Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બહરાઈચના 35 ગામડાંઓમાં દહેશત મચાવનારા ચોથા માનવભક્ષી વરૂને પકડી લેવાયો, 2 ની શોધખોળ ચાલુ

માનવભક્ષી વરુઓનો આતંક: બહરાઈચના 35 ગામડાઓમાં ભયનો માહોલ બહરાઈચના ગ્રામજનોના જીવને ખતરો: 6 માનવભક્ષી વરુઓની હલચલ 4 વરુઓ પકડાઈ ચૂક્યા છે, જ્યારે 2 વરુઓની શોધખોળ ચાલુ વરુઓના હુમલાથી ડરીને રાતે જાગતા રહે છે ગામવાસીઓ Wolf Caught : ઉત્તર પ્રદેશના...
બહરાઈચના 35 ગામડાંઓમાં દહેશત મચાવનારા ચોથા માનવભક્ષી વરૂને પકડી લેવાયો  2 ની શોધખોળ ચાલુ
  • માનવભક્ષી વરુઓનો આતંક: બહરાઈચના 35 ગામડાઓમાં ભયનો માહોલ
  • બહરાઈચના ગ્રામજનોના જીવને ખતરો: 6 માનવભક્ષી વરુઓની હલચલ
  • 4 વરુઓ પકડાઈ ચૂક્યા છે, જ્યારે 2 વરુઓની શોધખોળ ચાલુ
  • વરુઓના હુમલાથી ડરીને રાતે જાગતા રહે છે ગામવાસીઓ

Wolf Caught : ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના 35 ગામડાઓમાં માનવભક્ષી વરુઓનો આતંક ફેલાઈ ગયો છે. આ ગામોમાં લોકોએ રાતભર જાગીને પરિવારની સુરક્ષા માટે મથામણ કરી છે. વન વિભાગ દ્વારા સલામતી માટે લોકોને ચેતવણી આપવામાં આવી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં 6 વરુઓનું ટોળું છે, જેમાંથી 4 વરુઓ પકડાઈ ચૂક્યા છે, જ્યારે 2 વરુઓની શોધખોળ ચાલુ છે.

Advertisement

વન વિભાગની કામગીરી અને ગામવાસીઓની સ્થિતિ

માનવભક્ષી વરુઓ (Wolf) ને પકડવા માટે 5 ફોરેસ્ટ ડિવિઝનના 25 જેટલી ટીમો કામે લાગી છે, જેમાં બહરાઈચ, કટાર્નિયાઘાટ વાઈલ્ડલાઈફ, શ્રાવસ્તી, ગોંડા, અને બારાબંકીનો સમાવેશ થાય છે. પરિસ્થિતિ એટલી જટિલ બની ગઈ છે કે હવે વરુઓએ ગામડાઓમાં પ્રવેશ મેળવીને ભારે હલચલ મચાવી છે. બહરાઈચના DFOના મતે, વરુઓની સંખ્યા 6 છે, પરંતુ ગ્રામજનોનું માનવું છે કે વરુઓની સંખ્યા 2 ડઝન છે.

Advertisement

ગામવાસીઓની રાત-રાત ચૌકસી અને ધારાસભ્યના પ્રયાસો

ગામવાસીઓમાં ભયનો માહોલ એટલો ફેલાઈ ગયો છે કે તેઓ રાતના સમયે વરુઓ (Wolf) ગામમાં ન આવે તો માટે ચૌકસી કરી રહ્યા છે. બાળકો અને પરિવારના સભ્યોને રાતે ઘરની બહાર ન નીકળવા કહેવામાં આવી રહ્યું છે. ગ્રામજનોને મદદ કરવા માટે મહેસી સીટના ધારાસભ્ય સુરેશ્વર સિંહે પોતાના સમર્થકો સાથે લાયસન્સવાળી બંદૂક લઈને વરુઓની શોધમાં નીકળી ગયા છે. સુરેશ્વર સિંહે જણાવ્યુ છે કે, તેઓ આ કાર્ય લોકોમાં વિશ્વાસ વધારવા માટે કરી રહ્યા છે અને કાયદો પોતાના હાથમાં લેવાનો એમનો ઉદ્દેશ્ય નથી.

વરુઓના હુમલાઓ અને ગ્રામજનોની આફત

આંતકની શરૂઆત ઔરાહી ગામમાંથી થઈ હતી, જ્યાં 7 વર્ષના ફિરોઝ અને રાહુલ નામના બાળકો પર વરુઓએ હુમલો કર્યો હતો. આ બંને ઘટનામાં વરુઓએ ઘરમાં ઘુસીને બાળકોને ખેંચી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગના અધિકારીઓએ વરુઓના DNA સેમ્પલ પણ લીધા છે, જેથી આક્ષેપોનું નિરાકરણ કરી શકાય.

Advertisement

ફરીથી બેદરકારી ન રાખવા વિનંતી

લોકોએ પોતાનું અને પરિવારનું રક્ષણ કરવા માટે સાવધાની રાખવી જરૂરી છે. આ વિસ્તારમાં હજુ પણ વરુઓનો ખતરો મંડરાઇ રહ્યો છે, અને વન વિભાગ દ્વારા સાવચેત રહેવાની અને વરુ દેખાય તો તુરંત જ જાણ કરવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો:  UP : Lion અને Tiger કરતાં પણ વધુ ખતરનાક થયા Wolves, દોઢ મહિનામાં 7 ના મોત...

Tags :
Advertisement

.