Delhi Fire : શાસ્ત્રી નગરમાં ચાર માળની બિલ્ડીંગમાં ભીષણ આગ, બે બાળકો સહિત ચાર લોકોના મોત
Delhi Fire : રાજધાની દિલ્હીના (Delhi Fire) શાસ્ત્રી નગરમાં ગીતા કોલોની (Geeta Colony ) વિસ્તાર (Street Number 13) માં એક ઘરની અંદર ગુરુવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. તમને જણાવી દઈએ કે જ્યાં આગની ઘટના બની તે એક રહેણાંક મકાન છે, જેમાં 4 માળ છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ છે. આગ પાર્કિંગ લોટમાંથી શરૂ થઈ હતી અને આખી ઈમારત ધુમાડામાં લપેટાઈ ગઈ હતી અને અત્યાર સુધીમાં કુલ ચાર લોકોના મોત નીપજ્યા છે.
આ ઘટનામાં ઘાયલ કુલ 3 પુરૂષો, 4 મહિલાઓ અને 2 બાળકોને સારવાર માટે હેડગેવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જીવ ગુમાવનારાઓના નામમાં મનોજ (30), સુમન (28), રાકેશ અને છોકરાનો સમાવેશ થાય છે.
ફાયબ્રિગેડ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે
પોલીસે કહ્યું કે અમને સવારે 05:20 વાગ્યે શાહદરાના શાસ્ત્રી નગર વિસ્તારમાં ભીષણ આગ લાગવાની માહિતી મળી હતી. આ મામલે ફાયરબ્રિગેડને જાણકારી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ચાર ફાયરબ્રિગેડના વાહનો, એમ્બ્યુલન્સ તથા પીસીઆર વાન ઘટનાસ્થળે મોકલી દેવાઈ હતી.
આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો . આ દરમિયાન દરેક માળે પણ સર્ચ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - Fighter Plane Crash : જેસલમેરમાં સેનાનું ફાઇટર વિમાન ક્રેશ
આ પણ વાંચો - UP : ગાઝીપુરમાં મોટી દુર્ઘટના, બસ પર હાઇ ટેન્શન ઇલેક્ટ્રીક વાયર પડતા 4 લોકોના મોત
આ પણ વાંચો - Ghazipur: બસ પર હાઇ ટેન્શન ઇલેક્ટ્રીક વાયર પડ્યો; 4 લોકોના મોત, આંકડો વધવાની આશંકા