ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મને ખબર હોત કે કોંગ્રેસ દગો કરશે તો હું વિશ્વાસ જ ન કરતો: અખિલેશ યાદ

INDIA ગઠબંધનમાં વધી રહેલા તણાવ વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કોંગ્રેસ પર બળવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ ભાજપનો સાથ આપી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો ખબર હોત કે કોંગ્રેસ આ રીતે...
08:27 PM Oct 19, 2023 IST | Hiren Dave

INDIA ગઠબંધનમાં વધી રહેલા તણાવ વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કોંગ્રેસ પર બળવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ ભાજપનો સાથ આપી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો ખબર હોત કે કોંગ્રેસ આ રીતે દગો કરશે તો ક્યારેય તેમનો વિશ્વાસ ન કર્યો હોત.

 

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ અજાણ હતા કે રાષ્ટ્રીય સ્તરે ભાજપને હરાવવા માટે ઈન્ડિયા ગાંઠબંધનની રચના કરવામાં આવી હતી અને ગઠબંધનના સહયોગીઓ રાજ્ય સ્તરે એક સાથે નથી લડી રહ્યા.જ્યારે પત્રકારોએ અખિલેશ યાદવને કોંગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રમુખ અજય રાયના તે નિવેદન પર તેમની પ્રતિક્રિયા માંગી જેમાં તેમણે કહ્યું હતું કે જો ઘોસી બેઠક પરથી કોંગ્રેસ ચૂંટણી લડતી તો સમાજવાદી પાર્ટી હારી જતી. તેના પર અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપી હતી.

 

અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે રાજ્યના પ્રમુખ પાસે કોઈ સત્તા નથી. પટના અને મુંબઈ બેઠકમાં તેઓ હાજર નહોતા. તેઓ INDIA ગઠબંધન વિષે શું કહી શકે? કોંગ્રેસના આ લોકો ભાજપનો સાથ આપે છે અથવા ભાજપમાં મળી ગયા છે.વધુમાં સપા નેતાએ કહ્યું હતું કે કોંગ્રેસ આ રીતે દગો કરશે તો તેઓ ક્યારેય કોંગ્રેસ પર વિશ્વાસ ન કરતાં. તેમણે ઉમેર્યું હતું કે મને જો ખબર હોત કે રાજ્ય સ્તરે ગઠબંધન નથી તો મે દિગ્વિજય સિંહ પાસે સપા નેતાઓને ન મોકલ્યા હોત. કોંગ્રેસ દગો કરશે તેવી ખબર હોત તો હું વિશ્વાસ જ ન કરતો.

આ  પણ  વાંચો -તેલંગાણાના આઇટી મંત્રી રામા રાવના કોંગ્રેસ પર પ્રહાર, કોંગ્રેસ આકાશથી ભૂગર્ભ સુધી કૌભાંડો આચાર્યા:રામા રાવ

 

Tags :
Akhilesh YadavElections 2023MP ElectionMp election 2023MP ELECTIONS 2023Up News
Next Article