Chhattisgarh માં સામુહિક દુષ્કર્મનો મામલો, ત્રણ આરોપીઓની ધરપકડ
- છત્તીસગઢના અંબિકાપુરમાં સામૂહિક દુષ્કર્મનો મામલો
- ગુનાની કહાની સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ
- આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી
Gang rape in Chhattisgarh : છત્તીસગઢના અંબિકાપુરમાં 15 વર્ષની છોકરી પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. તે પણ પૂરા 4 દિવસ સુધી. જ્યારે રડતી પીડિતાએ તેના પરિવારને પોતાની આપવિતી જણાવી, ત્યારે તેઓ તેને પોલીસ સ્ટેશન લઈ ગયા. સગીર પર થયેલા ગુનાની કહાની સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ.
પીડિતાએ પરિવારને આપવિતી જણાવી
છત્તીસગઢના અંબિકાપુરમાં, એક સામુહિક દુષ્કર્મનો મામલો બહાર આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અહીં એક સગીર છોકરી તેના બોયફ્રેન્ડના કહેવા પર તેને મળવા પહોંચી હતી પરંતુ તેને ખબર નહોતી કે ત્યાં તેની સાથે શું થવાનું છે. જ્યારે તેણી તેના બોયફ્રેન્ડને મળી ત્યારે તેણીના બોયફ્રેન્ડના બે મિત્રો પણ ત્યાં હાજર હતા. પછી આ ત્રણેય જણાએ ભેગા મળી સતત ચાર દિવસ સુધી આ છોકરી પર દુષ્કર્મ આચર્યુ. દુષ્કર્મ આચર્યા બાદ તેઓએ તેણીને ધમકી પણ આપી કે જો તેણીએ આ વિશે કોઈને પણ જણાવ્યું તો તેઓ તેણીને મારી નાખશે. કોઈક રીતે હિંમત ભેગી કરીને, પીડિતાએ તેના પરિવારના સભ્યોને પોતાની આપવિતી જણાવી.
ક્રૂરતાની આ કહાની સાંભળી પોલીસ પણ સ્તબ્ધ થઈ
પરિવાર તેની આપવિતી સાંભળી સ્તબ્ધ રહી ગયો અને તેને પોલીસ સ્ટેશન લઈ ગયો. ક્રૂરતાની આ કહાની સાંભળીને પોલીસ પોતે પણ સ્તબ્ધ થઈ ગઈ. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અને આ કેસમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાંથી એક સગીર છે. પોલીસ આ કેસમાં ત્રણેય સામે કેસ નોંધીને વધુ કાર્યવાહી કરી રહી છે. સામુહિક દુષ્કર્મની ઘટનાને કારણે વિસ્તારના લોકોમાં ભારે રોષ છે.
બોયફ્રેન્ડના બે મિત્રોએ યુવતી સાથે બળજબરી કરી
સગીર છોકરી પર સામૂહિક દુષ્કર્મની આ ઘટના દારીમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસે જણાવ્યું કે, યુવતીને તેના પ્રેમીએ મળવા બોલાવી હતી. આ દરમિયાન પહેલાથી જ હાજર તેણીના બોયફ્રેન્ડના બે મિત્રોએ યુવતી સાથે બળજબરી કરી હતી. યુવતીને માર મારવામાં આવ્યો, ધમકી આપી અને બંધક બનાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યુ. આરોપીઓએ તેનો વીડિયો પણ બનાવ્યો. ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને ચાર દિવસ સુધી એક પછી એક તેના પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Auraiya માં હત્યા, લગ્નના 15 દિવસ પછી પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની સોપારી આપી
પોલીસમાં ફરિયાદ
આ ઘટનાથી ગભરાયેલી છોકરીએ હિંમત ભેગી કરી પરિવારને જણાવ્યું ત્યારબાદ પરિવાર તેને પોલીસ સ્ટેશન લઈ ગયો, જ્યાં આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી. આ પછી, પોલીસે કાર્યવાહી કરી અને ત્રણેય ગુનેગારોને પકડી લીધા. પોલીસને આપેલા નિવેદનમાં, છોકરીએ જણાવ્યું કે, આરોપીઓએ તેનો વીડિયો પણ બનાવ્યો છે અને તેને ધમકી આપી હતી કે જો તે કોઈને કંઈ કહેશે તો તેઓ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. બદનામીના ડરથી, છોકરીએ ચાર દિવસ સુધી કંઈ કહ્યું નહીં અને તેઓએ તેની સાથે દુષ્કર્મ આચરવાનુ ચાલુ રાખ્યુ.
પરિવારને આખી વાત કહી
પોલીસે જણાવ્યું કે, પીડિત છોકરી આરોપીઓની ધમકીઓથી ડરી ગઈ હતી, જેના કારણે તે કંઈ કહી શકતી ન હતી. આખરે, જ્યારે પરિવારે તેણીને તેના ડરનું કારણ પૂછ્યું, ત્યારે છોકરીએ હિંમત બતાવી અને ઘટનાની આખી વાત તેના પરિવારને કહી, ત્યારબાદ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આરોપીઓની ઓળખ થયા પછી, તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કર્યા પછી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : શિંદે પર ટિપ્પણી વિવાદ મામલે Kunal Kamra નું સ્પષ્ટ નિવેદન - "હું માફી નહીં માંગું!"