2008 Jaipur Blast કેસમાં ઐતિહાસિક ચુકાદો,4 આતંકીઓને ફટકારી આકરી સજા
- 2008માં જયપુર બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો
- કોર્ટે ચાર આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી
- ચારેયને જીવંત બોમ્બ મળવા મામલે દોષિત ઠેરવવામાં આવ્યા
2008 Jaipur Blast: જયપુરને હચમચાવી નાખનારા 2008ના બોમ્બ વિસ્ફોટ (2008 Jaipur Blast)કેસમાં સજાનુ એલાન કરાયુ છે. કોર્ટે ચાર આતંકવાદીઓ સરવર આઝમી, સૈફુર રહેમાન, મોહમ્મદ સૈફ અને શાહબાઝ અહેમદને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચારેયને જીવંત બોમ્બ મળવા મામલે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
આજે સજાની થઇ જાહેરાત
4 એપ્રિલના રોજ ન્યાયાધીશ રમેશ જોશીએ ચારેય આરોપીઓને દોષિત ઠેરવ્યા. 2008 માં થયેલા આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 71 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 185 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં 17 વર્ષ પછી સજાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય પીડિતો અને તેમના પરિવારો માટે મોટી રાહત માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો -PFI Chargesheet : કેરળ બાદ આ રાજયમાં યોગ ટ્રેનિંગના નામે ચાલતી હતી આતંકની ફેક્ટરી, વિસ્ફોટક ખુલાસા!
શું છે મામલો ?
તમને જણાવી દઈએ કે 13 મે,2008 ના રોજ જયપુરમાં સાંજે 7.20 થી 7.45 વાગ્યાની વચ્ચે લગભગ 15 મિનિટના અંતરે આ વિસ્ફોટ થયા હતા. બોમ્બ વિસ્ફોટો અલગ અલગ સ્થળોએ થયા હતા. ચાંદપોલ હનુમાન મંદિર પાસે એક જીવતો બોમ્બ મળી આવ્યો હતો, જેને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો.વિસ્ફોટોમાં સાયકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેમાં બોમ્બ મૂકવામાં આવ્યા હતા. આ વિસ્ફોટની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીને લીધી હતી. ATSના સિદ્ધાંત મુજબ, 2008માં, 12 આતંકવાદીઓ બોમ્બ સાથે બસ દ્વારા દિલ્હીથી જયપુર આવ્યા હતા.
આ પણ વાંચો -GOOD NEWS: મંત્રીઓના પગારમાં થયો વધારો સાથે સરકારી નોકરીનો પણ પટારો ખૂલ્યો
આતંકવાદીઓ દિલ્હીથી જયપુર પહોંચ્યા હતા
જયપુરમાં જ તેઓએ 9 સાયકલ ખરીદી હતી અને તેમાં જ સાઇકલોમાં બોમ્બ ફીટ કરીને અલગ અલગ જગ્યા પર પાર્ક કરી દીધી. આ પછી આતંકવાદીઓ શતાબ્દી એક્સપ્રેસ દ્વારા દિલ્હી આવ્યા. આતંકવાદીઓએ 9 બોમ્બ લગાવ્યા હતા, જેમાંથી 8 બોમ્બ તો 15 મિનિટમાં ફૂટ્યા હતા, પરંતુ નવમો બોમ્બ એક ગેસ્ટ હાઉસ પાસે લગાવવામાં આવ્યો હતો. તેના વિસ્ફોટનો સમય બીજા વિસ્ફોટના દોઢ કલાક પછી હતો. જો કે વિસ્ફોટના સમયની થોડી મિનિટો પહેલા બોમ્બ ડિફ્યુઝન સ્ક્વોડે તેને ડિફ્યુઝ કરી દીધો.