ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Supreme Court: અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે કંઈ પણ બોલો: રણવીરને SCની ટકોર

સુપ્રીમ કોર્ટે રણબીર અલ્હાબાદિયાને આપી રાહત રણવીરે એક બાંયધરી આપવી પડશે રણવીર વિદેશ જઈ શકતો નથી  Ranveer Allahbadia'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' કેસને કારણે ચર્ચામાં આવેલા યુટ્યુબર અને પોડકાસ્ટ હોસ્ટ રણવીર અલ્લાહબાદિયાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત(Supreme Court On Ranveer Allahbadia) આપી...
03:57 PM Mar 03, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
Ranveer Allahbadia

 Ranveer Allahbadia'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' કેસને કારણે ચર્ચામાં આવેલા યુટ્યુબર અને પોડકાસ્ટ હોસ્ટ રણવીર અલ્લાહબાદિયાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત(Supreme Court On Ranveer Allahbadia) આપી છે.કોર્ટે 'ધ રણવીર શો' ચાલુ રાખવાની પરવાનગી આપી છે.આ સાથે સુપ્રીમ કોર્ટે(Supreme Court ) શો પ્રકાશિત કરતી વખતે શિષ્ટાચારનું પણ ધ્યાન રાખવાની સૂચના આપી છે. કોર્ટે એક શરત મૂકી છે કે રણવીરે એક બાંયધરી આપવી પડશે જેમાં તે ખાતરી કરશે કે તેના શોમાં નૈતિક સ્તર જળવાઈ રહે જેથી તમામ ઉંમરના દર્શકો તેને જોઈ શકે. સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી કે આ રાહત એટલા માટે આપવામાં આવી છે કારણ કે 280લોકોની આજીવિકા આ ​​શો સાથે જોડાયેલી છે.

શો પર 280 કર્મચારીઓનું ગુજરાન નિર્ભર

અલ્હાબાદિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પ્રતિબંધના આદેશમાં સુધારો કરવાની માંગ કરતાં જણાવ્યું હતું કે, 'આ શો સાથે 280 કર્મચારીઓ જોડાયેલા છે. તેમનો જીવનનિર્વાહ આ શોથી જ ચાલી રહ્યો છે. આ તેમના જીવનનિર્વાહનો પ્રશ્ન છે, હું તો સેલિબ્રિટીઓના ઈન્ટરવ્યુ પણ લઉ છું.'

આ પણ  વાંચો -Himani Narwal Murder Case : 'કિલર' ની ધરપકડ સાથે આવ્યો કેસમાં નવો વળાંક

અભદ્ર ભાષાનો ઉપયોગ તમારી પ્રતિભા દર્શાવતુ નથી

સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું કે, 'એક વ્યક્તિ છે જે હાલ 75 વર્ષનો છે. તે એક હાસ્ય શો કરે છે. જેને આખો પરિવાર સાથે મળીને જોઈ શકે છે. આ એક પ્રતિભા છે. અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો પ્રતિભા નથી. એવા ઘણા હાસ્ય કલાકારો છે, જે સારા વ્યવહાર મારફત ટીકાઓ, ટીખળ કરતાં હોય છે. સરકારની ટીકા પણ સારા શબ્દોમાં કરી લોકોને મનોરંજન પૂરુ પાડતા હોય છે. તમારી પાસે વાણી સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે, એટલે તેનો અર્થ એ નથી કે, તમે કંઈ પણ બોલો. આ શો તમામ વયજૂથના લોકો જુએ છે. બાળકો, બહેન-દિકરી,માતા-પિતા તમામ લોકો આ શો જુએ છે. હાસ્ય અને મનોરંજન માટે રચનાત્મક્તા અને પ્રતિભા જરૂરી છે. અભદ્ર ભાષા નહીં.'

આ પણ  વાંચો -કોંગ્રેસ પ્રવક્તાની જીભ લપસી! ટીમ ઈન્ડિયાના કેપ્ટન Rohit Sharma ને કહ્યો 'જાડો'

આસામ પોલીસે બોલાવ્યા પણ હાજર થયા નહીં

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે, 'તે માત્ર અશ્લીલ જ નથી પરંતુ વિકૃત છે. મેં આ શો જોયો છે અને હું પૂરી જવાબદારી સાથે કહું છું કે એટર્ની જનરલ અને હું એક સાથે મળી આ શો જોઈ શકીએ નહીં. આસામ પોલીસે આ મામલે અલ્હાબાદિયાને બોલાવ્યો, પણ તે હાજર થયો નહીં. જસ્ટિસ કાંતે કહ્યું કે કેટલાક લોકો એવા છે જે અભિવ્યક્તિની સ્વતંત્રતા વગેરે પર લેખ લખી રહ્યા છે. અમે જાણીએ છીએ કે તેમને કેવી રીતે હેન્ડલ કરવાં. દરેક મૂળભૂત અધિકાર પછી ફરજ આવે છે. અને પ્રતિબંધો પણ હોય છે.'

Tags :
ranveer allahabadia newsRanveer AllahbadiaSupreme Court Allows the ranveer show