Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GOVT Employee Policy: રક્ષા મંત્રી મંત્રાલયે કામ ચલાઉ કામદારોને ખુશખબરીનો સંદેશ પાઠવ્યો

GOVT Employee Policy: દેશના રક્ષા મંત્રી દ્વારા કામચલાઉ કામદારોને લઈને એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય કામદારોના પક્ષમાં લેવામાં આવ્યો છે. Term Insurance પ્રસ્તાવને મંજૂરી આપી રક્ષા મંત્રી રાજનાથ સિંહે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ...
04:48 PM Jan 13, 2024 IST | Aviraj Bagda
Defense Minister's precious gift to temporary workers

GOVT Employee Policy: દેશના રક્ષા મંત્રી દ્વારા કામચલાઉ કામદારોને લઈને એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય કામદારોના પક્ષમાં લેવામાં આવ્યો છે.

Term Insurance પ્રસ્તાવને મંજૂરી આપી

રક્ષા મંત્રી રાજનાથ સિંહે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે કાર્યરત કામચલાઉ કામદારો માટે 'Term Insurance' સ્કીમ શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

GOVT Employee Policy

'Term Insurance' એક નિશ્ચિત સમયગાળા માટે વીમો લેવામાં આવે છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યોજના હેઠળ જો પ્રોજેક્ટ પર કામ કરતી વખતે કોઈ કામદારનું મૃત્યુ થાય છે. તો તેના પરિવારને 10 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.

આ યોજનાના લાભો નીચે પ્રમાણે

રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન/જનરલ રિઝર્વ એન્જિનિયર ફોર્સ દ્વારા ચાલુ પ્રોજેક્ટ કામો માટે કામચલાઉ કામદારો (CPL) માટે Term Insuranceસ્કીમ શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે."
તેમાં કહેવામાં આવ્યું છે કે, "આ યોજના હેઠળ, કોઈપણ કારણસર મૃત્યુના કિસ્સામાં CPL ના પરિવાર અને નજીકના સંબંધીઓને વીમા તરીકે રૂ. 10 લાખની વીમા રકમ ચૂકવવામાં આવશે."

રક્ષા મંત્રાલયે કહ્યું કે આ યોજના દેશના અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતા કામચલાઉ કામદારોને સામાજિક સુરક્ષા પ્રદાન કરશે. આ યોજના તેમના માટે ફાયદાકારક રહેશે. રક્ષા મંત્રાલયે કહ્યું કે આ યોજના અસ્થાયી કામદારોના પરિવારોની આજીવિકા સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચો: Mumbai: ડોમ્બિવલીમાં બહુમાળી ઇમારતમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડે શરૂ…

Tags :
CPLdefenceDelhiEmployeeGovernmentEmployeeGujaratFirstrajnath singh
Next Article