગસાહસિકતાનો વિકાસ થશે,સામાજિક સમાવેશ પણ વધશે.
આ પણ વાંચો -Cancer - Diabetes Drugs : કેન્સર અને ડાયાબિટીસની દવા થશે મોંઘી?
ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલે અમૂલનો પાયો નાખ્યો હતો.
તેમણે કહ્યું કે,આ ત્રિભુવન નામ ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલના નામ પરથી પડ્યું છે અને તેઓ એ જ વ્યક્તિ છે જેમણે અમૂલનો પાયો નાખ્યો હતો. ત્રિભુવન દાસ એવા લોકોમાંના એક છે જેમણે સરદાર પટેલ જેવા મહાન નેતાના માર્ગદર્શન હેઠળ ભારતમાં સહકારનો પાયો નાખ્યો હતો.આજે અમૂલ ગ્રુપનું ટર્નઓવર 90 હજાર કરોડ રૂપિયાને વટાવી ગયું છે.
આ પણ વાંચો -Dhirendra Shastri આવું કેમ બોલ્યા, 'હું પરણ્યો નથી તે ભગવાનની કૃપા..!
ત્રિભુવનદાસ પટેલને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ.
અમિત શાહે કહ્યું કે,ગુજરાતની ૩૬ લાખ મહિલાઓને સ્વરોજગારી આપવાનું કામ થયું છે.પ્રધાનમંત્રી મોદીએ આ બિલ અને આ યુનિવર્સિટીને ત્રિભુવન સહકારી યુનિવર્સિટી નામ આપીને ત્રિભુવન દાસ પટેલને ખૂબ જ શ્રદ્ધાંજલિ આપી છે.વર્ષ 2014 માં, ભાજપના નેતૃત્વમાં NDA સરકારની રચના થઈ.જ્યારે પણ દેશનો ઇતિહાસ લખાશે ત્યારે આ 10 વર્ષનો સમયગાળો આ દેશના ગરીબ લોકો માટે સુવર્ણ અક્ષરોમાં લખાશે.