ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

PM Modi foreign trip : ત્રણ વર્ષમાં કેટલી વાર વિદેશ પ્રવાસે ગયા PM મોદી, કેટલો ખર્ચ થયો ? જાણો વિગતે

કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે, જૂન 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા પર 22 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો.
09:44 AM Mar 21, 2025 IST | MIHIR PARMAR
featuredImage featuredImage
Expenditure on PM's foreign trip

Expenditure on PM's foreign trip : કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે, જૂન 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા પર 22 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. જ્યારે 2022 અને 2024 વચ્ચે તેમની 38 વિદેશ યાત્રાઓ પર કુલ 258 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, જેમાં હોટલ, સુરક્ષા અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.

ખડગેએ સંસદમાં આ પ્રશ્ન પૂછ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમયાંતરે વિદેશ પ્રવાસો કરતા રહે છે. તાજેતરમાં તેઓ મોરેશિયસ અને અમેરિકાના પ્રવાસે ગયા હતા. તેમના આ પ્રવાસો પર થયેલા ખર્ચની માહિતી સંસદમાં માંગવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં આ પ્રશ્ન પૂછ્યો હતો, જેમાં ભારતીય દૂતાવાસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં પીએમના વિદેશ પ્રવાસો માટે ખર્ચવામાં આવેલી રકમની માહિતી માંગવામાં આવી હતી. વિદેશ રાજ્ય મંત્રી પવિત્રા માર્ગેરિટાએ ગુરુવારે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં સંપૂર્ણ માહિતી આપી છે.

આ પણ વાંચો :  આજે જ ખતમ થયો હતો ઇમરજન્સીનો કાળો અધ્યાય, લોકશાહીની પુનઃસ્થાપનાનો ઉદય; જાણો કહાની ઇમરજન્સીની

વિદેશ રાજ્યમંત્રીએ આપી માહિતી

કોંગ્રેસ અધ્યક્ષે પીએમની મુલાકાત દરમિયાન હોટલ વ્યવસ્થા, સમુદાય સ્વાગત, પરિવહન વ્યવસ્થા અને અન્ય વિવિધ ખર્ચ જેવા મુખ્ય મુદ્દાઓ હેઠળ થયેલા મુસાફરીના ખર્ચની વિગતો માંગી હતી. આના જવાબમાં, વિદેશ રાજ્યમંત્રી પવિત્રા માર્ગેરિટાએ 2022, 2023 અને 2024 માં વડા પ્રધાન દ્વારા કરવામાં આવેલા વિદેશ પ્રવાસો પરના દેશવાર ખર્ચ વિશે માહિતી આપી.

US યાત્રામાં 22 કરોડથી વધુ ખર્ચાયા

સરકારે કહ્યું કે, મે 2022 અને ડિસેમ્બર 2024 વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 38 વિદેશ યાત્રાઓ પર આશરે ₹258 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો, જેમાંથી રૂ.22 કરોડથી વધુનો ખર્ચ જૂન 2023માં તેમની યુએસની મુલાકાત પર થયો હતો. ડેટા અનુસાર, જૂન 2023માં વડા પ્રધાનની અમેરિકાની મુલાકાત પર રૂ.22,89,68,509નો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે સપ્ટેમ્બર 2024માં તેમની એ જ દેશની મુલાકાત પર રૂ.15,33,76,348નો ખર્ચ થયો હતો.

આ પણ વાંચો :  Rajasthan University : હવે કુલપતિને કુલગુરુ કહેવામાં આવશે, ભાજપના નેતાઓએ 'પતિ' શબ્દ સામે ઉઠાવ્યો હતો વાંધો

258 કરોડના ખર્ચે 38 ટ્રિપ્સ

પીએમ મોદીએ 2022માં જર્મનીની તેમની મુલાકાતથી લઈને ડિસેમ્બર 2024માં કુવૈતની મુલાકાત સુધી 38 પ્રવાસો કર્યા હતા. આ તમામ ટ્રિપ્સ પર આશરે રૂ. 258 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં હોટલમાં રોકાણ, સમુદાયનું સ્વાગત, પરિવહન અને અન્ય સંબંધિત ખર્ચનો સમાવેશ થાય છે. આમાં સુરક્ષા અને મીડિયા ડેલિગેશનનો ખર્ચ પણ સામેલ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મે 2023માં જાપાનની મુલાકાત લીધી હતી, જે દરમિયાન લગભગ રૂ.17,19,33,356નો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે મે 2022માં તેમની નેપાળની મુલાકાત પર રૂ.80,01,483નો ખર્ચ કરવામાં આવ્યો હતો.

PM ક્યારે કયા દેશની મુલાકાતે ગયા?

2022માં વડા પ્રધાન મોદીએ ડેનમાર્ક, ફ્રાન્સ, UAE, ઉઝબેકિસ્તાન અને ઈન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. 2023 માં તેમણે ઓસ્ટ્રેલિયા, ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાત લીધી હતી.  2024 માં, તેમણે પોલેન્ડ પ્રવાસ પર 10,10,18,686 રૂપિયા, યુક્રેન પ્રવાસ પર 2,52,01,169 રૂપિયા, રશિયા પ્રવાસ પર 5,34,71,726 રૂપિયા, ઇટાલી પ્રવાસ પર 14,36,55,289 રૂપિયા, બ્રાઝિલ પ્રવાસ પર 5,51,86,592 રૂપિયા અને ગુયાના પ્રવાસ પર 5,45,91,795 રૂપિયા ખર્ચ્યા.

આ પણ વાંચો :  World’s Most Expensive Dog : બેંગ્લોરના વ્યક્તિએ રૂ. 50 કરોડમાં ખરીદ્યો દુનિયાનો સૌથી મોંઘો Wolfdog

Tags :
DiplomaticTripsForeignTripsGovernmentExpenditureGujaratFirstIndiaAbroadINDIANGOVERNMENTMihirParmarModiForeignVisitsModiInAmericaModiTravelsParliamentReportPMModiPMModiAbroadTravelExpenses