Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

HARYANA સરકારે નુહમાં મોબાઈલ ઈન્ટરનેટ અને SMS સેવાઓ મૂક્યો પર પ્રતિબંધ

HARYANA: હરિયાણા સરકારે રવિવારે સાંજે 6 વાગ્યાથી નુહમાં મોબાઈલ ઈન્ટરનેટ(internet), બલ્ક Messaging સેવાઓ 24 કલાક માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. 21 જુલાઈથી 22 જુલાઈ સુધી ઈન્ટરનેટ સેવાઓ પર 24 કલાક માટે પ્રતિબંધ રહેશે. આ સાથે જ બલ્ક મેસેજ સર્વિસ...
haryana સરકારે નુહમાં મોબાઈલ ઈન્ટરનેટ અને sms સેવાઓ મૂક્યો પર પ્રતિબંધ

HARYANA: હરિયાણા સરકારે રવિવારે સાંજે 6 વાગ્યાથી નુહમાં મોબાઈલ ઈન્ટરનેટ(internet), બલ્ક Messaging સેવાઓ 24 કલાક માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. 21 જુલાઈથી 22 જુલાઈ સુધી ઈન્ટરનેટ સેવાઓ પર 24 કલાક માટે પ્રતિબંધ રહેશે. આ સાથે જ બલ્ક મેસેજ સર્વિસ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર 21મી જુલાઈના રોજ સાંજે 6 વાગ્યાથી એટલે કે આજે 22મી જુલાઈના રોજ સાંજે 6 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ રહેશે તમને જણાવી દઈએ કે આ વખતે બ્રજ મંડળની શોભા યાત્રા (KANWAR YATRA)માટે નુહમાં કડક સુરક્ષા (POLICE)વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

બ્રજ મંડળ શોભા યાત્રા માટે ચુસ્ત બંદોબસ્ત

તમને જણાવી દઈએ કે આ વખતે બ્રજ મંડળ શોભા યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે ખાકી આકાશથી જમીન સુધીની દરેક હિલચાલ પર નજર રાખી રહી છે. જમીન અને આકાશની સાથે અર્ધલશ્કરી દળના કમાન્ડો પણ અરવલ્લી પર્વત પર તૈનાત રહેશે. ગુપ્તચર વિભાગે પહેલાથી જ નૂહ શહેર, નલ્હારેશ્વર મંદિર, અરવલ્લી પર્વત, બડકાલી ચોક, ઝિરકેશ્વર મંદિર સહિત શ્રીંગેશ્વર મંદિર (સિંગર) યાત્રાના અંતિમ બિંદુઓને મેપ કરી લીધા છે. આ ઉપરાંત ડોગ સ્કવોડ અને હોર્સ સ્કવોડ પણ તૈનાત કરવામાં આવી છે. CRPF, RAF સહિત સૈનિકોની ઘણી કંપનીઓ આ વખતે તૈનાત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે લગભગ 2000 પોલીસ અધિકારીઓ, પોલીસકર્મીઓ અને અર્ધલશ્કરી દળો સુરક્ષાની જવાબદારી સંભાળશે. ખાસ વાત એ છે કે બ્રજ મંડળની શોભાયાત્રામાં ભાગ લેવા માટે બહારના રાજ્યો અને જિલ્લાઓમાંથી આવતા લોકોના વાહનોની પણ સઘન તપાસ કરવામાં આવશે.

Advertisement

ભક્તોના સ્વાગતની તૈયારીઓ

જલાભિષેક યાત્રા શાંતિ અને ભાઈચારા સાથે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે શાંતિ સમિતિ અને વિવિધ સમાજના લોકોની બેઠકો બોલાવવામાં આવી છે. આ વખતે સૌથી ખાસ વાત એ છે કે જલાભિષેક યાત્રા માટે આવનાર ભક્તોના સ્વાગત માટે મુસ્લિમ સમાજના લોકો પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વિસ્તારમાં સ્વાગત દરવાજા લગાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ યાત્રાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નૂહ જિલ્લામાં જલાભિષેક યાત્રા દરમિયાન હિંસા થઈ હતી. તે સમયે પણ ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એકંદરે આ વખતે પોલીસ પ્રશાસન કોઈ ભૂલ કરવાના મૂડમાં નથી.

આ પણ  વાંચો  -Godhra : બાંગ્લાદેશના હિંસક આંદોલનમાં 22 થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા

Advertisement

આ પણ  વાંચો  -IAS Officers: IAS ની ટિપ્પણી કે.... શું કોઈ Airlines દિવ્યાંગને Pilot તરીકે પસંદગી કરશે?

આ પણ  વાંચો  -Kerala: Nipah Virus થી 14 વર્ષના બાળકનું મોત,હાઇલેવલ મીટિંગ બાદ એલર્ટ જાહેર

Tags :
Advertisement

.