Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IAF Plane Crash: તેલંગાણામાં એરફોર્સનું ટ્રેનિંગ વિમાન ક્રેશ, 2 પાયલોટના મોત

તેલંગાણામાં પિલાટસ ટ્રેનર વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી વાયુસેનાના બે પાઈલટના મૃત્યુ થઈ ગયા છે. આ વિમાન ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જ્યારે તેણે તેલંગાણાના ડંડીગલમાં એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન ઉડાન ભરી હતી. વાયુસેનાના અધિકારીઓએ કહ્યું કે મૃત્યુ પામનારા પાઇલટોમાંથી એક ટ્રેનર છે...
iaf plane crash  તેલંગાણામાં એરફોર્સનું ટ્રેનિંગ વિમાન ક્રેશ  2 પાયલોટના મોત

તેલંગાણામાં પિલાટસ ટ્રેનર વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી વાયુસેનાના બે પાઈલટના મૃત્યુ થઈ ગયા છે. આ વિમાન ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જ્યારે તેણે તેલંગાણાના ડંડીગલમાં એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન ઉડાન ભરી હતી. વાયુસેનાના અધિકારીઓએ કહ્યું કે મૃત્યુ પામનારા પાઇલટોમાંથી એક ટ્રેનર છે અને એક કેડેટ છે.

Advertisement

Advertisement

ભારતીય વાયુસેનાએ આપી માહિતી 

Advertisement

ભારતીય વાયુસેનાના એક અધિકારીએ કહ્યું કે એએફએ હૈદરાબાદથી નિયમિત ટ્રેનિંગ ઉડાન દરમિયાન આજે સવારે જ પિલાટ્સ પીસી 7 એમકે II વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. વિમાનમાં સવાર બંને પાઈલટને ગંભીર ઈજા થઈ હતી. જોકે કોઈપણ નાગરિકોની જાનહાનિ કે માલહાનિના અહેવાલ આવ્યા નથી. આ મામલે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપી દેવાયા છે.

જૂનમાં કિરણ પ્લેન ક્રેશ
જૂનની શરૂઆતમાં ભારતીય વાયુસેનાનું કિરણ ટ્રેનર વિમાન કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ભોગપુરા ગામમાં ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું. જેટમાં સવાર બે પાઇલોટ્સે પેરાશૂટનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક બહાર કાઢ્યું હતું.

આ  પણ  વાંચો - સંસદમાં હારનો ગુસ્સો ના કાઢતા, PM એ વિપક્ષને આપી સલાહ

Tags :
Advertisement

.