Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Medha Patkar સામે માનહાનિ કેસમાં દિલ્હી કોર્ટે મોટો ચુકાદો

Medha Patkar : દિલ્હીના ઉપરાજ્યપાલ અને ખાદી ગ્રામોદ્યોગ કમિશનના પૂર્વ ચેરમેન વી. કે સક્સેનાએ દાખલ કરેલા બદનક્ષી કેસમાં દિલ્હીની કોર્ટે નર્મદા બચાઓ આંદોલનથી જાણીતાં બનેલા એક્ટિવિસ્ટ મેધા પાટકરને દોષી ઠેરવ્યાં છે. શુક્રવારે આ ચુકાદો આપવામાં આવ્યો છે આ કેસ 20 કરતાં...
07:57 PM May 24, 2024 IST | Hiren Dave

Medha Patkar : દિલ્હીના ઉપરાજ્યપાલ અને ખાદી ગ્રામોદ્યોગ કમિશનના પૂર્વ ચેરમેન વી. કે સક્સેનાએ દાખલ કરેલા બદનક્ષી કેસમાં દિલ્હીની કોર્ટે નર્મદા બચાઓ આંદોલનથી જાણીતાં બનેલા એક્ટિવિસ્ટ મેધા પાટકરને દોષી ઠેરવ્યાં છે. શુક્રવારે આ ચુકાદો આપવામાં આવ્યો છે આ કેસ 20 કરતાં પણ વધુ વર્ષથી ચાલી રહ્યો હતો. વર્ષ 2001માં મેધા પાટકરે એક પ્રેસ નોટ ઇસ્યુ કરીને વી. કે સક્સેના વિશે ટિપ્પણી કરી હતી અને તેમને ‘ડરપોક’ ગણાવીને કહ્યું હતું કે તેઓ દેશભક્ત નથી. આ મામલે પછીથી વી. કે સક્સેનાએ કેસ દાખલ કર્યો હતો. તેઓ ત્યારે અમદાવાદના એક NGO નેશનલ કાઉન્સિલ ફૉર સિવિલ લિબર્ટીઝના અધ્યક્ષ હતા.

કોર્ટે શું કહ્યું?

કોર્ટે મેઘા પાટકરને દોષી ઠેરવતાં કહ્યું કે, તેમનું વર્તન ઈરાદાપૂર્વકનું અને દુર્ભાવનાપૂર્ણ હતું. જેનો આશય ફરિયાદી સક્સેનાના નામને કલંકિત કરવાનો અને તેમની શાખને નુકસાન પહોંચાડવાનો હતો. આગળ કહેવામાં આવ્યું કે, આરોપીનાં નિવેદનો, જેમાં ફરિયાદીને ડરપોક અને દેશભક્ત ન હોય તેવા ગણાવવામાં આવ્યા હતા અને તેઓ હવાલા ટ્રાન્ઝેક્શનમાં સામેલ હોય તેવા આરોપો લગાવવામાં આવ્યા હતા, ન માત્ર અપમાનજનક હતાં, પરંતુ નકારાત્મક પ્રભાવ સર્જવા માટે ઉચ્ચારવામાં આવ્યાં હતાં.

 

આ સિવાય પણ ચાલી રહ્યા છે કેસ

ઉલ્લેખનીય છે કે મેધા પાટકર અને વી. કે સક્સેના છેલ્લાં ઘણાં વર્ષોથી એકબીજા સામે લીગલ લડાઈ લડી રહ્યાં છે. 2000માં મેધા પાટકરે સક્સેના વિરુદ્ધ તેમની અને નર્મદા બચાઓ આંદોલન વિરુદ્ધ જાહેરાતો છપાવવાના આરોપસર કેસ કર્યો હતો. તે સમયે સક્સેના અમદાવાદના એક NGO નેશનલ કાઉન્સિલ ફૉર સિવિલ લિબર્ટીઝના અધ્યક્ષ હતા. બીજી તરફ, તેમણે પણ મેધા પાટકર વિરુદ્ધ ટીવી ચેનલ પર તેમના વિરુદ્ધ નિવેદનો આપવા મામલે અને પોતાની વિરુદ્ધ અપમાનજનક પ્રેસ સ્ટેટમેન્ટ આપવા માટે કેસ દાખલ કર્યા હતા. એક કેસ વર્ષ 2006માં પણ કરવામાં આવ્યો હતો, જ્યારે મેધા પાટકરે એક ટેલિવિઝન કાર્યક્રમમાં વી. કે સક્સેના પર આરોપ લગાવ્યા હતા.

 

આ  પણ  વાંચો  - PM Modi : મતદાન પહેલા કાશીવાસી ઓને PM Modi નો ખાસ પત્ર, જાણો શું કરી માંગ

આ  પણ  વાંચો- વર્ષો જુના મિત્રો હોય તેવી રીતે બાળક મગર સાથે પાણીમાં રમી રહ્યો

આ  પણ  વાંચો- YASER JILANI : ‘હિંદુ-મુસ્લિમનું વિભાજન બંધ કરો’

Tags :
court-convictsDefamation CaseDelhiIndiaMedha PatkarNationalvk saxena
Next Article