Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GOA Case Update: પુત્રની હત્યા પહેલા Instagram પર આપ્યો ખાસ સંદેશ

GOA Case Update: હાલમાં, દેશભરમાં સુચના સેઠ અને તેના પુત્રનો મામલો ચર્ચિત છે. કારણ કે... સુચના શેઠએ પોતાના 4 વર્ષના પુત્રની હત્યા કરી હતી. ત્યારે એક માતા પોતાના જ માસૂમ બાળકને કેવી રીતે મારી શકે, આ સવાલ લોકો સોશિયલ મીડિયા...
goa case update  પુત્રની હત્યા પહેલા instagram પર આપ્યો ખાસ સંદેશ

GOA Case Update: હાલમાં, દેશભરમાં સુચના સેઠ અને તેના પુત્રનો મામલો ચર્ચિત છે. કારણ કે... સુચના શેઠએ પોતાના 4 વર્ષના પુત્રની હત્યા કરી હતી. ત્યારે એક માતા પોતાના જ માસૂમ બાળકને કેવી રીતે મારી શકે, આ સવાલ લોકો સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે.

Advertisement

તે દરમિયાન પોલીસે આ કેસમાં નવો ખુલાસો કર્યો છે. ત્યારે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેણી તેના પુત્ર સાથે એકલિ રહેતી હતી. ત્યારે એક દિવસ તેના પૂર્વ પતિને તેના પુત્રને મળવા નહીં દેવાના ગુસ્સામાં તેણીએ માસૂમ પુત્રની હત્યા કરી હતી.

GOA Case Update

GOA Case Update

Advertisement

સુચના શેઠની પૂર્વ પતિ પાસેની માંગણી

પોલીસ અહેવાલ અનુસાર, તેણી તેના પતિ પાસેથી દર મહિને 2.5 લાખ રૂપિયાનું ભથ્થું ઇચ્છતી હતી. હાલ આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. આરોપી મહિલાને 6 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવી છે. તેની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, સુચના તેના પતિ વેંકટરમણ પાસેથી દર મહિને 2.5 લાખ રૂપિયાનું ભરણપોષણ ભથ્થું મેળવવા માંગતી હતી.

તેણે કહ્યું કે તેના પતિની વાર્ષિક આવક 1 કરોડ રૂપિયાથી વધુ છે. તેણે વેંકટરમણ પર તેની શારીરિક સતામણી કરવાનો આરોપ પણ લગાવ્યો છે. આ મામલે કોર્ટમાં સુનવાણી દરમિયા વોટ્સએપ મેસેજ અને તસવીરો પણ જમા કરાવી હોવાનું જાણવા મળે છે.

Advertisement

પુત્રની હત્યા પહેલા Instagram પર આપવામાં આવ્યો ખાસ સંદેશ

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પોતાના પુત્રની હત્યા કરતા પહેલા સુચનાએ Instagram પર એક શાતિર ગુનેગારની જેમ ખાસ મેસેજ આપ્યો હતો. તેણે લખ્યું what will happen. આ પછી, તેણી તેના માસૂમ પુત્રને ઉત્તર ગોવાના એક એપાર્ટમેન્ટમાં લઈ ગઈ અને તેની નિર્દયતાથી હત્યા કરી. આ ઘટનાના સમયે બાળકના પિતા વેંકટરમણ ઈન્ડોનેશિયામાં હતા.

જો કે તેણીના પતિ પર લગાડવામાં આવેલ શારીરિક આરોપોને કોર્ટે નકારી કાઢ્યા હતા. ત્યારે કોર્ટે સુચનાને તેના પતિના ઘરે જવા પર અને તેના પતિ સાથે વાત કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે સુચના શેઠને તેના પુત્રની કસ્ટડી આપવામાં આવી હતી. ત્યારે તેણીનો પૂર્વ પતિ તેના પુત્રને ના મળી શકે, તેથી ગુસ્સામાં આવીને તેણીએ તેના માસૂમ બાળકની હત્યા કરી હતી.

બંનેએ Love Marriage કર્યા હતા

આ કેસની તપાસમાં સામે આવ્યું છે કે વેંકટરામણ અને સુચનાએ Love Marriage કર્યા હતા અને તેઓ બેંગલુરુમાં રહેતા હતા. બંનેને વર્ષ 2019 માં એક પુત્ર પણ થયો હતો. આ પછી બંને વચ્ચે મતભેદ થયો અને કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ થયો. કોર્ટે બાળકની કસ્ટડી માતાને આપી હતી પરંતુ પિતાને મળવાની મંજૂરી આપી હતી. હવે એ જ માતાએ બાળકની હત્યા કરી છે.

આ પણ વાંચો: GOA Case: એક માતાના સામાનમાંથી મળ્યો પુત્રનો મૃતદેહ

Advertisement

.