Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi માં 503 રૂપિયામાં ગેસ સિલિન્ડર! યોજનાની વિગતો અંગે લોકસભામાં મંત્રીનો ખુલાસો

દેશમાં 14 કિલોન ઘરેલું ગેસ સિલિન્ડર 503 રૂપિયામાં મળે છે. માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું કે, PM ઉજ્જવલા યોજના હેઠળ સરકાર 803 રૂપિયાની કિંમતનો ઘરેલું LPG સિલિન્ડર 503 રૂપિયામાં આપી રહી છે.
delhi માં 503 રૂપિયામાં ગેસ સિલિન્ડર  યોજનાની વિગતો અંગે લોકસભામાં મંત્રીનો ખુલાસો
Advertisement
  • 14.2 કિલોનું ઘરેલું ગેસ સિલિન્ડર 503 રૂપિયામાં ઉપલબ્ધ
  • 10 કરોડથી વધુ પરિવારોને મળે છે સબસિડીવાળા સિલિન્ડર
  • આંતરરાષ્ટ્રીય બજારમાં LPGની કિંમતમાં 63 ટકાનો વધારો

LPG Gas Cylinder : દેશમાં 14 કિલોન ઘરેલું ગેસ સિલિન્ડર 503 રૂપિયામાં મળે છે. માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું કે, PM ઉજ્જવલા યોજના હેઠળ સરકાર 803 રૂપિયાની કિંમતનો ઘરેલું LPG સિલિન્ડર 503 રૂપિયામાં આપી રહી છે.

Advertisement

દેશમાં 14.2 કિલોનું ઘરેલું ગેસ સિલિન્ડર 503 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ માહિતી કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ લોકસભામાં આપી હતી. તેમણે કહ્યું કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ 10 કરોડથી વધુ પરિવારોને 503 રૂપિયામાં સબસિડીવાળા સિલિન્ડર મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દેશમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 1 માર્ચે ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયાનો વધારો કર્યો હતો. ઓગસ્ટ 2024થી ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 803 રૂપિયા, કોલકાતામાં 829 રૂપિયા અને મુંબઈમાં 802.50 રૂપિયા છે.

Advertisement

આ પણ વાંચો : PM Modi foreign trip : ત્રણ વર્ષમાં કેટલી વાર વિદેશ પ્રવાસે ગયા PM મોદી, કેટલો ખર્ચ થયો ? જાણો વિગતે

Advertisement

ભારત 60 ટકા ગેસની આયાત કરે છે

લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રાજ્યમંત્રી સુરેશ ગોપીએ લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ભારત તેના સ્થાનિક LPG વપરાશના લગભગ 60 ટકા આયાત કરે છે. દેશમાં LPGની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં LPGની કિંમતમાં 63 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, સરકાર પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સસ્તા દરે ગેસ સિલિન્ડર આપી રહી છે.

કેટલીક રાજ્ય સરકારો આપી રહી છે સબસિડી

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સરકાર ઓગસ્ટ 2023થી 903 રૂપિયાનો ગેસ સિલિન્ડર 503 રૂપિયામાં આપી રહી છે. મંત્રીએ વધુમાં કહ્યું કે 14.2 કિલોનું ઘરેલું ગેસ સિલિન્ડર આજે 803 રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આ સિલિન્ડર 503 રૂપિયામાં મળી રહ્યું છે. દેશભરમાં 10.33 કરોડથી વધુ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. આ સિવાય કેટલીક રાજ્ય સરકારો LPG રિફિલ પર વધારાની સબસિડી આપી રહી છે.

આ પણ વાંચો :  Rajasthan University : હવે કુલપતિને કુલગુરુ કહેવામાં આવશે, ભાજપના નેતાઓએ 'પતિ' શબ્દ સામે ઉઠાવ્યો હતો વાંધો

Tags :
Advertisement

Trending News

.

×