Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sitapur : માનવતાના સંદેશ સાથે ધર્મ પરિવર્તન, ફખરુદ્દીનથી ફતેહ બહાદુર સિંહ સુધીની યાત્રા

સનાતન ધર્મ અપનાવવાનો સન્માનનીય પગલું ફખરુદ્દીન બન્યા ફતેહ બહાદુર સિંહ બાંગ્લાદેશી હિંદુઓની હાલતથી દુઃખી હતો UP ના Sitapur નો રહેવાસી છે ફખરુદ્દીન ઉત્તર પ્રદેશના સીતાપુર (Sitapur) જિલ્લાના રામકોટ વિસ્તારના રહેવાસી ફખરુદ્દીને ઈસ્લામ છોડીને સનાતન ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો. બાંગ્લાદેશી...
sitapur   માનવતાના સંદેશ સાથે ધર્મ પરિવર્તન  ફખરુદ્દીનથી ફતેહ બહાદુર સિંહ સુધીની યાત્રા
Advertisement
  • સનાતન ધર્મ અપનાવવાનો સન્માનનીય પગલું
  • ફખરુદ્દીન બન્યા ફતેહ બહાદુર સિંહ
  • બાંગ્લાદેશી હિંદુઓની હાલતથી દુઃખી હતો
  • UP ના Sitapur નો રહેવાસી છે ફખરુદ્દીન

ઉત્તર પ્રદેશના સીતાપુર (Sitapur) જિલ્લાના રામકોટ વિસ્તારના રહેવાસી ફખરુદ્દીને ઈસ્લામ છોડીને સનાતન ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો. બાંગ્લાદેશી હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારથી દુઃખી થઈને તેણે આ પગલું ભર્યું હતું. ફખરુદ્દીને પોતાનું નામ બદલીને ફતેહ બહાદુર સિંહ રાખ્યું અને સનાતન ધર્મના તમામ સંસ્કારોને યોગ્ય રીતે અપનાવ્યા.

બાંગ્લાદેશી હિંદુઓની હાલતથી દુઃખી...

ફખરુદ્દીન ટીવી અને સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશી હિંદુઓ વિરુદ્ધ હિંસા અને અત્યાચારના સમાચાર સતત જોતો હતો. આ ઘટનાઓએ તેમને એટલો પ્રભાવિત કર્યો કે તેમણે હિંદુ ધર્મ અપનાવ્યો અને બાંગ્લાદેશી હિંદુઓની સાથે ઉભા રહેવાનો પ્રતીકાત્મક સંદેશ આપ્યો.

Advertisement

Advertisement

આ પણ વાંચો : અજિત પવાર એક દિવસ Maharashtra ના CM બનશે, દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન

મંદિરમાં સનાતન ધર્મ અપનાવ્યો...

સનાતન ધર્મ અપનાવવા માટે, ફખરુદ્દીન એક મંદિરમાં ગયો અને પ્રાર્થના કરી. હિંદુ ધર્મના સંસ્કારોને અપનાવીને, તેણે પોતાનું નામ બદલીને "ફતેહ બહાદુર સિંહ" રાખ્યું. ફખરુદ્દીનનું આ પગલું માત્ર ધાર્મિક પરિવર્તન જ નહીં પરંતુ માનવતા અને સહિષ્ણુતાનું પ્રતીક બની ગયું છે.

શું આ પગલાથી બાંગ્લાદેશી હિન્દુઓની પરિસ્થિતિ બદલાશે?

ફખરુદ્દીનના ઇસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવવાના નિર્ણયની કદાચ બાંગ્લાદેશી હિંદુઓની સ્થિતિ પર કોઈ સીધી અસર નહીં પડે. પરંતુ તેમનું આ સાહસિક પગલું માનવતા માટે મોટો સંદેશ છે. આ ઘટના સમાજમાં સહિષ્ણુતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરવાનું પ્રતીક બની શકે છે.

આ પણ વાંચો : Delhi : ધક્કામાર પોલિટિક્સમાં નવો વળાંક, રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ

માનવતાનો સંદેશ આપતી પહેલ...

ફતેહ બહાદુર સિંહનું આ પગલું એવા લોકો માટે પ્રેરણા બની શકે છે જેઓ ધર્મ, જાતિ અને સમુદાયથી ઉપર ઉઠીને માનવતાને પ્રાધાન્ય આપવા માંગે છે. તેમનો નિર્ણય દર્શાવે છે કે વ્યક્તિગત શ્રદ્ધા અને સંવેદનશીલતા દ્વારા સમાજમાં પરિવર્તન લાવવાના પ્રયાસો કરી શકાય છે.

માનવતાનો વધતો પ્રભાવ...

ફખરુદ્દીન ફતેહ બહાદુર સિંહ બનવાની આ વાર્તા માત્ર એક વ્યક્તિના ધર્મ પરિવર્તનનું ઉદાહરણ નથી, પરંતુ માનવતા અને સમાનતા માટે ઊભા રહેવાનું પણ છે. આ પ્રસંગ સમાજમાં માનવતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનું કામ કરશે. બાંગ્લાદેશી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો સામે આ એક નાનો, પણ મહત્વનો અવાજ છે, જે ભવિષ્યમાં ઘણા વધુ "ફતેહ બહાદુર સિંહ" ને પ્રેરણા આપી શકે છે.

આ પણ વાંચો : '41 સેકન્ડમાં 31 થપ્પડ...!, UP પોલીસના ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી

Tags :
Advertisement

Related News

featured-img
બિઝનેસ

Share Market: નવા વર્ષના પહેલા દિવસે માર્કેટ ગ્રીન ઝોનમાં ખૂલ્યો

featured-img
ગુજરાત

નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાતીઓને લાગ્યો ઝટકો! CNGના ભાવમાં થયો આટલો વધારો

featured-img
લાઇફ સ્ટાઇલ

Generation Beta : આજથી જન્મેલા બાળકો જનરેશન બીટાના હશે… જાણો શા માટે તેમને AI જનરેશન કહેવામાં આવે છે

featured-img
રાષ્ટ્રીય

Uttar Pradesh:24 વર્ષનો દીકરો બન્યો હેવાન,માતા અને 4 બહેનની કરી હત્યા

featured-img
રાષ્ટ્રીય

PM નરેન્દ્ર મોદીએ નવા વર્ષની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

featured-img
ગુજરાત

Gujarat Weather : રાજયભરમાં ઠંડીનો ચમકારો યથાવત!

Trending News

.

×