દેશના ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
સમગ્ર દેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દિલ્હી-NCR માં શુક્રવાર (28 જુલાઈ)થી થઈ રહેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પડી રહેલા વરસાદને કારણે અહીં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે હજુ બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ સાથે IMDએ શનિવારે (29 જુલાઈ) હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જાણો અન્ય રાજ્યોને લઈને હવામાન વિભાગે શું આગાહી કરી છે.
આજે કયાં કયાં પડશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, કોંકણ અને ગોવામાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય મહારાષ્ટ્ર, પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કર્ણાટકમાં તોફાની વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે શનિવારે ઉત્તરાખંડના દેહરાદૂન, બાગેશ્વર અને ચમોલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે સમગ્ર રાજ્યમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર રાજ્યમાં 29 થી 31 જુલાઈ દરમિયાન ભારે વરસાદ માટે યલો એલર્ટ છે. આ સાથે જ ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી વીજળી અને મુશળધાર વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં પણ વરસાદની પ્રક્રિયા ફરી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે રાજ્યના 50 થી વધુ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરી છે. આ સાથે જ યુપીના 32 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીર ભારે વરસાદની સંભાવના
IMD અનુસાર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પૂર્વ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં પણ શનિવારે ભારે વરસાદ પડશે. આ સિવાય તમિલનાડુ, પુડુચેરીના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. ઝારખંડ અને મેઘાલયમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ પડશે.
આ પણ વાંચો -NARGIS MURDER CASE : નરગીસનો ઇનકાર… રાક્ષસ બન્યો ઈરફાન, ક્રૂરતાથી હત્યાની હકીકત જાણી ચોંકી જશો