Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડ આગ લાગી, ફાયર વિભાગની 8 ટીમ ઘટના સ્થળે

દિલ્હીમાં AIIMSના ઈમરજન્સી વોર્ડમાં આગ લાગી હતી. ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. મળતી માહિતી અનુસાર એન્ડોસ્કોપી વિભાગમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. લોકોને બચાવવામાં...
12:48 PM Aug 07, 2023 IST | Hiren Dave

દિલ્હીમાં AIIMSના ઈમરજન્સી વોર્ડમાં આગ લાગી હતી. ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. મળતી માહિતી અનુસાર એન્ડોસ્કોપી વિભાગમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. લોકોને બચાવવામાં આવી રહ્યા છે. આગ એટલી પ્રબળ છે કે તેના ધુમાડાના ગોટેગોટા ઉપર ઉછળતા દેખાય છે. નવીનતમ અપડેટ મુજબ, ઈમરજન્સી વોર્ડની ઉપર લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. દર્દીઓને વોર્ડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.

મળતી માહિતી અનુસાર  AIIMSનો એન્ડોસ્કોપી રૂમ આગની લપેટમાં આવી ગયો હતો. ત્યાંથી પણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફાયર વિભાગને આજે સવારે 11.54 વાગ્યે આગની જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી.

આ પણ વાંચો -137 દિવસ બાદ રાહુલ ગાંધીને તેમની સંસદની સદસ્યતા પરત મળી

 

 

Tags :
aagAIIMSDelhiHospital
Next Article