Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dhruv Rathee ને Elvish Yadav નો ખુલ્લો પડકાર! પોલ ખોલવા અંગે કહ્યું તમારી ટીમમાં મારા અનેક લોકો

નવી દિલ્હી : યુટ્યુબર ધ્રુવ રાઠી (Dhruv Rathee) અને એલ્વિશ યાદવ ગત્ત ઘણા સમયથી ચર્ચામાં રહ્યા. ધ્રુવ રાઠીએ એક તરફ અનેક વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે અને તે અંગે ખાસ્સો વિવાદ પણ થયો છે. બીજી તરફ એલ્વિશ...
02:25 PM May 29, 2024 IST | KRUTARTH JOSHI
Dhruv Rathee controversy

નવી દિલ્હી : યુટ્યુબર ધ્રુવ રાઠી (Dhruv Rathee) અને એલ્વિશ યાદવ ગત્ત ઘણા સમયથી ચર્ચામાં રહ્યા. ધ્રુવ રાઠીએ એક તરફ અનેક વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે અને તે અંગે ખાસ્સો વિવાદ પણ થયો છે. બીજી તરફ એલ્વિશ યાદવ (Elvish Yadav) સાંપના ઝેરની તસ્કરી મામલે પોલીસની રડારમાં આવ્યો હતો. સાથે જ તેના પણ અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે એલ્વિશન યાદવ એકવાર ફરીથી ચર્ચામાં આવી ચુક્યો છે. તે એક વીડિયો દ્વારા ધ્રુવ રાઠીને કથિત રીતે ચેલેન્જ કરતા જોવા મળી રહ્યા છે. Youtuber રાઠીનું નામ હાલના દિવસોમાં સર્કુલેટ થતા જોવા મળી રહ્યા છે. હવે એલ્વિશ યાદવ એકવાર ફરીથી ચર્ચામાં આવી ગયા છે. તેઓ એક વીડિયો દ્વારા ધ્રુવ રાઠીને કથિત રીતે ચેલેન્જ કરતા જોવા મળી રહ્યા છે. Youtuber રાઠીનું નામ હાલના દિવસોમાં સ્વાતિ માલીવાલ (Swati Maliwal) અને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ના પૂર્વ સહાયક બિભવ કુમાર (Bibhav Kumar) ની કથિત મારપીટનો મુદ્દો પણ ઉછલી રહ્યો છે.

એલ્વિશ યાદવે ધ્રુવ રાઠીને ફેંક્યો ખુલ્લો પડકાર

અત્રે ઉલ્લેખનીય છે કે, એલ્વિશ યાદવે 28 મેના રોજ પોતાના યૂટ્યુબ ચેનલ પર એક વીડિયો અપલોડ કર્યો છે. Elvish Yadav Vlogs ચેનલ પર અપલોડ કરાયેલા વીડિયોનું ટાઇટલ Am I Roasting Dhruv Rathee?' એટલે કે શું ધ્રુવ રાઠીને રોસ્ટ કરી રહ્યું છું. આપવામાં આવ્યું છે. આ વીડિયોના થંબનેલમાં પણ ધ્રુવ રાઠીની તસ્વીર જોવા મળી રહી છે. એટલું જ નહીં ધ્રુવ રાઠીનું નામ લેતા પોલ ખોલવાની પણ વાત કરી રહ્યા છે. આ વીડિયોમાં એલ્વિશ યાદવની માં પણ જોવા મળી રહ્યા છે.

ધ્રુવ રાઠીને રોસ્ટ નહી કરુ હવે જંગ થશે

વીડિયોમાં યાદવ પોતાના માતાને કહે છે કે, હું ધ્રુવ રાઠીને રોસ્ટ નહીં કરુ, તેમની સાથે મજાક મસ્તી નહીં કરું. હવે જંગ થશે. ભાઇ હવે જજ ન કરતા મારા વીડિયોને. પછી તે મારી માતા હોય કે પછી બીજુ કોઇ હોય.ઘણા બધા અભણ લોકો આવશે.વીડિયો જોજો પછી હું જોઇશ કે તમે કેટલા બ્રેઇનવોશ્ડ છો અથવા તમારો જીવ બચાવીને ભાગો છો. વીડિયો જરૂર જોજો મજા આવશે. એવી એવી બાબતો મળી છે કે, તમે આ વીડિયો જોઇ રહ્યા હો ધ્રુવ ભાઇ તો તમને કહી દઉ કે તમારી ટીમમાં મારા અનેક લોકો છે. જે મને અંદરની વાતો કહે છે. ભાઇ જર્મનીમાં હાલ મોજ કરી રહ્યા છે, મને ખુબ જ સારુ લાગશે.

સ્વાતિ માલિવાલ અંગેનો વીડિયો પોસ્ટ થયા બાદ વકર્યો હતો વિવાદ

અત્રે ઉલ્લેખનીય છેકે, આ બંન્ને વચ્ચે પહેલા પણ વિવાદ થઇ ચુક્યો છે. વર્ષ 2021 માં બંન્ને વચ્ચે ઝગડો થયો હતો. આ ઝગડો વિચારધારા અંગેનો હતો. એલ્વિશે પોતાના વીડિયોમાં ધ્રુવને રોસ્ટ કર્યો હતો. ત્યાર બાદ આ વિવાદ વધી ગયો હતો. હાલમાં જ ધ્રુવ રાઠી પર આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ એકતરફી વીડિયો પોસ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. માલીવાલે આરોપ લગાવ્યો કે, બિભવ કુમાર કિસ્સામાં ધ્રુવ રાઠીએ તેમની વિરુદ્ધ એકતરફી વીડિયો પોસ્ટ કર્યો. સ્વાતિએ 26 મેની એક પોસ્ટમાં કહ્યું કે, ધ્રુવ રાઠીના બનાવેલા વીડિયોને કારણે તેમને પહેલાથી મળી રહેલી રેપ હત્યાની ધમકીઓ પણ વધી ગઇ છે. ત્યાર બાધ ધ્રુવ રાઠીએ કહ્યું કે, તેમના પર નકલી આોપ લગાવાઇ રહ્યા છે. જો કે રાઠીએ કોઇનું નામ લીધું નહોતું.

Tags :
Dhruv Ratheedhruv rathee elvish lafdadhruv rathee expose bjpdhruv rathee expose ndadhruv rathee expose pm modidhruv rathee newsdhruv rathee videodhruv rathee viral videodhruv rathiElvish yadavelvish yadav and dhruv ratheeelvish yadav expose dhruv ratheeelvish yadav funny videoelvish yadav in bigg bosselvish yadav roast videoelvish yadav videoelvish yadav viral video
Next Article