Global Business Summit 2024: મોદી સરકારે 10 કરોડ ફર્જી નામોને સરકારી કાગળો પર કર્યા રદ
Global Business Summit 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત Global Business Summit 2024 ને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં PM Modi એ ભારતી આર્થિક વિકાસ અને ભારતીય ભવિષ્યના માપદંડો પર પ્રકાશ પાડ્યો હતો.
- 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીથી આવ્યા બહાર
- PM Modi એ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
- ભવિષ્યને સુરક્ષિત કરવા માંગુ છું - PM Modi
10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીથી આવ્યા બહાર
ત્યારે આ કાર્યક્રમમાં PM Modi સંબોધન આપતા કહ્યું હતું કે, વિઘટન, વિકાસ અને વૈવિધ્યકરણની ચર્ચા વચ્ચે આ ભારતનો સમય છે. ભારત પર વિશ્વનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. આ તે સમય છે જ્યારે આપણો આર્થિક વિકાસ સતત વધી રહ્યો છે અને રાજકોષીય ખોડટ ઘટી રહી છે. આ સમય આવક વધારવા અને ગરીબી ઘટાડવાનો છે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
PM Modi એ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
PM Modi એ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસ સરકારના સમયથી 10 કરોડ એવા નામ કાગળો પર દેખાઈ રહ્યા છે જે નકલી લાભાર્થીઓ હતા. જે લાભાર્થીઓ જન્મ્યા પણ ન હતા. મોદી સરકારે કાગળોમાંથી આવા 10 કરોડ નકલી નામો કાઢી નાખ્યા છે. દેશમાં જ્યારે 1 રૂપિયો નીકળે છે ત્યારે 15 પૈસા સુધી પહોંચે છે. ત્યારે જો 1 રૂપિયો નીકળી જાય તો 100 પૈસા પહોંચે છે.
ભવિષ્યને સુરક્ષિત કરવા માંગુ છું - PM Modi
પોતાના સંબોધનમાં PM Modi એ કહ્યું કે મારા જવા પહેલા હું ભારતની ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવા માંગુ છું. હું એવા રાજકારણથી દૂર છું જ્યાં 4 વધારાના મત માટે તિજોરી ખાલી થઈ જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજકીય ક્ષેત્રે મારો વિકાસ હાંસલ કરવાનો અભિગમ અલગ છે.
આ પણ વાંચો: Balasaheb Thakre: રાજ ઠાકરે બાળાસાહેબને ભારત રત્ન આપવાની સરકારને કરી માંગ