Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dhananjay Singh: કોર્ટે પૂર્વ સાંસદ ધનજંય સિંહને અપહરણ અને ખંડણીના કેસમાં 7 વર્ષની સજા ફટકારી

Dhananjay Singh: પૂર્વ સાંસદ ધનંજય સિંહને નમામી ગંગે પ્રોજેક્ટ મેનેજરના અપહરણ અને તેમની પાસેથી ખંડણી માંગવાના કેસમાં દોષિત જાહેર કર્યા છે. ત્યારબાદ 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જૌનપુરના સાંસદ-ધારાસભ્ય કોર્ટે ધનંજય સિંહ પર 50 હજાર રૂપિયાનો દંડ પણ...
05:05 PM Mar 06, 2024 IST | Aviraj Bagda
Court sentenced former MP Dhanjanya Singh to 7 years in kidnapping and extortion case

Dhananjay Singh: પૂર્વ સાંસદ ધનંજય સિંહને નમામી ગંગે પ્રોજેક્ટ મેનેજરના અપહરણ અને તેમની પાસેથી ખંડણી માંગવાના કેસમાં દોષિત જાહેર કર્યા છે. ત્યારબાદ 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જૌનપુરના સાંસદ-ધારાસભ્ય કોર્ટે ધનંજય સિંહ પર 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગત મંગળવારે કોર્ટે પૂર્વ સાંસદો ધનંજય સિંહ અને સંતોષ વિક્રમને દોષિત જાહેર કર્યા હતા. આજે સુનાવણી દરમિયાન ધનંજય સિંહના સમર્થકો મોટી સંખ્યામાં કોર્ટની બહાર એકઠા થયા હતા.

સુનાવણી પૂરી થયાની લગભગ ચાલીસ મિનિટ બાદ ધનંજય સિંહને સાંસદ-ધારાસભ્ય કોર્ટે સજા સંભળાવી હતી. આ સુનાવણી દરમિયાન સરકારી વકીલે આજીવન કેદની માંગણી કરી હતી. એક અહેવાલ અનુસાર 10 મે 2020 ના રોજ અભિનવ સિંઘલે પૂર્વ સાંસદ ધનંજય સિંહ અને તેમના સહયોગી વિક્રમ સિંહ વિરુદ્ધ અપહરણ, ખંડણી અને અન્ય કલમો હેઠળ FIR નોંધાવામાં આવી હતી.

ત્યારે ફરિયાદમાં જણાવાયું હતું કે, સંતોષ વિક્રમે બે સહયોગીઓ સાથે મળીને ફરિયાદીનું અપહરણ કર્યું હતું. ત્યારે ધનંજયસિંહ પિસ્તોલ લઈને આવ્યો હતો અને ફરિયાદીને હલકી ગુણવત્તાની સામગ્રી બાબતે અપશબ્દો બોલી ધમકી આપી હતી. તે ઉપરાંત ખંડણી માટે દબાણ કરવામાં આવ્યું હતું. જોકે જેલમાં જતા સમયે ધનંજય સિંહે મીડિયા સાથે થોડા સમય માટે વાતચીત કરતા કહ્યું હતું કે, 'હવે જુઓ, અમે ન્યાયતંત્ર પર સવાલો નહીં ઉઠાવી શકીએ પરંતુ જે નિર્ણય આવશે તે અમે સ્વીકારીશું.'

જે કલમો હેઠળ જૌનપુરના પૂર્વ સાંસદ ધનંજય સિંહને દોષિત ઠેરવવામાં આવ્યા છે, તેમાં ઓછામાં ઓછી બે વર્ષની જેલની સજા થવાની સંભાવના છે. કોર્ટ દ્વારા દોષિત જાહેર થયા બાદ 2024ની લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરનાર ધનંજય સિંહને જોરદાર ફટકો પડ્યો છે.

આ પણ વાંચો: Lok Sabha Election 2024 : રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ બેઠક પરથી લડશે ચૂંટણી

Tags :
Black mailingDhananjay SinghFIRGujaratFirstjaunpur courtKidnappedlok-sabhaLok-Sabha-electionNationalpoliceShootoutUttar Pradesh
Next Article