Uttarakhand : ચારધામ યાત્રા માટે 4 મહત્વપૂર્ણ માહિતી, રજીસ્ટ્રેશનથી લઈને ટોકન સિસ્ટમ સુધી, આ નિયમો ખૂબ જ ઉપયોગી થશે
- ઉત્તરાખંડમાં 30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ થશે
- રજીસ્ટ્રેશન ગઈકાલથી શરૂ થઈ ગયું છે
- પહેલા જ દિવસે 1.65 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ
Chardham Yatra : ઉત્તરાખંડની ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચાર ધામ એટલે કે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા 30 એપ્રિલથી શરૂ થશે, જેના માટે ગુરુવારથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ચારધામ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક બાબતો જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
1. રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ
ચારધામ યાત્રા માટે ઓનલાઈન અથવા ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. આ વિના તમે ચારધામની યાત્રા કરી શકતા નથી. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે, તમે registrationandtouristcase.uk.gov.in પર જઈને આધાર કાર્ડની મદદથી રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ઑફલાઇન રજિસ્ટ્રેશન માટે હરિદ્વાર અને ઋષિકેશમાં કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ગાઝિયાબાદના લોનીમાં ભાજપના MLAની પોલીસને ધમકી, જો તમારી માનું દૂધ.........!!!
2. દર્શન માટે ટોકન આપવામાં આવશે
ઉત્તરાખંડના પ્રવાસન સચિવ કુર્વેના જણાવ્યા અનુસાર, સરકાર ભીડને કાબૂમાં રાખવા માટે ટોકન સિસ્ટમ શરૂ કરશે. આ નિયમ હેઠળ, રજીસ્ટ્રેશન પછી, તમામ શ્રદ્ધાળુઓને એક ટોકન આપવામાં આવશે, જેમાં દર્શનનો સમય અને તારીખનો ઉલ્લેખ કરવામાં આવશે. આનાથી ભક્તોને દર્શન કરવામાં સરળતા રહેશે અને ભીડને નિયંત્રિત કરવામાં વહીવટીતંત્રને મદદ મળશે.
3. વાહનોની ત્રણ વખત તપાસ કરવામાં આવશે
ચારધામ યાત્રા માટે જતા વાહનોનું ત્રણ સ્થળોએ ચેકિંગ કરવામાં આવશે. ખાસ કરીને બહારના રાજ્યોમાંથી આવતા વાહનોને ઉત્તરાખંડ બોર્ડર પર ચેકિંગ કરાવવું પડશે. ઉત્તરાખંડ સરકારે બહારથી આવતા વાહનોનું રજીસ્ટ્રેશન પણ ફરજીયાત કર્યું છે. રજીસ્ટ્રેશન વગર વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં. જે વાહનોનું રજીસ્ટ્રેશન નથી તે ઋષિકેશમાં જ રોકી દેવામાં આવશે.
4. હેલિકોપ્ટર બુકિંગ શરૂ થયું
ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. હેલિકોપ્ટર બુક કરવા માટે, ભક્તો heliyatra.irctc.co.in ની મુલાકાત લઈ શકે છે. તે જ સમયે, ઉત્તરાખંડ સરકારે મુસાફરી સંબંધિત માહિતી માટે કેટલાક નંબરો જારી કર્યા છે. ટોલ-ફ્રી નંબર – 01351364, 01352559898, 01352552627
આ પણ વાંચો : UP : હડકાયો કુતરો જે ગાયને કરડ્યો, તેનુ જ દુધ પી ગઈ એક મહિલા...પછી થયુ મોત