Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વર્ષ 2027 સુધીમાં ડિઝલ ગાડીઓ પર લાગી શકે છે પ્રતિબંધ, જાણો

ભારતને આગામી 2027 સુધીમાં સંપૂર્ણપણે ડિઝલ ગાડીઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવો જોઈએ અને ડીઝલની ગાડીઓના સ્થાને ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો પર ફોકસ કરવું જોઈએ. આ સુચન પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ગઠીત એક પેનલે સરકારને આપ્યું છે. પેનલે શહેરોની વસ્તી...
વર્ષ 2027 સુધીમાં ડિઝલ ગાડીઓ પર લાગી શકે છે પ્રતિબંધ  જાણો

ભારતને આગામી 2027 સુધીમાં સંપૂર્ણપણે ડિઝલ ગાડીઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવો જોઈએ અને ડીઝલની ગાડીઓના સ્થાને ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો પર ફોકસ કરવું જોઈએ. આ સુચન પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ગઠીત એક પેનલે સરકારને આપ્યું છે. પેનલે શહેરોની વસ્તી અનુસાર ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવાનો પ્લાન બનાવ્યો છે. જેના અનુસાર 10 લાખથી વધારે વસ્તીવાળા શહેરમાં ઈલેક્ટ્રીક અને ગેસથી ચાલતા વાહનો પર સ્વિચ કરવા જોઈએ. કારણ કે એવા શહેરોમાં પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે.

Advertisement

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી પેનલ ઇલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાની ભલામણ કરી રહી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર પોસ્ટ કરાયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, ભારત ગ્રીનહાઉસ ગેસોનું સૌથી વધુ ઉત્સર્જન કરનાર દેશ છે. સેંકડો પાનાના આ અહેવાલમાં ભારતની ઊર્જા સંક્રમણની સંપૂર્ણ યોજના જણાવવામાં આવી છે.

Advertisement

રિપોર્ટમાં કહેવામાં આવ્યા મુજબ ભારત 2070 ના ચોખ્ખા શૂન્ય લક્ષ્યને હાંસલ કરવાના તેના લક્ષ્ય પર ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ આ માટે કેટલીક વિશેષ તૈયારીઓ કરવી પડશે. આગામી 2024થી સિટી ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ ડીઝલ બસ ઉમેરવામાં ન આવે અને 2030 સુધીમાં એવી કોઈ પણ સિટી બસ સામેલ કરવામાં ન આવે જે ઇલેક્ટ્રિક નથી.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત મોટા પાયા પર ઉર્જા આયાત પર નિર્ભર ન રહી શકે અને તેણે પોતાના સ્ત્રોતો વિકસાવવા જોઈએ. ભારતના પ્રાથમિક ઉર્જા સ્ત્રોતો કોલસો, તેલ, કુદરતી ગેસ અને પરમાણુ છે. બાયોમાસ ઊર્જાનો બીજો સ્ત્રોત હોવા છતાં, તેનો ઉપયોગ ઘટી રહ્યો છે. કોલસો ગ્રીડ વીજળીના ઉત્પાદન માટે પ્રાથમિક ઉર્જા સ્ત્રોત છે અને તેનો ઉપયોગ સ્ટીલ અને સિમેન્ટ જેવા ભારે ઉદ્યોગો દ્વારા કરવામાં આવે છે. જો કે ભારતમાં કોલસો વિશાળ માત્રામાં ઉપલબ્ધ છે, પરંતુ દેશમાં તેલ અને ગેસના ભંડાર હજુ શોધવાના બાકી છે.

Advertisement

રિપોર્ટમાં સુચન આપવામાં આવ્યું છે કે, આગામી 2027 સુધી દેશમાં એવા શહેરો જ્યાંની વસ્તી 10 લાખથી વધારે છે કે જે શહેરોમાં પ્રદુષણનું સ્તર વધારે છે ત્યાં ડિઝલ વાહનો પર સંપૂર્ણપણે બેન લગાવી દેવો જોઈએ. આ સિવાય 2030 સુધી સિટી ટ્રાન્સપોર્ટમાં માત્ર તે બસોને સામેલ કરવામાં આવે જે વીજળીથી ચાલે છે. પેસેન્જર કાર અને ટેક્સી વાહન 50% પેટ્રોલ અને 50% ઈલેક્ટ્રીક વાહનો હોવા જોઈએ. જણાવવામાં આવી રહ્યું છે કે, 2023 સુધી ઈલેક્ટ્રીક વાહનોનું વેચાણ 1 કરોડ યૂનિટ પ્રતિવર્ષનો આંકડો પાર કરી લેશે.

પેનલે જણાવ્યું હતું કે, ભારતે બે મહિનાની માંગની સમકક્ષ અંડરગ્રાઉન્ડ ગેસ સ્ટોરેજ બનાવવાનું વિચારવું જોઈએ, કારણ કે માંગ 2020 અને 2050 વચ્ચે સરેરાશ 9.78% વૃદ્ધિ દરે વધવાની અપેક્ષા છે. તેણે વિદેશી ગેસ ઉત્પાદક કંપનીઓની ભાગીદારી સાથે ગેસ સ્ટોરેજના નિર્માણ માટે ઘટતા તેલ અને ગેસ ક્ષેત્રો, મીઠાના ગુફાઓ અને ગેસ સ્ટોરેજનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે.

આ પણ વાંચો : સચિન પાટલોટ ભડક્યા, કહ્યું, ગેહલોતના નેતા વસુંધરા…..

Tags :
Advertisement

.