Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Haryana Assembly Election : કોંગ્રેસે 31 ઉમેદવારોની યાદી કરી જાહેર, વિનેશ ફોગાટને મળી આ બેઠક પરથી ટિકિટ

કોંગ્રેસે હરિયાણામાં 31 ઉમેદવારોની યાદી જાહેર કરી વિનેશ ફોગાટને જુલાનાથી કોંગ્રેસ આપી ટિકિટ હરિયાણાની રાજકીય જંગમાં વિનેશ ફોગાટનો પ્રવેશ ભૂપિન્દર સિંહ હુડ્ડાને ફરી ટિકિટ અપાઈ હરિયાણામાં 5 ઓક્ટોબરે ચૂંટણી, 8મીએ મતગણતરી Haryana Assembly Election : કોંગ્રેસે હરિયાણા માટે 31...
haryana assembly election   કોંગ્રેસે 31 ઉમેદવારોની યાદી કરી જાહેર  વિનેશ ફોગાટને મળી આ બેઠક પરથી ટિકિટ
  • કોંગ્રેસે હરિયાણામાં 31 ઉમેદવારોની યાદી જાહેર કરી
  • વિનેશ ફોગાટને જુલાનાથી કોંગ્રેસ આપી ટિકિટ
  • હરિયાણાની રાજકીય જંગમાં વિનેશ ફોગાટનો પ્રવેશ
  • ભૂપિન્દર સિંહ હુડ્ડાને ફરી ટિકિટ અપાઈ
  • હરિયાણામાં 5 ઓક્ટોબરે ચૂંટણી, 8મીએ મતગણતરી

Haryana Assembly Election : કોંગ્રેસે હરિયાણા માટે 31 ઉમેદવારોની યાદી (31 Candidate List) જાહેર કરી છે. મહિલા રેસલર વિનેશ ફોગટ (Vinesh Phogat) ને જુલાનાથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે મેવ સિંહને મુખ્યમંત્રી નયબ સિંહ સૈની સામે મેદાનમાં ઉતાર્યા છે. કાલકા બેઠક પરથી પ્રદીપ ચૌધરી, નારાયણગઢ બેઠક પરથી શૈલી ચૌધરી, સધૌરાથી રેણુ બાલા, રાદૌરથી બિશન લાલ સૈની, લાડવાથી મેવા સિંહ, શાહબાદથી રામ કરણ, નિલોખેડીથી ધરમ પાલ ગોંદરને ટિકિટ આપવામાં આવી છે.

Advertisement

જુલાનાની સ્પર્ધા રસપ્રદ બની

કોંગ્રેસે જુલાના વિધાનસભાથી વિનેશ ફોગટને મેદાનમાં ઉતારી છે. આવી સ્થિતિમાં વિનેશના મેદાનમાં પ્રવેશ સાથે સ્પર્ધા રસપ્રદ બની છે. અહીંથી 2019 માં, JJP નેતા અમર જીત દાંડાએ ચૂંટણી લડી હતી અને 61,942 મત મેળવ્યા હતા અને ભાજપને 37,749 મત મળ્યા હતા અને JJP 24,193 મતોથી જીત મેળવી હતી. તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટ (Vinesh Phogat) અને કુસ્તીબાજ બજરંગ પુનિયા આજે જ કોંગ્રેસનો ભાગ બની ગયા હતા. આ બંનેએ રેસલિંગ ફેડરેશનમાં થતી ગેરરીતિઓ અને મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. કોંગ્રેસે જે સીટ પરથી વિનેશને ટિકિટ આપી છે ત્યા તેનું સાસરીયું છે. હરિયાણાની તમામ વિધાનસભા બેઠકો માટે 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે. 8મી ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે, ત્યારબાદ રાજ્યની કમાન કોણ સંભાળશે તે નક્કી થશે.

Advertisement

કોંગ્રેસમાં જોડાયા બાદ વિનેશે શું કહ્યું?

કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા બાદ વિનેશ ફોગાટે (Vinesh Phogat)  કહ્યું હતું કે ભાજપ સિવાય અન્ય તમામ રાજકીય પક્ષોએ અમને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસ ખરાબ સમયમાં પણ અમારી સાથે ઉભી રહી હતી. દેશની જનતાનો આભાર માનતા તેણે કહ્યું કે, તમે મારી કુશ્તી યાત્રામાં મને પૂરો સાથ આપ્યો છે. આશા રાખું છું કે, હું રાજકીય ક્ષેત્રે પણ તમારી અપેક્ષાઓ પૂરી કરી શકીશ. વિનેશે કહ્યું હતું કે મને ગર્વ છે કે હું એક એવી પાર્ટી સાથે જોડાયેલી છું જે મહિલાઓ સાથે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવી રહી છે.

પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડાને પણ મળી ટિકિટ

હરિયાણાની કાલકા વિધાનસભા બેઠક પરથી પ્રદીપ ચૌધરી, નારાયણગઢ બેઠક પરથી શૈલી ચૌધરી, સધૌરાથી રેણુ બાલા, રાદૌરથી બિશન લાલ સૈની, લાડવાથી મેવા સિંહ, શાહબાદથી રામ કરણ અને નિલોખેડીથી ધરમપાલ ગોંદરને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાને ગઢી સાંપલા-કિલોઈ બેઠક પરથી ઉતાર્યા છે. સોનીપતથી સુરેન્દ્ર પંવાર, ગોહાનાથી જગબીર સિંહ મલિક અને રોહતકથી ભારત ભૂષણ બત્રાને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે હરિયાણાની બદલી સીટથી કુલદીપ વાટા, ઝજ્જરથી ગીતા ભુક્કલ, રેવાડીથી ચિરંજીવ રાવ, નૂહથી આફતાબ અહેમદ અને ફરીદાબાદ એનઆઈટીથી નીરજ શર્માને ટિકિટ આપી છે.

Advertisement

હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી

તમને જણાવી દઈએ કે હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી છે. 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 12મી સપ્ટેમ્બર છે, ઉમેદવારી પત્રોની ચકાસણી 13મી સપ્ટેમ્બરે થશે. 16 સપ્ટેમ્બર સુધી નામાંકન પરત ખેંચી શકાશે.

આ પણ વાંચો:  બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ ન માની સાક્ષી મલિકની સલાહ, અંંતે Congress માં જોડાયા

Tags :
Advertisement

.