ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હી પર હુમાસના હુમલાની અસર દેખાઈ, ચાબડ હાઉસપાસે સુરક્ષામાં વધારો

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા આ યુદ્ધની અસર હવે દિલ્હીમાં પણ જોવા મળી રહી છે.જે બાદ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસી અને ચાંદની ચોકમાં ચાબડ હાઉસની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પોલીસને તૈનાત કરવાની સૂચના આપવામાં આવી...
02:08 PM Oct 10, 2023 IST | Maitri makwana

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા આ યુદ્ધની અસર હવે દિલ્હીમાં પણ જોવા મળી રહી છે.જે બાદ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસી અને ચાંદની ચોકમાં ચાબડ હાઉસની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પોલીસને તૈનાત કરવાની સૂચના આપવામાં આવી છે. આ સૈનિકો ચારેબાજુ કડક તકેદારી રાખી રહ્યા છે.અને સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું ભયંકર યુદ્ધ હવે વધુને વધુ ગંભીર બનતું જોવા મળી રહ્યું છે.અને આ યુદ્ધથી આખુ વિશ્વ હચમચી ઉઠ્યુ છે સાથે જ સમગ્ર વિશ્વને અસર કરતું જોવા મળી રહ્યું છે. જેને જોતા દિલ્હી પોલીસ દ્વારા ઈઝરાયલ એમ્બેસી અને ચાબાડ હાઉસની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઈઝરાયલ એમ્બેસી અને ચાબાડ હાઉસ પાસે કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. આ સાથે જ પોલીસ કર્મચારીઓ પણ ખૂણે-ખૂણે નજર રાખી રહ્યા છે.

દિલ્હીમાં સ્થાનિક પોલીસને તૈનાત કરવાની સૂચના

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધની અસર દિલ્હીમાં પણ જોવા મળી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસી અને ચાંદની ચોકમાં ચાબડ હાઉસની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પોલીસને તૈનાત કરવાની સૂચના આપવામાં આવી છે. આ સૈનિકો ચારેબાજુ કડક તકેદારી રાખી રહ્યા છે કે જેથી કરીને કોઈપણ પ્રકારની ઘટનાને અટકાવી શકાય અને કોઈ અનિચ્છીય બનાવ ન બને. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બંને પક્ષે 1500 થી વધુ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો

હમાસએ ઈઝરાયેલ પર કરેલા અચાનક હુમલામાં અત્યાર સુધી અનેક ઈઝરાયેલના સૈનિકો અને લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઈઝરાયેલ પણ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝા પટ્ટી વિસ્તારમાં સેંકડો પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ ભીષણ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષોના 1500 થી વધુ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે.

તબાહીના અનેક ભયાનક દ્રશ્યો સામે આવ્યા

ઈઝરાયેલમાં તબાહીના અનેક ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. જે ચોંકાવનારી છે. આતંકવાદીઓએ અનેક નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા હતા. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા આ યુદ્ધના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આઈડીએફના પ્રવક્તાના જણાવ્યા અનુસાર હજારો હમાસ આતંકવાદીઓ ઈઝરાયેલના શહેરોમાં ઘૂસી ગયા હતા અને વિનાશ કર્યો હતો. જેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલ આ પડકારનો હિંમતપૂર્વક સામનો કરી રહ્યું છે.

આ પણ વાંચો-  અતીકના પુત્રો બાળગૃહમાંથી મુક્ત, પિતા અને કાકાની કબરોને ગળે લગાડી ચોધાર આંસુએ રડ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DelhiHamas attacking Israelisrael attackIsrael Hamas conflictIsrael Palestine War
Next Article