Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Governor Protest: અમિત શાહ સાથે વાત કરાવો...ભડક્યા કેરળના ગર્વનર, રસ્તા પર જ કર્યા ધરણા

Governor Protest: કેરળમાં એક કાર્યક્રમ દરમિયાન SFI કાર્યકર્તાઓ દ્વારા કાળો ઝંડો દેખાડવા અને વિરોધ કરતા ગો બેકના નારા લગાવ્યા, જે બાદ રાજ્યપાલ આરિફ મોહમ્મદ સડક પર જ ધરણાં પર બેસી ગયા. તેમણે ત્યાં પોલીસ અધિકારીઓને પણ ફટકાર લગાવી અને પોતાના...
governor protest  અમિત શાહ સાથે વાત કરાવો   ભડક્યા કેરળના ગર્વનર  રસ્તા પર જ કર્યા ધરણા

Governor Protest: કેરળમાં એક કાર્યક્રમ દરમિયાન SFI કાર્યકર્તાઓ દ્વારા કાળો ઝંડો દેખાડવા અને વિરોધ કરતા ગો બેકના નારા લગાવ્યા, જે બાદ રાજ્યપાલ આરિફ મોહમ્મદ સડક પર જ ધરણાં પર બેસી ગયા. તેમણે ત્યાં પોલીસ અધિકારીઓને પણ ફટકાર લગાવી અને પોતાના સહયોગીઓને કહ્યું કે વડાપ્રધાન સાથે ફોન પર મારી વાત કરાવો.

Advertisement

કોલ્લમના નિલામેલમાં SFI કાર્યકર્તાઓના પ્રદર્શન બાદ રાજ્યપાલે પોતાની ગાડી રોકી અને કારમાંથી બહાર નીકળીને નજીકની ચાની દુકાનમાંથી એક ખુરસી કાઢીને રસ્તા પર ધરણાં પર બેસી ગયા. રાજ્યપાલે આરોપ લગાવ્યો કે પોલીસે SFI કાર્યકર્તાઓને કાળા ઝંડા લઈને પ્રદર્શન કરતા અટકાવવા માટે કોઈ કાર્યવાહી ન કરી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તેઓ પોતાના સહયોગીઓને કહી રહ્યાં છે, 'મોહન અમિત શાહ સાહેબ સાથે વાત કરાવો, કે કોઈ પણ હોય તેમણે ત્યાં, અને નહીંતર પછી પ્રાઈમ મિનિસ્ટર સાથે વાત કરાવો.'

Advertisement

રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન એક IPS અધિકારીને ત્યાં જ અંગ્રેજીમાં ફટકાર લગાવાત કહી રહ્યાં છે કે- હું અહીંથી પરત નહીં જવું, તમે તેમણે અહીં સુરક્ષા આપી છે, SFIને પોલીસની સુરક્ષા આપવામાં આવી છે. હું અહીંથી નહીં જઉં, જો પોલીસ પોતે જ કાયદાને તોડશે તો કાયદાનું પાલન કોણ કરશે.

Advertisement

તો આ બબાલને લઈને એક FSI કાર્યકર્તાએ કહ્યં કે- કોઈ યોગ્યતા વગત સુરેન્દ્રનને ભાજપ ઓફિસમાંથી ભલામણ આવ્યા બાદ સેનેટમાં પરત લઈ લેવામાં આવ્યા. તેથી SFI છેલ્લાં કેટલાંક મહિનાથી રાજ્યપાલ વિરુદ્ધ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. SFI કાર્યકર્તાએ કહ્યું- આજનો વિરોધ તેનો જ ભાગ હતો. અમે કોઈ પણ સમજૂતી માટે તૈયાર નથી. તેમણે અમને ગુનેગાર કહ્યાં, તેથી અમે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરીને તેમણે પોતાના વિરોધની તાકાત દેખાડશે. અમે આ સંદેશ આપવા માગીએ છીએ કે SFI કોઈ પણ સમજૂતી માટે તૈયાર નથી.

13 લોકો વિરુદ્ધ કેસ નોંધાયા

રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિરુદ્ધ પ્રદર્શન બાદ હવે પોલીસે 13 FSI કાર્યકર્તા વિરુદ્ધ FIR નોંધી છે. તેમના પર IPCની કલમ 143, 144, 147, 283, 353, 124, 149 અંતર્ગત FIR કરવામાં આવી છે.

આ  પણ  વાંચો  - Bihar news: NDA સાથે ગઠબંધનનો અંતિમ નિર્ણય મારો રહેશેઃ Chirag Paswan

Tags :
Advertisement

.