સરકાર સાંસદો પર ઓવારી ગઈ....સાંસદોના પગાર, ભથ્થા અને પેન્શનમાં વધારો
- કેન્દ્ર સરકારે સંસદસભ્યો અને ભૂતપૂર્વ સાંસદોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં કર્યો વધારો
- મોદી સરકારે ફુગાવાને ધ્યાનમાં રાખીને અધિનિયમ, 1954 અંતર્ગત વધારો કર્યો
- પહેલા સંસદ સભ્યોને 1,00,000 રૂપિયા પગાર મળતો હતો જે વધીને 1,24,000 રૂપિયા મળશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સાંસદો પર ઓવારી ગઈ છે. મોદી સરકારે ફુગાવાને ધ્યાનમાં રાખીને અધિનિયમ, 1954 અંતર્ગત સંસદસભ્યો અને ભૂતપૂર્વ સાંસદોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારો કર્યો છે. સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર આ સુધારેલ પગાર ધોરણ 1 એપ્રિલ, 2023 થી લાગુ થશે.
શેમાં, કેટલો વધારો?
કેન્દ્ર સરકારે સાંસદોના વેતન, ભથ્થા અને પેન્શનમાં કરેલા વધારા અગાઉ સંસદ સભ્યોને 1,00,000 રૂપિયા પગાર મળતો હતો તે હવે વધીને 1,24,000 રૂપિયા મળશે. વેતનની જેમ દૈનિક ભથ્થામાં પણ 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યો છે. ભૂતપૂર્વ સંસદસભ્યો માટે માસિક પેન્શન 25,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, વધારાનું પેન્શન પહેલા દર મહિને 2,000 રૂપિયા હતું. જે વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Kunal Kamra ના વિવાદ પર ઉદ્ધવ ઠાકરેનું આ મોટું નિવેદન
છેલ્લો ફેરફાર ક્યારે થયો હતો?
આ સુધારો સંસદના વર્તમાન બજેટ સત્ર દરમિયાન કરવામાં આવ્યો છે. સાંસદોના પગાર, ભથ્થાં અને પેન્શનમાં છેલ્લે એપ્રિલ 2018માં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ વધારાનો લાભ 543 લોકસભા સાંસદો, 245 રાજ્યસભા સાંસદો અને ઘણા ભૂતપૂર્વ સાંસદોને પેન્શનના સ્વરૂપે મળશે. પગાર અને ભથ્થાં ઉપરાંત, સેવારત સાંસદો અન્ય અનેક લાભો પણ સરકાર આપે છે. સાંસદોને તેમના મતવિસ્તારમાં કામ કરવા માટે દર મહિને 70,000 અને ઓફિસ ખર્ચ માટે દર મહિને 60,000નું મતવિસ્તાર ભથ્થું મળે છે. આમાં સ્ટાફનો પગાર, ફોન અને સ્ટેશનરીનો સમાવેશ થાય છે.
Increase in salaries, allowances and pensions of MPs
દર વર્ષે 34 હવાઈ મુસાફરીનો લાભઃ
સાંસદોને દર વર્ષે પોતાના અને પોતાના પરિવાર માટે 34 મફત હવાઈ મુસાફરીનો લાભ પણ મળે છે. તેમને કેટલીક જગ્યાએ ભાડા-મુક્ત રહેવાની સગવડ પણ મળે છે. જેઓ સત્તાવાર રહેઠાણ લેવા માંગતા નથી તેઓ માસિક રૂ. 2 લાખના આવાસ ભથ્થાનો દાવો કરી શકે છે. આ બધા ઉપરાંત, સાંસદોને બીજા ઘણા લાભો મળે છે. જેમાં 50000 યુનિટ મફત વીજળી, પરિવારના સભ્યો માટે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના હેઠળ આરોગ્ય સેવા કવરેજનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Delhi electricity rates : દિલ્હીવાસીઓને મોટો ઝટકો,ખિસ્સા પર વધશે ભાર