Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DELHI : સ્કૂલ બાદ હવે હોસ્પિટલ અને એરપોર્ટને મળી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી..

DELHI : દિલ્હી ખાતેથી હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીના બે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈ-મેલમાં આપવામાં આવેલી ધમકી બુરારી હોસ્પિટલ અને સંજય ગાંધી હોસ્પિટલને આપવામાં આવી છે. નોંધનીય છે કે, પહેલા દિલ્હીની શાળાઓમાં બોમ્બની...
delhi   સ્કૂલ બાદ હવે હોસ્પિટલ અને એરપોર્ટને મળી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી

DELHI : દિલ્હી ખાતેથી હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીના બે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈ-મેલમાં આપવામાં આવેલી ધમકી બુરારી હોસ્પિટલ અને સંજય ગાંધી હોસ્પિટલને આપવામાં આવી છે. નોંધનીય છે કે, પહેલા દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. ત્યાર બાદ ધમકીનો આ બીજો કિસ્સો હાલ સામે આવી રહ્યો છે. આ અઠવાડિયે ગુજરાતના અમદાવાદની શાળાઓને બોમ્બની ધમકી મળી હતી, જે અફવા સાબિત થઈ હતી.

Advertisement

હોસ્પિટલમાંથી હજુ સુધી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી

પ્રાપ્ત અહેવાલો અનુસાર, ઈમેલ મળ્યા બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને આ બાબત અંગે જાણ કરવામાં આવી હતી.  ઘટનાની જાણ થતા જ બોમ્બ સ્કવોડ અને ફાયર વિભાગની સાથે પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. જે હોસ્પિટલોને બોમ્બની ધમકીનો ઈમેલ મોકલવામાં આવ્યો છે તેમાં બુરારીની સરકારી હોસ્પિટલ અને મંગોલપુરીની સંજય ગાંધી હોસ્પિટલનો સમાવેશ થાય છે. સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી હોસ્પિટલમાં તપાસમાં હજુ સુધી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી.

Advertisement

મળતી માહિતી અનુસાર, આજરોજ રવિવારના દિવસે રજા હોવાના કારણે હોસ્પિટલના એડમિન બ્લોકમાં મોડેથી મેઈલની માહિતી મળી હતી.પરંતુ આ મેઈલની જાણ થતાં જ ડાયરેક્ટર, અન્ય અધિકારીઓ અને ડોક્ટરો પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જીટીબી હોસ્પિટલમાં નાસભાગ ન થાય અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે દર્દીઓ અને એટેન્ડન્ટને આ અંગે જાણ કરવામાં આવી નથી.

દિલ્હીના એરપોર્ટને પણ મળી ધમકી

દિલ્હીની ( DELHI ) હોસ્પિટલ બાદ હવે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ધમકીભર્યો ઈમેલ આવ્યો છે. દિલ્હીમાં લગાતાર એક બાદ એક આવા ધમકીભર્યા મેલ મળતા પોલીસ તંત્ર ઍક્ટિવ થયું છે અને પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા દિલ્હીના એરપોર્ટ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. એક જ મેઈલ આઈડી પરથી હોસ્પિટલ અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ ઈમેલ બપોરે 3 વાગ્યાની આસપાસ મોકલવામાં આવ્યો હતો. જો કે પોલીસ તપાસમાં હજુ સુધી એરપોર્ટ પરથી કંઈ મળ્યું નથી.

Advertisement

આ પણ વાંચો : Students Trapped in Manali: મનાલીની ખીણમાં 45 વિદ્યાર્થીઓ અટવાયા, બાળકોને મૂકીને મેનેજમેન્ટ ફરાર!

Tags :
Advertisement

.