Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhopal મંત્રાલય ભવનમાં લાગી આગ, 5 લોકો ફસાયા હોવાની આશંકા

Bhopal Fire: ભોપાલમાં એક મોટી આગની ઘટના સામે આવી છે જેમાં ભોપાલ મંત્રાલય ભવન જેને વલ્લભ ભવન  (Vallabh Bhawan) પણ કહેવાય છે આગ ચોથા માળે લાગી હતી. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. આગની માહિતી મળતા જ લોકોમાં ભયનો...
bhopal મંત્રાલય ભવનમાં લાગી આગ  5 લોકો ફસાયા હોવાની આશંકા

Bhopal Fire: ભોપાલમાં એક મોટી આગની ઘટના સામે આવી છે જેમાં ભોપાલ મંત્રાલય ભવન જેને વલ્લભ ભવન  (Vallabh Bhawan) પણ કહેવાય છે આગ ચોથા માળે લાગી હતી. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. આગની માહિતી મળતા જ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઝડપથી બિલ્ડિંગમાંથી બહાર આવી ગયા. આગમાં 5 લોકો ફસાયા હોવાની આશંકા.

Advertisement

Advertisement

ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે

માહિતી અનુસાર આગ ઓલવવા માટે ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આગ વધારે ઊંચાઈ પર લાગી હોવાથી આગને  કાબૂ  કરવામાં  મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગ કેમ લાગી તેનું કારણ હજુ સામે આવ્યું નથી.

Advertisement

વલ્લભ ભવનમાં લાગી આગ
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ સ્થિત મિનિસ્ટ્રી બિલ્ડીંગ (વલ્લભ ભવન)માં શનિવારે સવારે આગ લાગી હતી. વલ્લભ ભવનના 1મા, 4થા, 5મા અને 6 મા માળે આગ લાગી હતી. સરકારી કામકાજ સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અહીં રાખવામાં આવ્યા છે. આગની માહિતી મળતાં જ ભોપાલ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટના જોઈને ફાયર સેફ્ટી એક્સપર્ટ પંકજ ખરે ઘટનાસ્થળે હાજર છે.મળતી માહિતી મુજબ વલ્લભ ભવનના પહેલા, ચોથા, પાંચમા અને છઠ્ઠા માળે આગ લાગી હતી. ફાયર વિભાગના જવાનો આગને કાબુમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે.

સદભાગ્યે રજા હોવાથી કોઈ કર્મચારી હાજર નહોતાં

માહિતી અનુસાર શનિવારે મંત્રાલયમાં રજા હોવાથી કોઈ કર્મચારી નહોતું જેના લીધે એક મોટી હોનારત થતા પણ બચી ગઇ હતી. ચારથી પાંચ ફાયરબ્રિગેડના વાહનો આગને ઓલવવા પ્રયાસો કરી રહ્યા છે. આગ એટલી ભીષણ હતી કે આગની જ્વાળાઓ અને ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂરથી જોઈ શકાતા હતા. હાલમાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે હાજર છે.

આ  પણ- Maha Shivratri : રાજસ્થાનના કોટામાં શિવ શોભાયાત્રા દરમિયાન મોટો અકસ્માત, 14 બાળકોને લાગ્યો વીજ કરંટ

આ પણ  વાંચો - Karnataka સરકારનો ફરમાન, જો પીવાના પાણીનો બગાડ કરશો તો થશે…

Tags :
Advertisement

.