Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Haryana Assembly Elections : ભાજપે બીજી યાદી જાહેર કરી, વિનેશ ફોગાટ સામે ઉતાર્યા આ ઉમેદવારને

હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે બીજી યાદી જાહેર કરી ભાજપે બીજી યાદીમાં કુલ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા આ યાદીમાં 2 મુસ્લિમ ઉમેદવારોના નામ જાહેર Haryana Assembly Elections 2024 : ભારતીય જનતા પાર્ટી (BJP) ની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આગામી...
haryana assembly elections   ભાજપે બીજી યાદી જાહેર કરી  વિનેશ ફોગાટ સામે ઉતાર્યા આ ઉમેદવારને
  • હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે બીજી યાદી જાહેર કરી
  • ભાજપે બીજી યાદીમાં કુલ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા
  • આ યાદીમાં 2 મુસ્લિમ ઉમેદવારોના નામ જાહેર

Haryana Assembly Elections 2024 : ભારતીય જનતા પાર્ટી (BJP) ની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. BJP એ બીજી યાદીમાં કુલ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં બે મુસ્લિમ ઉમેદવારોના નામ પણ જોવા મળ્યા છે.

Advertisement

21 ઉમેદવારોમાં 2 મુસ્લિમના નામ

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા બહાર પાડવામાં આવેલી બીજી યાદીમાં 2 મુસ્લિમ ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ ફિરોઝપુર ઝિરકા વિધાનસભા સીટથી નસીમ અહેમદ અને પુનાના વિધાનસભા સીટથી એજાઝ ખાનને ટિકિટ આપી છે. આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં કોંગ્રેસે કુસ્તીબાજ વિનેશ ફોગટને જુલાના વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે બીજી યાદીમાં આ બેઠક પરથી ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપે વિનેશ ફોગટ (Vinesh Phogat) સામે કેપ્ટન યોગેશ બૈરાગીને ટિકિટ આપી છે. ભાજપે તેની બીજી યાદીમાં 6 ધારાસભ્યોની ટિકિટ રદ કરી છે, જેમાં નિર્મલ રાની, મોહન બડોલી, સત્ય પ્રકાશ, સીમા ત્રિખા, પ્રવીણ ડાગર અને જગદીશ નાયરના નામ સામેલ છે.

Advertisement

ઘણા MLA ની ટિકિટ કપાઈ

ભાજપે ફરી એકવાર નારનૌલથી ઓમ પ્રકાશ યાદવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપે જુલાનાથી કેપ્ટન યોગેશ બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે આ બેઠક પરથી મહિલા રેસલર વિનેશ ફોગટને ટિકિટ આપી છે. પાર્ટીએ ગણૌરથી ભાજપના વર્તમાન ધારાસભ્ય નિર્મલ રાનીને ટિકિટ આપી નથી, તેના બદલે દેવેન્દ્ર કૌશિકને ટિકિટ આપવામાં આવી છે. BJP ના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બરૌલીને રાય બેઠક પરથી ટિકિટ આપવામાં આવી નથી, તેના બદલે કૃષ્ણા ગેહલાવતને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બિમલા ચૌધરીને પટૌડીના વર્તમાન ભાજપના ધારાસભ્ય સત્ય પ્રકાશની અવગણના કરીને ટિકિટ મળી છે. આ સિવાય બડખલથી ભાજપના વર્તમાન ધારાસભ્ય સીમા ત્રિખાની ટિકિટ કાપીને તેમના સ્થાને ધનેશ અધલખા બડખલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમજ હાથિન વિધાનસભાથી પ્રવીણ ડાગરની જગ્યાએ મનોજ રાવતને ટિકિટ આપવામાં આવી છે. વળી, હોડલે જગદીશ નાયરની જગ્યાએ હરિન્દર સિંહ રામરતન પર દાવ લગાવ્યો છે.

ચૂંટણી ક્યારે યોજાશે?

ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર છે. વળી, રાજ્યમાં એક તબક્કામાં એટલે કે 5 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને જમ્મુ-કાશ્મીરની સાથે 8 ઓક્ટોબરે મતગણતરી થશે.

Advertisement

આ પણ વાંચો:  Haryana Assembly Election : કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચા વચ્ચે AAP એ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી

Tags :
Advertisement

.