Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sea Water: તમે ક્યારેય દરિયાનું પાણી પીધું તો નથી ને? એકવાર આ વીડિયો જોઈ લ્યો

Sea Water: અત્યારે લોકોને ફરવા જવાનો ખુબ જ શોખ હોય છે. ભારતના ઘણા લોકો દરિયા કિનારે જવાનું વધારે પસંદ કરે છે અને સાથે સાથે દરિયાના પાણીમાં ન્હાવાનો લ્હાવો પણ લેતા હોય છે. નોંધનીય છે કે, દરિયામાં નાહવાનો શોખ કોને ના...
sea water  તમે ક્યારેય દરિયાનું પાણી પીધું તો નથી ને  એકવાર આ વીડિયો જોઈ લ્યો
Advertisement

Sea Water: અત્યારે લોકોને ફરવા જવાનો ખુબ જ શોખ હોય છે. ભારતના ઘણા લોકો દરિયા કિનારે જવાનું વધારે પસંદ કરે છે અને સાથે સાથે દરિયાના પાણીમાં ન્હાવાનો લ્હાવો પણ લેતા હોય છે. નોંધનીય છે કે, દરિયામાં નાહવાનો શોખ કોને ના હોય! દેશથી લઈને વિદેશ સુધીના લોકો દરિયા કિનારે નાવતા જોવા મળતા હોય છે. ઘણી વાર એવું પણ બને છે કે, દરિયાનું પાણી નમકીન પાણી મોઢામાં જતું રહેતું હોય છે. પરંતુ શું તમે જાણો છો આ પાણી કેવું હોય છે? આ એક વીડિયો જોઈને તમે દરિયામાં સ્નાન કરવાનું ભૂલ જશો.

શું તમને ખબર છે દરિયાનું પાણી કેવું હોય છે?

ઈન્સ્ટાગ્રામમાં Micro Zoom Guy નામની આઈડી પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો દરિયાના પાણીનો છે જેમાં દરિયાનું પાણી કેવું હોય તે અહીં જોઈ શકાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ દરિયાનું ચોખ્ખુ પાણી એક ગ્લાસમાં લે છે અને ત્યાર બાદ દરિયાની લીલને પણ એક ગ્લાસમાં લે છે. અહીં એક ગ્લાસમાંથી પાણીનું એક ટીપું કાચ પર રાખે છે અને પછી તેને માઈક્રોસ્કોપથી જોવે છે. આ વીડિયો જોયા બાદ લોકો દરિયાના પાણીમાં સ્નાન કરતા પહેલા ઘણો વિચાર કરશે.

Advertisement

જુઓ આ વીડિયો

Advertisement

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, માત્ર એક બૂંદ પાણીમાં અનેક જીવતો જોવા મળી છે. આ જીવો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક પણ સાબિત થઈ શકે છે. આ જીવો એટલા નાના હોય છે કે, તેને નરી આંખે જોઈ પણ નથી શકાતા. આ વીડિયો જોયા પ્રમાણે કેટલાક જીવો તો કાંટાવાળા પણ નજરે ચઢે છે. આ વીડિયોની વધારે વિગતથી વાત કરવામાં આવે તો આ જીવોને આપણે માત્ર માઈક્રોસ્કોપથી જ જોઈ શકાય છે. અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક કરોડ લોકોએ જોઈ પણ લીધો છે.

વીડિયો જોઈ મોટાભાગના લોકો અચંબામાં

ઉખનીય છે કે, 10 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે, જ્યારે 14 હજારથી વધુ કમેન્ટ્સ આવી છે. આ પાણીને જોઈને મોટાભાગના લોકો અચંબામાં પડી ગયા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક વ્યક્તિએ લખ્યું કે તમે મારા માટે સમુદ્રને બરબાદ કરી દીધો છે. એકે લખ્યું છે કે મિત્ર, હું જ્યારે પણ બીચ પર જાઉં છું ત્યારે ભૂલથી દરિયાનું પાણી પી લઉં છું. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે દરિયાના પાણીમાં તમામ મિનરલ્સ હોય છે અને તે આપણી સિસ્ટમને મજબૂત બનાવે છે જેથી કરીને આપણે બીમાર ન પડીએ. તેના પાણીમાં બેક્ટેરિયા બતાવવાનું બિલકુલ સાચું ન હોઈ શકે.

આ પણ વાંચો: મફતમાં કરાવો તમારું Aadhaar Card Update, 14 જૂન સુધી ઉપલબ્ધ છે સેવા

આ પણ વાંચો: Preneet Kaur : પૂર્વ CM અમરિંદર સિંહની પત્ની BJP માં સામેલ, આ સીટ પરથી લડશે ચૂંટણી…

આ પણ વાંચો: Election Commission : કેરળના જ્ઞાનેશ કુમાર અને પંજાબના સુખબીર સિંહ સંધુ નવા ચૂંટણી કમિશનર બન્યા… 

Tags :
Advertisement

.

×