ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Food Positioning : સ્કૂલમાં બિસ્કિટ ખાધા બાદ 153 વિદ્યાર્થીઓની તબિયત લથડી, 7 ની હાલત ગંભીર

બિસ્કિટ ખાધા પછી 250 વિદ્યાર્થીને થયું ફૂડ પોઈઝનિંગ મહારાષ્ટ્રમાં સ્કૂલમાં બિસ્કિટ ખાતાં જ થવા લાગી ઊલટી 250 થી વધુ બાળકોની તબિયત ખરાબ, સાતની હાલત નાજૂક મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી ફૂડ પોઈઝનિંગ (Food Positioning)ની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે....
09:14 PM Aug 18, 2024 IST | Dhruv Parmar
  1. બિસ્કિટ ખાધા પછી 250 વિદ્યાર્થીને થયું ફૂડ પોઈઝનિંગ
  2. મહારાષ્ટ્રમાં સ્કૂલમાં બિસ્કિટ ખાતાં જ થવા લાગી ઊલટી
  3. 250 થી વધુ બાળકોની તબિયત ખરાબ, સાતની હાલત નાજૂક

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી ફૂડ પોઈઝનિંગ (Food Positioning)ની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં પોષણ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવેલ બિસ્કીટ ખાધા બાદ જિલ્લા પરિષદ શાળાના 250 જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. જેમાંથી 80 જેટલા વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મેડિકલ ઓફિસરે કહ્યું...

એક મેડિકલ ઓફિસરે જણાવ્યું કે શનિવારે સવારે 8:30 વાગ્યાની આસપાસ બિસ્કિટ ખાધા બાદ 257 વિદ્યાર્થીઓમાં ફૂડ પોઈઝનિંગ (Food Positioning) જેવા લક્ષણો જોવા મળ્યા. તેમાંથી 153 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકને સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. કુલ સાત વિદ્યાર્થીઓમાં ગંભીર લક્ષણો હતા, તેથી તેમને વધુ સારવાર માટે છત્રપતિ સંભાજીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાકીના બાળકોની હાલત સ્થિર છે.

આ પણ વાંચો : Kolkata Doctor Murder Case : સોલ્ટ લેક સ્ટેડિયમની બહાર ઉગ્ર વિરોધ, પોલીસે કર્યો લાઠીચાર્જ...

સ્કૂલમાં બિસ્કિટ ખાતાં જ થવા લાગી ઊલટી...

એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, કેકેટ જલગાંવ ગામની શાળામાં શનિવારે સવારે લગભગ 8.30 વાગ્યે બિસ્કિટ ખાધા પછી બાળકોને ઉબકા અને ઉલ્ટી થવા લાગી. સરકારી શાળામાં કુલ 296 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ અંગેની માહિતી મળતાં જ ગામના વડા અને અન્ય અધિકારીઓ તાત્કાલિક શાળાએ પહોંચ્યા અને બાળકોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરી. ફૂડ પોઈઝનિંગ (Food Positioning)ના કારણો તપાસ હેઠળ છે.

આ પણ વાંચો : Jharkhand Politics : ચંપાઈ સોરેનનો બળવો, નારાજગી વ્યક્ત કરી, કહ્યું- વિકલ્પ શોધવાની ફરજ પડી...

મધ્યાહન ભોજન યોજના પર સવાલો...!

નોંધનીય છે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ રાજ્યની 86,000 શાળાઓમાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 1.12 કરોડથી વધુ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવામાં આવે છે. આ વિદ્યાર્થીઓને બુધવાર કે શુક્રવારે બાફેલા ઈંડા અથવા ઈંડાની બિરયાની અથવા ઈંડા પુલાવ આપવામાં આવે છે.

આ પણ વાંચો : કોલકાતા રેપ-મર્ડર કેસ, Supreme Court એ સુઓમોટો લીધો, 20 ઓગસ્ટે થશે સુનાવણી

Tags :
​Chhatrapati Sambhajinagarfood poisoningGujarati NewsIndiaMaharashtraMaharashtra Accidentmid day mealNational
Next Article