Delhi વિધાનસભાની ચૂંટણીની તારીખો થશે જાહેર, કેન્દ્રીય ચૂંટણી પંચ યોજશે પ્રેસ કોન્ફરન્સ
- આજે જાહેર થશે Delhi વિધાનસભાની ચૂંટણી
- બપોરે 2 વાગ્યે કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
- ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં થઈ શકે છે મતદાન
- રાજકીય પક્ષોએ ચૂંટણીની કરી લીધી છે તૈયારીઓ
દિલ્હી (Delhi) વિધાનસભા ચૂંટણીની તારીખ મંગળવારે (7 જાન્યુઆરી) જાહેર થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે દિલ્હી (Delhi)માં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહની આસપાસ મતદાન થઈ શકે છે, જ્યારે પરિણામ 17 મી ફેબ્રુઆરીએ આવી શકે છે. વાસ્તવમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે તેમની નિવૃત્તિ પહેલા દિલ્હી (Delhi)ની ચૂંટણી યોજવી જોઈએ.
આવા રહતા છેલ્લી ચૂંટણીના પરિણામો...
છેલ્લી વિધાનસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો 2020 ની દિલ્હી (Delhi) વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને બમ્પર જીત મળી હતી. AAP એ અહીં 70 માંથી 62 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને માત્ર આઠ બેઠકો મળી હતી. જ્યારે ગત ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ ગયો હતો. કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીત નોંધાવી શક્યો નથી.
આ પણ વાંચો : Maharashtra : 'માલિક નહીં, મતદાતા છો' - બારામતીમાં અજિત પવાર થયા ગુસ્સે...
આખરી મતદાર યાદી બહાર પાડવામાં આવી...
અગાઉ સોમવારે (6 જાન્યુઆરી), ભારતના ચૂંટણી પંચે દિલ્હી (Delhi) વિધાનસભા ચૂંટણી માટે અંતિમ મતદાર યાદી બહાર પાડી હતી અને જણાવ્યું હતું કે કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો નોંધાયેલા છે. તેમાંથી 84 લાખ 49 હજાર 645 પુરૂષ મતદારો છે જ્યારે 71 લાખ 73 હજાર 952 મહિલા મતદારો છે.
આ પણ વાંચો : MP : લાશ રસ્તા પર પડી રહી, બે રાજ્યોની પોલીસની જવાબદારી ટાળવાની નાટકબાજી
AAP એ મતદાર યાદીમાંથી નામ હટાવવાનો આરોપ લગાવ્યો...
તમને જણાવી દઈએ કે, 4 જાન્યુઆરીએ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા જામનગર હાઉસ ખાતે નવી દિલ્હી (Delhi)ના જિલ્લા મેજિસ્ટ્રેટને મળ્યા હતા અને તેમને કથિત મતદારોના નામ હટાવવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નવી દિલ્હી જિલ્લા ચૂંટણી અધિકારીએ તેમના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. નવી દિલ્હી જિલ્લા ચૂંટણી અધિકારીના X એકાઉન્ટમાંથી એક પોસ્ટ શેર કરીને, આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "રાજ્યસભાના સાંસદ સંજય સિંહનો આરોપ કે જિલ્લા ચૂંટણી અધિકારી (DEO), નવી દિલ્હીએ વાંધો ઉઠાવનારાઓની વિગતો આપી નથી અને દાવો કર્યો છે કે DEO જાણી જોઈને મતદાર યાદીમાંથી મતદારોના નામ હટાવી રહ્યા છે. આ તથ્ય નથી. સાચું નથી અને પાયાવિહોણું છે.
આ પણ વાંચો : Earthquake : Delhi-Bihar ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠ્યા, રિક્ટર સ્કેલ પર 7.1 ની તીવ્રતા નોંધાઈ