ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Fatehpur : પડછાયાની જેમ પીછો કરી દોઢ મહિનામાં 6 વાર કરડ્યો

Fatehpur: યુપીના ફતેહપુર(Fatehpur )માં એક યુવકને સાપે 6 વખત ડંખ માર્યો. જો કે આમા ચોંકાવનારી બાબત એ છે કે માત્ર દોઢ જ મહિનામાં છ વખત સાપે ડંખ માર્યો અને તેનું નસીબ એટલુ બળવાન કે તે દરેક વખતે બચી પણ ગયો....
02:57 PM Jul 08, 2024 IST | Hiren Dave

Fatehpur: યુપીના ફતેહપુર(Fatehpur )માં એક યુવકને સાપે 6 વખત ડંખ માર્યો. જો કે આમા ચોંકાવનારી બાબત એ છે કે માત્ર દોઢ જ મહિનામાં છ વખત સાપે ડંખ માર્યો અને તેનું નસીબ એટલુ બળવાન કે તે દરેક વખતે બચી પણ ગયો. ત્યારે આવો જાણીએ 6 વખત સાપે ડંખ મારવાની હેરાન કરી દેનારી વાત.

સાપથી બચવા ઘર પણ છોડ્યું

આ મામલે યુપીના મલવા જિલ્લાનો છે. અહીં રહેતો 24 વર્ષીય વિકાસ દુબે 6 વખત સાપના ડંખનો ભોગ બન્યો. દરેક વખતે તે સાજો પણ થઇ ગયો. જો કે તેની હાલ સારવાર ચાલુ છે . કારણ કે તેને સાપે છઠ્ઠી વાર ડંખ માર્યો. વિકાસે સાપના ડંખથી બચવા માટે પોતાનું ઘર પણ છોડી દીધુ. તે માસાની ઘરે જઇને રહેવા લાગ્યો. પરંતુ સાપ ત્યાં પણ આવી ગયો. પછી તે ભાગીને તેના કાકાના ઘરે ગયો. તો સાપે ત્યાં પણ તેને ડંખ મારી દીધો. હવે સાપથી બચવા સ્થિતિ એવી છે કે જવુ તો જવુ ક્યાં ?

યુવકની પાછળ પડી ગયો સાપ

વિકાસનું કહેવુ છે કે જ્યારે સાપ ડંખ મારવાનો હોય તે પહેલા જ તેને ભાસ થઇ જાય છે કે હવે સાપ ડંખ મારશે. વિકાસની આવી સ્થિતિ જોઇને ડોક્ટર પણ ચોંકી ગયા. 2 જૂનની રાતે પહેલીવાર સાપે તેને ડંખ માર્યો હતો. જે બાદથી દર 15 20 દિવસે સાજો થાય કે તરત ફરીથી તેને સાપ ડંખ મારે છે. ડોક્ટરે તેને ઘર છોડીને બીજી જગ્યાએ જતા રહેવાનું કહ્યું પરંતુ ત્યાં પણ સાપ તેનો પીછો છોડતો નથી.

પરિવાર આઘાતમાં

વિકાસ ડોક્ટરની સલાહ માનીને તે રાધાનગરમાં તેની માસીના ઘરે ગયો. પરંતુ સાપે તેને તેની માસીના ઘરે પણ ન છોડ્યો. 28 જૂને વિકાસને તેની માસીના ઘરે પાંચમી વખત સાપ કરડ્યો હતો. તેને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જોકે, આ વખતે પણ તે સ્વસ્થ થઈને ઘરે આવ્યો હતો. ત્યાર બાદ હવે તે કાકાના ઘરે રહેવા ગયો. પરંતુ અહીં પણ સાપે તેને છોડ્યો નહીં. ગત રવિવારે વિકાસને સાપે છઠ્ઠી વખત ડંખ માર્યો હતો. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. આ ઘટનાથી પરિવાર આઘાતમાં છે.

આ પણ  વાંચો  - Maharashtra : રાયગઢ કિલ્લાની સીડીઓ પર અટવાયા અનેક પ્રવાસીઓ! Video Viral

આ પણ  વાંચો  - Sandeshkhali Case : સુપ્રીમ કોર્ટનો મમતા સરકારને આંચકો, CBI તપાસ સામેની અરજી ફગાવી…

આ પણ  વાંચો  - Madhya Pradesh : ભાજપે જૂના કોંગ્રેસીને મંત્રી બનાવ્યા, રામનિવાસ રાવતનો મોહન યાદવ સરકારમાં સમાવેશ…

Tags :
All India Trinamool CongressBittencase vikasDelhidubeyFatehpurhomeMahua MoitraNational Commission for WomenRunningsixth timesnake attackUttar Pradeshvictimweeklclam
Next Article