ED Attack : પ.બંગાળમાં TMC નેતાના ઘરે દરોડા પાડવા પહોંચેલી EDની ટીમ પર હુમલો
ED Team Attack : પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણામાં તૃણમૂલ નેતા શાહજહાં શેખ (Shah Jahan Shekh) ઠેકાણે દરોડાન પાડવા પહોંચેલી EDની ટીમ પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર આશરે 250થી 300 લોકોના ટોળાએ ઇડીની ટીમને ઘેરી લીધી હતી. આ હુમલામાં મીડિયાકર્મીઓ પણ લપેટમાં આવી ગયા હતા.
ટોળાએ ગાડીના કાંચ તોડી નાખ્યા
માહિતી અનુસાર લોકોના ટોળાએ ઈડીની ટીમ (Attack On ED Team) ની ગાડીઓને નિશાન બનાવી તેના કાંચ તોડી નાખ્યા હતા. આ દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. ઈડીની ટીમ ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડાની કાર્યવાહી કરવા પહોંચી ત્યારે ગામના લોકોએ ઈંટો અને પથ્થરો વડે હુમલો કરી દીધો હતો. જેમ તેમ ઈડીની ટીમમાં સામેલ સભ્યોએ પોતાનો જીવ બચાવવા નાસી જવું પડ્યું હતું
ED ટીમ પર હુમલાનો આ મામલો ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલી ગામનો છે. રાશન કૌભાંડ કેસમાં તપાસ એજન્સીની ટીમ ટીએમસી નેતા એસકે શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે અહીં પહોંચી હતી. આ દરમિયાન લગભગ 200 લોકોના ટોળાએ EDની ટીમ પર અચાનક હુમલો કર્યો. ટોળાએ ED અધિકારી અને તેમની સાથે રહેલા કેન્દ્રીય સુરક્ષા દળોના વાહનોમાં તોડફોડ કરી હતી. મળતી માહિતી મુજબ જે ટીમ દરોડા પાડવા માટે આવી હતી તેમાં EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પણ સામેલ હતા. ટોળાએ તેમની કાર પણ તોડી નાખી હતી. જો કે આ હુમલા બાદ ટીએમસી નેતા એસકે શાહજહાંની ધરપકડ કરવામાં આવી છે.
30 ટકા રાશન ખુલ્લા બજારમાં વેચાય છે
રાશન વિતરણ કૌભાંડના સંબંધમાં પશ્ચિમ બંગાળમાં EDના દરોડા ઘણા મહિનાઓથી ચાલી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અગાઉ જાહેર કર્યું હતું કે પશ્ચિમ બંગાળમાં લાભાર્થીઓ માટે જાહેર વિતરણ પ્રણાલી (PDS) રેશનનો લગભગ 30 ટકા ખુલ્લા બજારમાં મોકલવામાં આવ્યો હતો. તપાસ એજન્સીએ કહ્યું હતું કે રાશનની કથિત ચોરી બાદ મળેલા પૈસા મિલ માલિકો અને પીડીએસ વિતરકો વચ્ચે વહેંચવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- ED Raid : હરિયાણાના Ex-MLA ના ઘરે ED ત્રાટકી, 300 જીવતા કારતૂસ, 5 કરોડ રોકડ મળ્યા