Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેડકાંની પાંચ શેરી Coalition of opposition parties-a daydream

દરેક ભારતીય જન્મે છે એની સાત જ સેકન્ડમાં એની સામે પ્રશ્નો આવીને ઊભા રહી જાય છે. રાત્રે પાર્લેજી બિસ્કુટ બોર્નવીટામાં બોળી ખાતાં ખાતાં માને પૂછે છે કે: બ્રિટનની મહારાણીના પૌત્રનો પૌત્ર કોહિનૂર હીરો ક્યારે પાછો આપશે? અર્ધી રાત્રે સૂસૂ કરવા...
દેડકાંની પાંચ શેરી coalition of opposition parties a daydream

દરેક ભારતીય જન્મે છે એની સાત જ સેકન્ડમાં એની સામે પ્રશ્નો આવીને ઊભા રહી જાય છે. રાત્રે પાર્લેજી બિસ્કુટ બોર્નવીટામાં બોળી ખાતાં ખાતાં માને પૂછે છે કે: બ્રિટનની મહારાણીના પૌત્રનો પૌત્ર કોહિનૂર હીરો ક્યારે પાછો આપશે? અર્ધી રાત્રે સૂસૂ કરવા ઊઠે ત્યારે એ પ્રેશર વધારે હોય છે કે દાઉદ ઇબ્રાહિમ ભારત પાછો ક્યારે આવશે? પાનના ગલ્લે બીડી પીતાં પીતાં કે વિમલની પડીકીમાં તમાકુ ભેળવતાં ભેળવતાં ગંભીર ચર્ચા કરશે કે-2024માં મોદીને કોઈ હરાવી શકશે?અને હરાવી શકે તો કોણ હરાવી શકશે?

Advertisement

શટલ રિક્ષામાં બેઠાં બેઠાં ય એ યક્ષ પ્રશ્ન ચર્ચતો હશે કે-મોદીનો વિકલ્પ કોણ?

આ શંભુમેળો કોઈ ભલીવાર લાવે એમ લાગતું નથી. તો બીજો નાગરિક બોલશે- ભઈ,હજી તમે શરદ પવારને જાણતા નથી? એ કિંગ મેકર છે. અને નિતિશકુમારને ય અંડર એસ્ટિમેટ ન કરાય. ક્યાંક નાગરિક મોદીના વિકલ્પ બાબતે ચર્ચા કરતા હશે કે-મોદીનો વિકલ્પ કોણ? રાહુલબાબા કે બાબા સહગલ? કેજરીવાલ કે ટોની કક્ક્ડ? ...... સવાલ અનેક છે પણ બેરોજગાર આશિકની પ્રપોઝલ પર 'વિચારીને જવાબ આપીશ"નું વલણ છે. રાહ જૂઓ..કોક તો નામ આવશે. ઊંટના લબડતા હોઠની શિયાળ 'હમણાં પડશે,હમણાં પડશે'ની જેમ રાહ જોતા મોદીને 2024માં રોકવાની ગડથલ કરી રહ્યા છે.

Advertisement

મોદીને હરાવવા છે પણ વડાપ્રધાન કોણ? અનેક ઉમેદવારો છે

ભલે કોંગ્રેસ લુપ્ત થતી પ્રજાતિ હોય તો ય કમલનાથ પહેલેથી જ બ્યૂગલ વગાડીને કહી ચૂક્યા છે:" રાહુલ ગાંધી આગામી વડાપ્રધાન હશે." પણ રાહુલ ગાંધી તો કહી જ ચૂક્યા છે- Unfortunately I am Member of Parliament. ..અને એમનો MP હોવાનો વસવસો કોર્ટે દૂર કરી દીધો. રાહુલ ગાંધી વડાપ્રધાનપદ માટેના ઉમેદવાર છે જ. એમની લાયકાત માટે શબ્દ પણ પાંગળો છે. આવો મહામાનવ દેશનું નેતૃત્વ કરે તો ? હશે,સ્વપ્ન જોવા પર પ્રતિબંધ થોડો છે?

Advertisement

કમલનાથ અને રાજેશ પાયલોટ કોંગ્રેસમાં રહીને મલ્લકુસ્તી કરી રહ્યા છે

છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ અને સિંઘદેવ વચ્ચે ક્લેશની વેબ સીરીઝ એની ચોથી સીઝનમાં ય હિટ થઈ ગઈ છે. નોર્થ ઈસ્ટમાં તો કોંગ્રેસ લુપ્ત થઈ જ ગઈ છે. વડાપ્રધાન પદ માટે ઝઘડવા બે ઉમેદવારો તો જોઈએ ને? રાહુલજીની પ્રાગૈતિહાસિક 'ભારત જોડ યાત્રા'માં જોડાવા વિપક્ષોને આમંત્રણ આપેલું પીએન 'અરે યાર,મારી બહેનના સસરાના ભણીયાના લગ્ન છે' જેવાં બહાનાં આપી અપયશ લેવાથી દૂર રહ્યા. મમતા બેનર્જી વિપક્ષી મોરચાના બીજા કોઈ વડાપ્રધાનનું નામ સહન કરી શકે? અખિલેશ યાદવના તો વોટ્સેપ ગ્રૂપમાં ય કોઈ જોડાય એમ લાગે છે? 2014 માં એમની પાર્ટી માત્ર એક જ સીટ પર જીતી તો ય કેજરીવાલ આશાવાડી છે કે ખૂટતી 271 સીટો એ જીતશે જ. એટ્લે તો મોદી હટાવો-ગઠબંધનથી એ દૂર છે.

અરવિંદ કેજરીવાલ. સ્વઘોષિત ઉમેદવાર

કહી શકાય કે લોર્ડ માઉંટબેટન ઈંગ્લેન્ડ પરત થયા એ ક્ષણથી દેશના વડા બનવાનું સ્વપ્ન જૂએ છે. જો કે એ સમયે એ બીજા અવતારમાં હશે પણ ગયા જન્મની એ અધૂરી વાસના પૂરી કરવા એ પ્રયત્ન કરે જ. મમતા બેનર્જી-મમતાદીદી એ તો ગઠબંધનમાં 'ફોઇ'ની ભૂમિકામાં હોય જ. વંડરદીદીએ 2021માં બીજેપીને યેનકેન પ્રકારે પ.બંગાળમાં મ્હાત આપી. ગઠબંધનમાં ઘણા એમને ભાવી વડાપ્રધાન માને છે પણ પ.બંગાળની બહાર એમને ચાઈનામાં જેટલા લોકો રાજગરાના શીરા વિષે જાણે છે એટલા લોકોય ઓળખતા નથી. માનો કે પ.બંગાળની તમામ 40 સીટ પર એ જીતે તો ય વડાપ્રધાન પદ માટે એ ઊંટના મોંમાં જીરા જેવુ જ સાબિત થાય. કોંગ્રેસ અને ટીએમસી સાથે હોય એ શકી જ નથી. બંને પક્ષ માટે વડાપ્રધાન પદ નોર્થ કોરિયાના કિંગ ઝોન ઊનને શાંતિનું નોબલ પ્રાઇઝ મળવા જેવુ કામ છે.

નિતિશકુમાર-સુશાસનબાબુ

એક વર્ષ પહેલા ભાજપ સાથે ગઠબંધન તોડ્યું ત્યારે એમની મંશા બહાર આવી કે:'મરાઠી જુનિયર નરેન્દ્ર મોદી વડાપ્રધાન આ તરીકે સફળ થાય તો હું ક્યાં પાછો પડું એવો છુ?' પણ JDUનો ઇતિહાસ છે કે એ એકલા હાથે ક્યારે ય ચૂંટણીમા કઇં ઉકાળી શક્યો નથી. 2014માં એ એકલા હાથે 38 સીટ પર ચૂંટણી લડેલા પણ માત્ર બે સીટ પર જ જીતી શકેલ. RJD સાથે ગઠબંધન એ રાજકારણમાં નૈતિક મૂલ્યોનો કઈ કક્ષાએ હ્રાસ થાય ઇનો ઉત્તમ દાખલો છે. નીતિશજી આગેવાની લઈ દેશના સમગ્ર વિરોધ પક્ષોને એક કરી 'મોદી હટાવો'ઝુંબેશ આદરી છે એ પવૈયાના ઘેર પારણું બંધાય એવો આશાવાદ છે. અખિલેશ યાદવને પણ સપનાં જોવાની છૂટ હોય જ ને? પણ માત્ર ત્રણ સાંસદોના જોરે વડાપ્રધાન બનવું એ આભાલાડુ છે. જેમણે પણ અખિલેશજીનું નામ ઉછાળ્યું છે એ એમનું નામ નહોઈ ઇજ્જત ઉછાળી છે.

શરદ પવાર તો પીએમ પદના ઉમેદવાર હોય જ. ..એ કિંગમેકર છે

એકલું NCP ક્યારે ય સત્તા પર આવ્યું નથી. ઉધ્ધવ ઠાકરે સાથે શિવસેના સાથે ગઠબંધન કર્યું પણ ઉધ્ધવ પાસેથી શિવસેના જ છીનવાઈ ગઈ. અલબત્ત,મહારાષ્ટ્રની ખેત સહકારી મંડળીઓ પર શરદ પાવર આણી કંપનીની મોનોપોલી હતી.એના પર જ એ પક્ષની ઊછળકૂદ હતી. હવે તો કોઓપરેટિવ ક્ષેત્રે પણ પવાર સાહેબ પાંગળા છે. અધૂરામાં પૂરું NCPમાં ભંગાણ પડ્યું. તો ય શરદ પવારની આશા નહીં જ તૂટે. ચંદ્રશેખરરાવ, સ્ટેલિન જેવા એંશી મુરતિયા છે. સામે ખુરશી એક છે.

હવે કોઈ તો કહો કે દેડકાની પાંચ શેરી જોખાય? ..તો ય વીર શેખચલ્લીઓ તોરમાં છે-જોશમાં છે

આ બાજુ વડાપ્રધાન મોદી જાપાન જાય કે ઓસ્ટ્રેલીયા,અમેરિકા જાય કે ઈજિપ્ત આંધીની જેમ લોકોના દિલમાં છવાઈ જાય છે. દેશમાં પીએન એ જ્યાં જ્યાં જાય ત્યાં 'મોદી જનતાના અને જનતા મોદીની' સ્પષ્ટ દેખાઈ આવે છે. વિપક્ષોના આઇક્યુ કે સમજશક્તિ કે દેશહિત વિષે ટીકા અસ્થાને છે કારણ એ ટોળામાં પણ ભૂતકાળમાં કુશળ શાસક રહી ચૂકેલા કેટલાય મહાનુભાવો છે.

આ પણ વાંચો - કાકા-ભત્રીજા વચ્ચેની લડાઇ પહોંચી દિલ્હી, શરદ પવારની આજે નિર્ણાયક બેઠક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - કનુભાઈ જાની

Tags :
Advertisement

.