Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તેલંગાણામાંથી BRS સરકારની વિદાય ! આ વખતે પવન ભાજપ તરફ : PM MODI

તેલંગણામાં 30 નવેમ્બરે મતદાન થવાનું છે. જેને લઇને ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યો છે. તેલંગાણા વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપના વરિષ્ઠ નેતાઓની મુલાકાત લઇ રહ્યા છે તેવામાં PM મોદી તેલંગણા પહોંચ્યા છે. કામારેડ્ડી ખાતે તેઓ જનસભા સંબોધિત કરી રહ્યા...
તેલંગાણામાંથી brs સરકારની વિદાય    આ વખતે પવન ભાજપ તરફ   pm modi

તેલંગણામાં 30 નવેમ્બરે મતદાન થવાનું છે. જેને લઇને ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યો છે. તેલંગાણા વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપના વરિષ્ઠ નેતાઓની મુલાકાત લઇ રહ્યા છે તેવામાં PM મોદી તેલંગણા પહોંચ્યા છે. કામારેડ્ડી ખાતે તેઓ જનસભા સંબોધિત કરી રહ્યા છે.

Advertisement

બીજેપી જે કહે છે તે કરી બતાવે છે: PM MODI

Advertisement

તેલંગાણામાં PM  મોદીએ જણાવ્યું કે લોકોએ અમારો ટ્રેક રેકોર્ડ જોયો છે કે બીજેપી જે પણ કહે છે, તે પૂરુ કરે છે. અમે વચન આપ્યું હતું કે અમે ટ્રિપલ તલાક ખતમ કરીશું અને અમે તે કર્યું. અમે કહ્યું કે કલમ 370 નાબૂદ કરવામાં આવશે, મહિલાઓ માટે અનામત, સૈનિકો માટે વન રેન્ક વન પેન્શન અને અમે તેને પૂરું કર્યું. અમે રામ મંદિર બનાવવાનું વચન આપ્યું હતું અને તે પૂર્ણ પણ થઈ રહ્યું છે.

Advertisement

આ વખતે પવન ભાજપ તરફ :PM MODI

PM મોદીએ વધુમાં જણાવ્યું કે હું તેલંગાણામાં પરિવર્તનની લહેર જોઉં છું. તેલંગાણાના લોકો BRS સરકારના 9 વર્ષના શાસનથી કંટાળી ગયા છે અને તેમાંથી આઝાદી ઈચ્છે છે...આ વખતે પવન ભાજપની તરફેણમાં છે.

આ  પણ  વાંચો -RAJASTHAN ASSEMBLY ELECTION : રાજસ્થાનના ફતેહપુર શેખાવતીમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો, ભીડ કાબૂ બહાર…

Tags :
Advertisement

.