Haryana : મહેન્દ્રગઢમાં ગોઝારો અકસ્માત, સ્કૂલ બસ પલટી જતાં 5 માસૂમ વિદ્યાર્થીઓનાં મોત
Haryana : હરિયાણામાં (Haryana) મહેન્દ્રગઢ જીલ્લાના કનિના દાદરી રોડમાં આવેલ ઉન્હાની ગામ પાસે સ્કૂલ બસ (School Bus) પલટી (Road accident) જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ બાળકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસને માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી આ મામલાની તપાસ હાથ ધરી છે.
અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે બસ ડ્રાઈવર નશાની હાલતમાં હતો. આ આરોપો બાદ પોલીસનું કહેવું છે કે દારૂના નશામાં બસ ચલાવવાના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.
#WATCH | Five students dead, 15 injured after a private school bus meets with an accident in Mahendragarh's Kanina, in Haryana. pic.twitter.com/jhRvJo0hXg
— ANI (@ANI) April 11, 2024
સ્કૂલ બસમાં 35 થી 40 બાળકો હતા સવાર
મળતી માહિતી મુજબ ઉન્હાની ગામ પાસે બાળકોથી ભરેલી એક સ્કૂલ બસ પલટી ગઈ હતી. આ બસ ખાનગી શાળા જીએલ પબ્લિક સ્કૂલની હતી, જેમાં લગભગ 35 થી 40 બાળકો મુસાફરી કરી રહ્યા હતા. એવું કહેવામાં આવ્યું છે કે આજે સરકારી રજાના દિવસે પણ શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને લેવા માટે શાળામાંથી બસ મોકલવામાં આવી હતી.
વેન્ટિલેટર પર એક બાળકનું મોત થયું હતું
મળતી માહિતી મુજબ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ત્યાં બચાવ કાર્ય શરૂ કર્યું. પાંચ બાળકોના મોત નીપજ્યા હતા, જ્યારે એકની હાલત નાજુક હતી, જે હોસ્પિટલ પહોંચ્યા બાદ વેન્ટિલેટર પર હતો. બાદમાં આ બાળકનું પણ મૃત્યુ થયું અને મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા વધીને 6 થઈ ગઈ.
શિક્ષણમંત્રી ઘટનાસ્થળની કરશે મુલાકાત
હરિયાણાના શિક્ષણ મંત્રી સીમા ત્રિખાએ ફોન પર કહ્યું કે હું ડીસી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે વાત કરી રહી છું અને આ મામલાની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. તેણીએ એમ પણ કહ્યું કે તે થોડા સમય પછી સ્થળની મુલાકાત લેશે.
આ પણ વાંચો - Eid2024 : દેશભરમાં આજે ઉમળકાભેર ઊજવાઈ રહ્યો છે Eid-Ul-Fitr નો તહેવાર
આ પણ વાંચો - Arvind Kejriwal :કેજરીવાલને વધુ એક ઝટકો! વિજિલન્સ વિભાગે PA બિભવ કુમારને હટાવ્યા
આ પણ વાંચો - Pulwama Encounter: જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષાદળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર