Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi: એક છોકરીના પ્રેમમાં પડ્યા બે છોકરા! પછી થઈ આવી દુઃખદ વારદાત

Delhi: દિલ્હીમાં છાસવારે હત્યાની ઘટનાઓ બની રહેતી હોય છે. નોર્થવેસ્ટ દિલ્હીમાં આવેલા મહિંન્દ્રા પાર્ટમાં ભાડાના મકાનમાં રવિવારે 33 વર્ષના યુવકની લાશ મળી આવી હતી. મળતી વિગતો પ્રમાણે તેની ચાકૂ મારીને યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જાહિદ નામના એક મિકેનિકની...
10:34 AM Apr 29, 2024 IST | VIMAL PRAJAPATI
Delhi

Delhi: દિલ્હીમાં છાસવારે હત્યાની ઘટનાઓ બની રહેતી હોય છે. નોર્થવેસ્ટ દિલ્હીમાં આવેલા મહિંન્દ્રા પાર્ટમાં ભાડાના મકાનમાં રવિવારે 33 વર્ષના યુવકની લાશ મળી આવી હતી. મળતી વિગતો પ્રમાણે તેની ચાકૂ મારીને યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જાહિદ નામના એક મિકેનિકની તેના જ પરિચીત રવિ નામના વ્યક્તિએ હત્યા કરી દીધી હતી. હત્યાના કારણની વાત કરવામાં આવે તો બંને એક જ છોકરીના પ્રેમમાં હતા, જેથી એકને હટાવવા માટે બીજાની હત્યા કરી દેવામાં આવી છે.

પોલીસે આ મામલે વધારે કાર્યવાહી હાથ ધરી

આ મામલે પોલીસે વધારા વિગતો આપતા જણાવ્યું કે, રવિવારે શનિવારે સાંજે 4ઃ30 વાગે પીસીઆર પર ફોન આવ્યો હતો. જેમાં મહિન્દ્રા પાર્કમાં એક વ્યક્તિની હત્યા થઈ હોવાની માહિતી મળી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના સમયે તે પણ સ્થળ પર હાજર હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, 'ઝાહિદે છોકરીને રવિ સાથે તેના ઘરે જોયો હતો. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. બંને વચ્ચે ઝઘડો શરૂ થયો. રવિએ જાહિદને છરી વડે માર માર્યો હતો.

અચાનક ઝઘડો હત્યામાં કેમ ફેરવાઈ ગયો?

આ ઝઘડામાં રવિને પણ થોડી ઈજા થઈ છે. રવિએ Delhi પોલીસને આ મામલે માહિતી આપી હતી. અધિકારીઓ વધુમાં જણાવ્યું કે, ‘રવિએ જાતે જ પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. મૃતક પેપર કટિંગ મશીનનો મિકેનિક હતો. રવિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.’ પોલીસે સારવારમાંથી છુટ્ટા થયા બાદ રવિ સાથે આ મામલે વધારે પૂછપરછ કરવા મળશે. આ મામલે તે યુવતી સાથે પણ પૂછપરછ કરવામાં આવે છે કે, આખરે આ ઝઘડાનું મૂળ કારણ શું હતું કે, ઝઘડો હત્યામાં ફેરવાઈ ગયો?

આ પણ વાંચો: Chhattisgarh: છત્તીસગઢમાં થયો ભીષણ અકસ્માત, બે વાહનો અથડાતા 9 ના મોત અને 23 ઘાયલ

આ પણ વાંચો: Weather Update: પંજાબ-હરિયાણામાં ભારે વરસાદ, બિહાર-ઝારખંડમાં ‘લૂ’ની સંભાવના; હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો: Unnao Road Accident: UP માં બસ અને ટ્રક વચ્ચે હ્રદય કંપાવી આવે તેવો અકસ્માત સર્જાયો

Tags :
DelhiDelhi Latest NewsDelhi NewsDelhi news todaynational newsNational News UpdateNew Delhi newsToday's National NewsTop National NewsVimal Prajapati
Next Article