ECI:PAN બાદ હવે મતદાર ઓળખકાર્ડ પણ આધારકાર્ડ સાથે લિંક થશે
- ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય
- ચૂંટણી કાર્ડ એક મોટું પગલું ભરાયું
- ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી બેઠક મળી
ECI: આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની(Voter ID will be linked to Aadhaar) દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. મંગળવારે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી બેઠકમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિકિંગને લીલીઝંડી (Election Commission) આપવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી (ECI)કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનરે ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા સચિવે બેઠક યોજી હતી જેમાં આ નિર્ણય લેવાયો હતો.
ચૂંટણી કમિશનરે બોલાવી હતી બેઠક
આ દિવસોમાં ડુપ્લિકેટ વોટર કાર્ડ (EPIC) નંબરોને લઈને સંસદની અંદર અને બહાર ઘણો હોબાળો ચાલી રહ્યો છે. આ દ્વારા રાજકીય પક્ષોએ ચૂંટણી પંચની કાયદેસરતા પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ગયા શુક્રવારે, ચૂંટણી પંચ (EC) એ કહ્યું હતું કે તે આગામી ત્રણ મહિનામાં ડુપ્લિકેટ મતદાર ઓળખ કાર્ડ (EPIC) નંબરોની દાયકાઓ જૂની સમસ્યાનો ઉકેલ લાવશે. આ પછી, મુખ્ય ચૂંટણી કમિશનરે મતદાર ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવા અંગે ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી હતી.
The Election Commission of India, led by CEC Gyanesh Kumar, along with ECs Dr Sukhbir Singh Sandhu and Dr Vivek Joshi, held a meeting with the Union Home Secretary, Secretary Legislative Department, Secretary MeitY and CEO, UIDAI and technical experts of the ECI in Nirvachan… pic.twitter.com/v8sD4ECpb6
— ANI (@ANI) March 18, 2025
આધાર સાથે લિંક કરવા માટે પગલાં લેશે
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 ની કલમ 326 અને સુપ્રીમ કોર્ટના સંબંધિત નિર્ણયો અનુસાર EPIC ને આધાર સાથે લિંક કરવા માટે પગલાં લેશે. આજે નિર્વાચન સદન ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ-સચિવ,કાયદા વિભાગ,સચિવ,MeitY અને CEO UIDAI અને ECI ના ટેકનિકલ નિષ્ણાતો સાથે બેઠકનું નેતૃત્વ CEC જ્ઞાનેશ કુમારે કર્યું હતું.
આ પણ વાંચો -Stock Market: શેરબજારમાં જોરદાર તેજી,આ ત્રણ શેરમાં જબરદસ્ત ઉછાળો
ફક્ત ભારતીય નાગરિકોને જ મતદાન કરવાનો અધિકાર છે
ભારતના બંધારણના અનુચ્છેદ 326 મુજબ, મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપી શકાય છે, આધાર કાર્ડ ફક્ત વ્યક્તિની ઓળખ સ્થાપિત કરે છે. તેથી, એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે EPIC ને આધાર સાથે લિંક કરવાનું બંધારણની કલમ 326, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 23(4), 23(5) અને 23(6) ની જોગવાઈઓ અને WP (સિવિલ) નં. 177/2023 માં સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર કરવામાં આવશે. હવે UIDAI અને ECI ના ટેકનિકલ નિષ્ણાતો વચ્ચે ટેકનિકલ પરામર્શ ટૂંક સમયમાં શરૂ થશે.
આ પણ વાંચો -Trump tariffs: ટેરિફ ધમકી વચ્ચે PM Modi એ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ કર્યા વખાણ?
નકલી મતદારોને ઓળખવામાં મદદ કરશે
હકીકતમાં, ચૂંટણી પંચે તાજેતરમાં નિર્ણય લીધો હતો કે તે આગામી ત્રણ મહિનામાં ડુપ્લિકેટ નંબરવાળા મતદાર ID કાર્ડને નવા EPIC નંબરો આપશે. ચૂંટણી પંચે કહ્યું કે ડુપ્લિકેટ નંબર હોવાનો અર્થ નકલી મતદાર નથી. આધારને EPIC સાથે લિંક કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીમાં ભૂલો દૂર કરવાનો અને તેને સ્વચ્છ બનાવવાનો છે. ચૂંટણી પંચનું માનવું છે કે આ પગલું નકલી મતદારોને ઓળખવામાં મદદ કરશે.