Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Farmers Protest : શંભૂ-ખનૌજ બોર્ડર પરથી ખેડૂતોને હટાવાયા,ડલ્લેવાલ કસ્ટડીમાં

Farmers Protest: પંજાબના મોહાલીમાં નવા એરપોર્ટ ચોક પાસે લાંબા સમયથી ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલને (Jagjit Singh Dallewal)પોલીસે કસ્ટડીમાં લીધા બાદ શંભુ અને ખનૌજ બોર્ડર પર સ્થિતિ વણસી ગઈ છે. ડલ્લેવાલ સાથે સરવન સિંહ પાંધેર,...
farmers protest   શંભૂ ખનૌજ બોર્ડર પરથી ખેડૂતોને હટાવાયા ડલ્લેવાલ કસ્ટડીમાં
Advertisement

Farmers Protest: પંજાબના મોહાલીમાં નવા એરપોર્ટ ચોક પાસે લાંબા સમયથી ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલને (Jagjit Singh Dallewal)પોલીસે કસ્ટડીમાં લીધા બાદ શંભુ અને ખનૌજ બોર્ડર પર સ્થિતિ વણસી ગઈ છે. ડલ્લેવાલ સાથે સરવન સિંહ પાંધેર, અભિમન્યુ કોહાડ, કાકા સિંહ કોટડા અને અન્ય નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સરકારે શંભુ અને ખાનૌરી બોર્ડર પર દેખાવો કરી રહેલા ખેડુતોને હટાવવાની કામગીરી શરુ કરવાની સાથે 200થી વધુ ખેડૂતોને કસ્ટડીમાં લીધા છે.

Advertisement

હટાવવાની કામગીરી પુરજોશ

બંને બોર્ડર પર 3000થી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આ સાથે ત્યાં તંબુ સહિતનો સામાન હટાવવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવાઈ છે. જેસીપી દ્વારા સ્થળ પરથી અનેક તંબુઓ તોડી પાડવામાં આવ્યા છે. આ દરેક નેતાઓ લાંબા સમયથી ખેડૂતોની માંગણીઓ લઈને સંઘર્ષ કરી રહ્યા છે અને સરકારને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની કાનૂની ગેરંટી સહિત અન્ય માંગણીઓ પૂર્ણ કરવા અપીલ કરી રહ્યા છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો-Kisan Andolan : શંભુ-ખાનૌરી બોર્ડર પર સ્થિતી તંગ થતા ઇન્ટરનેટ સેવા ઠપ્પ

બંને બોર્ડર પર લગભગ 3000 પોલીસકર્મી તહેનાત કરાયા

પંજાબ પોલીસે બુધવારે ખેડુત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ અને સરવન સિંહ પંઢેરની મોહાલીમાં કસ્ટડીમાં લીધા બાદ ખેડૂતો અને પોલીસ જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન 200થી વધુ ખેડૂતોને ત્યાંથી ઉઠાવી જઈ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. માહિતી પ્રમાણે શંભુ અને ખનૌજ બોર્ડર બંને સ્થાનો પર લગભગ 3000 પોલીસકર્મી તહેનાત કરવામાં આવ્યા છે. હાલ બંને બોર્ડર પરના તમામ મંચો, તંબુઓ સહિતનો સામાન હટાવવામાં આવી રહ્યો છે.

આ પણ  વાંચો-હું ખોટો હતો..! શશિ થરૂરે મોદી સરકારની વિદેશ નીતિની કરી પ્રશંસા

પોલીસે ખનૌજ બોર્ડર પર 200 ખેડુતોને કસ્ટડીમાં લીધા

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખનૌજ બોર્ડર પર 200 ખેડુતોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જ્યારે શંભુ બોર્ડર પરથી 300 ખેડુતો ઉપસ્થિત છે, તેમને પણ જલ્દીથી કસ્ટડીમાં લેવામાં આવી શકે છે. ખેડુતો અને પોલીસ વચ્ચે અથડામણ બાદ ખનૌજ બોર્ડરની આસપાસના સંગરુર અને પટિયાલા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પંજાબના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આ પણ  વાંચો-સીમા હૈદરે બાળકીને જન્મ આપ્યો તો ગુસ્સે ભરાયો પાકિસ્તાનમાં બેઠેલો Ex. Husband

પોલીસે શંભુ સરહદ પર વિરોધ સ્થળ ખાલી કરાવ્યું

શંભુ બોર્ડર પર પોલીસ કાર્યવાહી અંગે પટિયાલાના એસએસપી નાનક સિંહે કહ્યું કે શંભુ બોર્ડર પર ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા. આજે, ડ્યુટી મેજિસ્ટ્રેટની હાજરીમાં, પોલીસે યોગ્ય ચેતવણી આપ્યા પછી વિસ્તાર ખાલી કરાવ્યો. કેટલાક લોકોએ ઘરે જવાની ઇચ્છા વ્યક્ત કરી. તેથી તેને બસમાં બેસાડીને ઘરે મોકલી દેવામાં આવ્યો. આ ઉપરાંત, અહીંના બાંધકામો અને વાહનોને દૂર કરવામાં આવી રહ્યા છે. આખો રસ્તો સાફ કરીને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવશે. હરિયાણા પોલીસ પણ પોતાની કાર્યવાહી શરૂ કરશે. તેમની બાજુથી રસ્તો ખુલતાની સાથે જ હાઇવે પર ટ્રાફિક ફરી શરૂ થશે. કોઈ પ્રતિકાર ન હોવાથી અમારે કોઈ બળનો ઉપયોગ કરવો પડ્યો નહીં. ખેડૂતોએ સારો સહકાર આપ્યો અને તેઓ પોતે બસોમાં ચઢી ગયા.

Tags :
Advertisement

Trending News

.

×