Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Election commission: ગરમીમાં પહેલા તબક્કામાં ઓછા મતદાનથી ચૂંટણી પંચને ચિંતા

Election commission : કાળઝાળ ગરમી અને તીવ્ર ગરમીના મોજા વચ્ચે યોજાનારી લોકસભા ચૂંટણી (Lok Sabha Elections ) 2024 ને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે (Election commission) સોમવારે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે.જે સામાન્ય ચૂંટણીઓ પર ગરમીની અસરની સમીક્ષા કરશે. આ...
election commission  ગરમીમાં પહેલા તબક્કામાં ઓછા મતદાનથી ચૂંટણી પંચને ચિંતા

Election commission : કાળઝાળ ગરમી અને તીવ્ર ગરમીના મોજા વચ્ચે યોજાનારી લોકસભા ચૂંટણી (Lok Sabha Elections ) 2024 ને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે (Election commission) સોમવારે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે.જે સામાન્ય ચૂંટણીઓ પર ગરમીની અસરની સમીક્ષા કરશે. આ ટાસ્ક ફોર્સમાં ચૂંટણી પંચ,ભારતીય હવામાન વિભાગ (Meteorological Department),નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને આરોગ્ય મંત્રાલય વગેરેના અધિકારીઓ સામેલ હશે.

Advertisement

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ ટાસ્ક ફોર્સ મતદાનના દરેક તબક્કાના પાંચ દિવસ પહેલા ગરમી અને ગરમીના મોજાની સમીક્ષા કરશે. શુક્રવારે (26 મે, 2024) બીજા તબક્કાના મતદાન માટે, ચૂંટણી પંચે કહ્યું કે,ભારતીય હવામાન વિભાગે હીટવેવ વિશે માહિતી આપી છે કે આવી કોઈ 'મોટી ચિંતા' નથી. હવામાનની આગાહી સામાન્ય છે.

Advertisement

ચૂંટણી પંચ દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ભારતના ઘણા ભાગોમાં રવિવારના રોજ તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો અને ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ચારથી છ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. IMD અનુસાર, ઓડિશા અને રાયલસીમા,પશ્ચિમ બંગાળ,ઝારખંડ,વિદર્ભ,છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના ભાગોમાં મહત્તમ તાપમાન 42 થી 45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. બિહાર, મધ્યપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું.

Advertisement

IMDનો અંદાજ શું કહે છે?

IMDનો અંદાજ છે કે એપ્રિલમાં દેશના વિવિધ ભાગોમાં ચારથી આઠ દિવસ સુધી હીટ વેવ રહેવાની શક્યતા છે અને સામાન્ય રીતે એકથી ત્રણ દિવસ હીટ વેવના દિવસો છે. સમગ્ર એપ્રિલ-જૂન સમયગાળામાં, સામાન્ય ચારથી આઠ દિવસની સરખામણીએ ગરમીનું મોજું 10 થી 20 દિવસ સુધી રહેવાની ધારણા છે. જે વિસ્તારોમાં મોટી સંખ્યામાં હીટ વેવ દિવસો જોવાની આગાહી કરવામાં આવી છે તેમાં મધ્યપ્રદેશ, ગુજરાત, ઓડિશા, આંધ્રપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, મરાઠવાડા, બિહાર અને ઝારખંડનો સમાવેશ થાય છે. કેટલાક સ્થળોએ ગરમીની લહેર 20 દિવસથી વધુ ચાલી શકે છે. કાળઝાળ ગરમીને કારણે વીજળીના ગ્રીડ પર દબાણ આવી શકે છે અને તેના કારણે દેશના કેટલાક ભાગોમાં પાણીની તંગી પણ સર્જાઈ શકે છે.

લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે

આ વખતે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં 26 એપ્રિલે, ત્રીજા તબક્કામાં 7 મેના રોજ, ચોથા તબક્કામાં 13 મેના રોજ, પાંચમાં તબક્કામાં 20 મેના રોજ મતદાન યોજાશે. છઠ્ઠો તબક્કો 25 મેના રોજ અને સાતમા તબક્કામાં 1 જૂને. સામાન્ય ચૂંટણીના પરિણામો 4 જૂન, 2024ના રોજ આવશે.

આ  પણ  વાંચો - Aligarh : અમે એવું તાળું લગાવ્યું છે કે, ‘રાજકુમારો’ને નથી મળી રહી ચાવી, PM મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર…

આ  પણ  વાંચો - Rahul Gandhi : ગુજરાતમાં BJP ઉમેદવારની જીત પર રાહુલ ગાંધીનું રિએક્શન, જાણો શું કહ્યું…

આ  પણ  વાંચો - Virar Alibaug Corridor નું કામ ટૂંક સમયમાં થશે શરુ, 5 કલાકની મુસાફરી દોઢ કલાકમાં થશે પૂર્ણ…

Tags :
Advertisement

.