ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Fatehpur : 7 વાર સાપ કરડવાનો દાવો કરનાર યુવકની ખૂલી પોલ

Fatehpur  : ઉત્તર પ્રદેશના ફતેહપુર(Fatehpur) માં 40 દિવસમાં એક યુવકને 7 વખત સાપે (Snake)ડંખ માર્યાના કિસ્સાને લઈને સર્વત્ર હોબાળો મચી ગયો છે. આરોગ્ય વિભાગની સાથે વન વિભાગની ટીમ પણ આ મામલાની તપાસમાં ઝંપલાવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે યુવકનો...
05:48 PM Jul 16, 2024 IST | Hiren Dave

Fatehpur  : ઉત્તર પ્રદેશના ફતેહપુર(Fatehpur) માં 40 દિવસમાં એક યુવકને 7 વખત સાપે (Snake)ડંખ માર્યાના કિસ્સાને લઈને સર્વત્ર હોબાળો મચી ગયો છે. આરોગ્ય વિભાગની સાથે વન વિભાગની ટીમ પણ આ મામલાની તપાસમાં ઝંપલાવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે યુવકનો દાવો ખોટો છે. યુવકને માત્ર એક જ વાર સાપ કરડ્યો હતો. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે યુવક મનોરોગી છે અને સાપ ફોબિયાનો શિકાર બન્યો છે. ફતેહપુર આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે યુવકને 7 વખત સાપ કરડવાનો મામલો નકલી છે. તપાસ ટીમને જાણવા મળ્યું કે યુવકને માત્ર એક જ વાર સાપ કરડ્યો હતો. ડૉક્ટરે કહ્યું કે સાપ ફોબિયાના કારણે યુવકને સાત વખત સાપ કરડ્યો હોવાની વાત કરી રહ્યો છે. વાસ્તવમાં સાપે તેને માત્ર એક જ વાર ડંખ માર્યો છે અને તેને છ વખત સાપે ડંખ માર્યો હોવાની વાતો પાયાવિહોણી છે.

વિકાસ દૂબેની તપાસ રિપોર્ટમાં થયા અનેક ખુલાસા

આજે ચાર દિવસની તપાસ બાદ રિપોર્ટ ડીએમને સોંપવામાં આવ્યો. રિપોર્ટમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં વિકાસને સાપે માત્ર એક વાર જ ડંસ માર્યો હોવાની પુષ્ટિ થઈ છે. રિપોર્ટમાં એ પણ સામે આવ્યું કે વિકાસને સ્નેક ફોબિયા છે. માનસિક રોગના નિષ્ણાંત પાસે ઈલાજ કરાવવાની સલાહ આપવામાં આવી છે.ડેપ્યુટી સીએમઓ આરકે વર્માના જણાવ્યા અનુસાર છ વાર ઈલાજની જે રિસિપ્ટ ચેક કરવામાં આવી છે. તેનાથી એ સામે આવ્યું છે કે યુવકને એન્ટીવેનમ ઈન્જેક્શન લગાવવામાં આવ્યું છે. એન્ટીબાયોટિક અને અન્ય ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા છે. તપાસમાં સ્નેક ફોબિયાની વાત સામે આવી છે. આ મામલે પરિવારજનો સાથે વાતચીત કરીને સાઈકિયાટ્રિક ડૉક્ટર કે માનસિક રોગના નિષ્ણાત પાસે યુવકનો ઈલાજ કરાવવામાં આવશે.

સાત વાર સાપ કરડવાનો વિકાસ દૂબેનો દાવો

વિકાસ જણાવ્યું હતું કે તેને 40 દિવસમાં સાત વાર સાપે ડંસ માર્યો છે. તે સાપથી બચવા માટે માસી અને કાકાના ઘરે ગયો તો ત્યાં પણ તેને સાપ શિકાર બનાવ્યો. તબિયત બગડચાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ઇલાજ બાદ તે સાજો થઈ ગયો.આ સાથે વિકાસે એવો પણ દાવો કર્યો હતો કે સાપ તેમના સપનામાં આવ્યો હતો. અને જણાવ્યું હતું કે સાપ તેને નવ વાર ડંસ મારશે પણ આઠ વાર બચી જશે. જ્યારે નવમી વાર તેને કોઈ બચાવી શકશે નહિ. આ ઘટના બાદ પરિવારજનો ગભરાઈ ગઈ હતા. તેમણે મદદ માટે તંત્રને વિનંતી કરી હતી. જે બાદ જિલ્લા પ્રશાસને તપાસના આદેશ આપ્યા હતા.

કરડવાના ત્રણથી ચાર કલાક પહેલા જ આભાસ થતો  હતો

વિકાસે કહ્યું કે ડંખ માર્યાના ત્રણ-ચાર કલાક પહેલા તેને ખબર પડી કે સાપ તેને કરડવા જઈ રહ્યો છે. હું મારા પરિવારને આ વિશે કહું છું અને તેઓ મારી સુરક્ષા કરવાનો પ્રયાસ કરે છે. દુબેની સારવાર કરનારા ડૉક્ટર જવાહર લાલને આ બધું વિચિત્ર લાગ્યું અને તેમણે વિકાસને પોતાનું ઘર છોડીને બીજે ક્યાંક રહેવાની સલાહ આપી.

સાપ કાકીના ઘરે પણ પહોંચ્યો અને તેને  કરડ્યો

વિકાસે જણાવ્યું કે ચોથી સાપ કરડવાની ઘટના બાદ મને ઘર છોડીને બીજે રહેવાની સલાહ આપવામાં આવી હતી. પછી હું રાધા નગરમાં મારા માસીના ઘરે ગયો, પરંતુ મને ફરીથી પાંચમી વખત સાપ કરડ્યો. વિકાસે કહ્યું કે જ્યારે તેને સાતમી વખત સાપે ડંખ માર્યો ત્યારે હું મારા મામાના ઘરે ગયો હતો.

આ પણ  વાંચો  - NEET કેસમાં CBI ને મળી મોટી સફળતા, બે આરોપીઓની કરી ધરપકડ…

આ પણ  વાંચો  - Zomato And Swiggy: સરકારે આ રાજ્યોમાં ઘરે બેઠા દારૂ પહોંચાડવાની સુવિધા કરી શરુ

આ પણ  વાંચો  - ચોરે ચિઠ્ઠી લખી…:” માફ કરજો…મે તમારા ઘરમાં….”

Tags :
CMOFatehpurIndiaInvestigationliemysterious caseNationalreportseven timesShockingsnake biteStorytruth cameupfatehpurvikas dubeyvikasdubey
Next Article