Delhi Rain :દિલ્હીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ!
- દિલ્હીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
- લોકોને ગરમીમાં રાહત મળી
- વરસાદ અને વાવાઝોડાને લઈને યલો એલર્ટ જાહેર
Delhi Rain: દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાર ગરમીની અસર વર્તાઈ રહી હતી. તેવામાં શનિવારે સાંજે સેન્ટ્રલ અને પૂર્વ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ(Delhi Rain) ખાબકતાં લોકોને ગરમીમાં રાહત મળી હતી. વરસાદના કારણે તાપમાનનો પારો નીચો આવતાં ગરમીનું પ્રમાણ ઓછુ થયું હતું. હવામાન વિભાગે વરસાદ અને વાવાઝોડાને લઈને યલો એલર્ટ જાહેર કર્યું હતું. દિલ્હી એનસીઆરમાં ગત 10 અને 11 એપ્રિલે આંધી આવી હતી. કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો અને ત્યાર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 60 કિ.મી પ્રતિ કલાકની હતી. જેના કારણે અનેક ઠેકાણે ઝાડ પડી ગયા હતાં. અનેક વિસ્તારોમાં વરસાદને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું
દિલ્હીમાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે અનેક ઠેકાણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રોડ પરથી પસાર થનારા વાહનોની ગતિ ધીમી થઈ ગઈ હતી. દિલ્હીમાં વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંત્રી પ્રવેશ વર્મા સાથે રાજધાનીમા જ્યાં સૌથી વધુ પાણી ભરાય છે તે ક્ષેત્રોની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે,પાણી ભરાઈ જવાની સમસ્યાના ઉકેલ માટે મિંટો બ્રિજ પર ઓટોમેટિક પંપ લગાવાયા છે અને અઢી કિ.મી લાંબી પાઈપલાઈન તૈયાર કરવામાં આવી છે. જેથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે.
આ પણ વાંચો -Bhagalpur : બે ગામના 27 લોકોની હત્યા,ખૂની ખેલનું કારણ જાણી નવાઈ લાગેશે
દિલ્હીમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું
શુક્રવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનના સામાન્ય તાપમાન કરતાં 4.2 ડિગ્રી વધુ છે. IMD એ સાંજે દિલ્હીમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી હતી. દિલ્હી, ગુરુગ્રામ અને નોઈડા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાત્રે 8 વાગ્યાની આસપાસ, જોરદાર વાવાઝોડા પછી, ભારે વરસાદ શરૂ થયો, જેનાથી લોકોને ગરમીથી થોડી રાહત મળી.
આ પણ વાંચો -Mehul Choksi : ભાગેડુ મેહુલ ચોક્સીની કરોડની સંપત્તિની થશે હરાજી,મુંબઈ કોર્ટે આપી મંજૂરી
આવતીકાલે દિલ્હીમાં હવામાન કેવું રહેશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે દિલ્હીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 38 ડિગ્રી સેલ્સિયસ અને 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. શનિવારે આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને સાંજ સુધીમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.હવામાન વિભાગે જણાવ્યું હતું કે શનિવારે દિલ્હીમાં ખૂબ જ હળવો વરસાદ, ઝરમર વરસાદ અને ગાજવીજ, વીજળી અને ધૂળની આંધીની શક્યતા છે. સાંજે, પવન 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે અને તે 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધી શકે છે.