Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

HEMS: ઉત્તરાખંડ ફરી ચર્ચામાં, ભારતની પ્રથમ હેલિકોપ્ટર ઈમરજન્સી મેડિકલ સર્વિસ શરૂ કરશે

HEMS: અત્યારે ભારતમાં મોટાભાગના રાજ્યોમાં ઈમરજન્સી મેડિકલ સેવા ચાલી રહીં છે. જેમાં દર્દીની સારવાર કરવા માટે ઈમરજન્સી સેવા ઘર સુધી પહોંચતી કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય આવી ઈમરજન્સી સેવાનો વિચાર કર્યો નહીં હોય! ભારતની પ્રથમ હેલિકોપ્ટર ઈમરજન્સી મેડિકલ...
hems  ઉત્તરાખંડ ફરી ચર્ચામાં  ભારતની પ્રથમ હેલિકોપ્ટર ઈમરજન્સી મેડિકલ સર્વિસ શરૂ કરશે

HEMS: અત્યારે ભારતમાં મોટાભાગના રાજ્યોમાં ઈમરજન્સી મેડિકલ સેવા ચાલી રહીં છે. જેમાં દર્દીની સારવાર કરવા માટે ઈમરજન્સી સેવા ઘર સુધી પહોંચતી કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય આવી ઈમરજન્સી સેવાનો વિચાર કર્યો નહીં હોય! ભારતની પ્રથમ હેલિકોપ્ટર ઈમરજન્સી મેડિકલ સર્વિસ (HEMS) ઉત્તરાખંડથી શરૂ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે આ માહિતી આપી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં સિંધિયાએ કહ્યું, ‘હું ઉત્તરાખંડના લોકોને કહેવા માંગુ છું કે દેશની પ્રથમ HEMS સેવા ઉત્તરાખંડથી શરૂ કરવામાં આવશે.’

Advertisement

આ સેવા હેઠળ, એક હેલિકોપ્ટર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે તૈનાત કરવામાં આવશે જ્યાંથી તેને કોઈપણ અકસ્માત પીડિતને તબીબી સંભાળ પૂરી પાડવા માટે 150 કિલોમીટરની ત્રિજ્યામાં ગમે ત્યાં મોકલી શકાય છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે સારવારની આવશ્યકતા અત્યંત વધતી જાય છે. દેશમાં ઇમરજન્સી સેવા પૂરી પાડવા માટે સરકાર કાર્ય પણ કરી રહીં છે. દેશના છેવાડાના વિસ્તાર સુધી લોકોનું સ્વાસ્થ્ય સારૂં રહે તે માટે ઉત્તરાખંડ સરકાર કટીબદ્ધ છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડની સરકાર અત્યારે ભારે ચર્ચામાં છે. કારણ કે, આ જ સરકારે થોડા દિવસ પહેલા સદનમાં યુસીસી બિલ પાસ કર્યું છે. એટલે ભારતમાં યુસીસી લાગું કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બની ગયું છે. આ સાથે હવે ભારતની પ્રથમ હેલિકોપ્ટર ઈમરજન્સી મેડિકલ સર્વિસ (HEMS) કરનાર રાજ્ય પણ બનાવા જઈ રહ્યું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

આ પણ વાંચો: ‘દેવી-દેવતાઓનું અપમાન સહાન નહીં કરીએ’ : VHP, જાણો શું હતો વિવાદ

Tags :
Advertisement

.