ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રહી વકફ બોર્ડની A to Z માહિતી, 2013માં થયેલા સુધારામાં મળી હતી આ અમર્યાદિત સત્તાઓ

Waqf Board: વકફ અધિનિયમ, ભારતમાં વકફ સંપત્તિઓ અને ધાર્મિક સંસ્થાઓના વ્યવસ્થાપન અને નિયમન માટે બનાવવામાં આવ્યો કાનૂન છે. "વકફ" શબ્દનો અર્થ છે ‘રોકી નાખવું’ અથવા ‘સમર્પિત’ કરવું એવો કરવામાં આવે છે. વકફ સંપત્તિઓનો ઉપયોગ ધાર્મિક કાર્ય, ગરીબોની મદદ, શિક્ષણ વગેરે માટે...
03:34 PM Sep 27, 2024 IST | VIMAL PRAJAPATI
A to Z information on Waqf Board

Waqf Board: વકફ અધિનિયમ, ભારતમાં વકફ સંપત્તિઓ અને ધાર્મિક સંસ્થાઓના વ્યવસ્થાપન અને નિયમન માટે બનાવવામાં આવ્યો કાનૂન છે. "વકફ" શબ્દનો અર્થ છે ‘રોકી નાખવું’ અથવા ‘સમર્પિત’ કરવું એવો કરવામાં આવે છે. વકફ સંપત્તિઓનો ઉપયોગ ધાર્મિક કાર્ય, ગરીબોની મદદ, શિક્ષણ વગેરે માટે કરવામાં આવે છે એવું માનવામાં આવે છે. તો ચાલો આ વકફ બોર્ડને વિસ્તારથી જાણીએ...

વકફ બોર્ડ શું છે?

વકફ અધિનિયમ મુસલમાન સમુદાયની સંપત્તિઓ અને ધાર્મિક સંસ્થાઓના વ્યવસ્થાપન અને નિયમન માટે બનાવવામાં આવ્યો કાનૂન છે. આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ વકફ સંપત્તિઓનું યોગ્ય સંરક્ષણ અને વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવો છે, જેથી આ સંપત્તિઓ ધાર્મિક અને ચેરિટેબલ ઉદ્દેશો માટે ઉપયોગમાં લેવાઈ શકે.

વકફ અધિનિયમ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો

ભારતમાં વકફની સંકલ્પના દિલ્હી સલ્તનતના સમયથી ચાલુ છે, જેમ કે સુલ્તાન મૂઇઝુદ્દીન સેમ ઘોર (મુહમ્મદ ઘોરી) દ્વારા મુલ્તાનની જમા મસ્જિદને એક ગામ સમર્પિત કરવાનો ઉદાહરણ છે. વર્ષ 1923માં અંગ્રેજોના શાસન સમયે મુસલમાનો માટે વકફ અધિનિયમ તેને નિયમિત કરવાના પ્રથમ પ્રયાસ હતા. વર્ષ 1954 માં સ્વતંત્ર ભારતમાં વકફ અધિનિયમ પ્રથમ વખત સંસદ દ્વારા પસાર થયો હતો. વર્ષ 1995માં તેને નવા વકફ અધિનિયમથી બદલી દેવાયું હતું. આ બાદ વકફ બોર્ડને વધુ શક્તિઓ આપવામાં આવી હતી. આ શક્તિમાં વૃદ્ધિ સાથે અતિક્રમણ અને વકફ સંપત્તિઓના અયોગ્ય અને વેચાણની ફરિયાદો પણ વધવા લાગી.

આ પણ વાંચો: ગુજરાત વકફ બોર્ડ અને JPCની બેઠક; Waqf (Amendment) Bill 2024 અંગે થઈ ચર્ચાઓ, જાણો કોણે શું કહ્યું

2013માં થયેલા સુધારામાં વકફ બોર્ડને અમર્યાદિત સત્તાઓ આપવામાં આવી

નોંધનીય છે કે, વર્ષ 2013માં આ અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો હતા. જેના પરિણામે વકફ બોર્ડને દાનના નામે મિલકતોનો દાવો કરવા માટે અમર્યાદિત સત્તાઓ આપવામાં આવી હતી. સુધારાઓએ વકફ સંપત્તિઓની વેચાણને અશક્ત બનાવી દીધું. તેનો અર્થે એવો થયો કે, એકવખત વકફ બોર્ડના નામે સંપત્તિ કે મિલકત થઈ જાય તે પછી તેની અન્ય કોઈ વેચી કે ખરીદી શકે નહીં તેવી સત્તાઓ 2013 ના સુધારા બાદ વકફ બોર્ડને આપવામાં આવી હતી.

ભારતમાં વકફ બોર્ડની સંપત્તિ કેટલી છે?

વકફ બોર્ડની સંપત્તિની વાત કરવામાં આવે તો, ભારતીય રેલવે અને રક્ષા વિભાગ પછી ત્રીજા ક્રમાંકે આવે એટલી જમીનની માલિકી વકફ બોર્ડ પાસે છે. વિગતે વાત કરવામાં આવે તો, વકફ બોર્ડ ભારતભરમાં 9.4 લાખ એકરમાં ફેલાયેલી 8.7 લાખ સંપત્તિઓનું નિયંત્રણ કરે છે. જેના અંદાજે મૂલ્ય 1.2 લાખ કરોડ રૂપિયા જેટલું થાય છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં બે શિયા વકફ બોર્ડ સહિત 32 વકફ બોર્ડ છે. યુપીમાં સુન્ની બોર્ડ પાસે કુલ 2 લાખ 10 હજાર 239 પ્રોપર્ટી છે જ્યારે શિયા બોર્ડ પાસે 15 હજાર 386 પ્રોપર્ટી છે. દર વર્ષે હજારો વ્યક્તિઓ વકફના રૂપમાં બોર્ડને મિલકત દાનમાં આપે છે, જેનાથી તેની સંપત્તિમાં વધારો થતો રહે છે. રાજ્ય વકફ બોર્ડનું નિયંત્રણ લગભગ 200 વ્યક્તિઓના હાથમાં છે.

આ પણ વાંચો: પતિએ પોતાની જ પત્નીને Honey Trap માં ફસાવવાનો પ્રયાસ કર્યો! પરંતુ પત્નિ નીકળી હોશિયાર

વકફની જમીન માત્ર 13 વર્ષમાં બમણી થઈ ગઈ

મૂળરૂપે વક્ફની દેશભરમાં લગભગ 52,000 મિલકતો હતી. 2009 સુધીમાં 4 લાખ એકર સુધીની 3 લાખ નોંધાયેલ વકફ મિલકતો હતી. આજની તારીખે 8 લાખ એકર જમીનમાં ફેલાયેલી 8 લાખ 72 હજાર 292 થી વધુ નોંધાયેલ વકફ સ્થાવર મિલકતો વકફ બોર્ડ પાસે છે. મતલબ કે વકફની જમીન માત્ર 13 વર્ષમાં બમણી થઈ ગઈ છે. આ મિલકતોનું સંચાલન અને નિયંત્રણ વિવિધ રાજ્યના વક્ફ બોર્ડ દ્વારા કરવામાં આવે છે અને તેમની વિગતો વકફ એસેટ્સ મેનેજમેન્ટ સિસ્ટમ ઑફ ઈન્ડિયા (WAMSI) પોર્ટલ પર નોંધાયેલી છે.

વક્ફ બોર્ડ કેવી રીતે કામ કરે છે?

ભારતના લગભગ દરેક રાજ્યમાં સુન્ની અને શિયા વક્ફ છે.વકફની માલિકીની મિલકતો યોગ્ય રીતે જાળવવામાં આવે અને સખાવતી હેતુઓ માટે ઉપયોગમાં લેવાય તે સુનિશ્ચિત કરવા માટે, સ્થાનિકથી લઈને મોટા સ્તર સુધી ઘણી સંસ્થાઓની રચના કરવામાં આવી છે, જેને વકફ બોર્ડ કહેવામાં આવે છે. તેમનું કામ તે મિલકતની કાળજી લેવાનું અને તેની આવકનો યોગ્ય ઉપયોગ કરવાનું છે. કેન્દ્રએ વક્ફ બોર્ડ સાથે સંકલન કરવા માટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની રચના કરી છે. ભારતની વક્ફ એસેટ્સ મેનેજમેન્ટ સિસ્ટમ મુજબ, દેશમાં કુલ 30 વક્ફ બોર્ડ છે. તેમનું મુખ્ય મથક મોટાભાગની રાજધાનીઓમાં છે.

વક્ફ એક્ટ 1954 એ મિલકતની જાળવણી સાથે સંબંધિત છે

વધારે વિગતે વાત કરવામાં આવે તો, વકફ કાયદો નેહરુ સરકાર દરમિયાન એટલે કે, 1954માં પસાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને કેન્દ્રીયકૃત કરવામાં આવ્યો હતો. વક્ફ એક્ટ 1954 આ મિલકતની જાળવણી સાથે સંબંધિત છે. નોંધનીય છે કે, ત્યાર બાદ તેમાં અનેક વખત સુધારાઓ કરવામાં આવ્યા છે. બોર્ડમાં સર્વે કમિશનર હોય છે, જે મિલકતોનો હિસાબ જાળવે છે. આ ઉપરાંત મુસ્લિમ ધારાસભ્ય, મુસ્લિમ સાંસદ, મુસ્લિમ આઈએએસ અધિકારી, મુસ્લિમ ટાઉન પ્લાનર, મુસ્લિમ એડવોકેટ અને મુસ્લિમ બૌદ્ધિકો જેવા લોકો તેમાં સામેલ છે. વક્ફ ટ્રિબ્યુનલમાં વહીવટી અધિકારીઓ છે.

આ પણ વાંચો: Gujarat: છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, વ્યારામાં 8.5 ઇંચ વરસાદ થયો

Tags :
A to Z information on Waqf BoardAll information on Waqf BoardGujarati Newsinformation on Waqf BoardWaqf Board ActWaqf Board Act AmendmentWaqf Board all InformationaWaqf Board LawWaqf Board OwnershipWaqf Board PropertyWaqf Board Property Managementwhat is Waqf Boardwho runs Waqf Board
Next Article