Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi: પેઇન્ટ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 11 લોકોના થયા મોત

Delhi: દિલ્હીના એક માર્કેટમાં આગ લાગવાની એક ભીષણ ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે આ ભીષણ આગમાં 11 લોકોના મોત થયા છે. આ ઘટના ઉત્તર દિલ્હીના અલીપુર વિસ્તારમાં આવેલ દયાળ માર્કેટની એક પેઇન્ટ ફેક્ટરી લાગી છે. માર્કેટમાં ગુરૂવારે સાંજે આગ...
08:01 AM Feb 16, 2024 IST | VIMAL PRAJAPATI
Delhi

Delhi: દિલ્હીના એક માર્કેટમાં આગ લાગવાની એક ભીષણ ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે આ ભીષણ આગમાં 11 લોકોના મોત થયા છે. આ ઘટના ઉત્તર દિલ્હીના અલીપુર વિસ્તારમાં આવેલ દયાળ માર્કેટની એક પેઇન્ટ ફેક્ટરી લાગી છે. માર્કેટમાં ગુરૂવારે સાંજે આગ લાગી હતી. મળતા અહેવાલો પ્રમાણે આગ લાગી ત્યારે ફેક્ટરીમાંથી કોઈ મજૂર બહાર નીકળી શક્યા નહોતા. તેમાં એવી પણ આશંકા છે કે, અંદર વધુ લોકોના મોત થયા હોય. આ સાથે આગની ઘટના મરેલા લોકોની પણ હજી ઓળખ થઈ શકી નથીં.

માર્કેટમાં લાગેલી આગમાં સાત લોકોના મોત

આઉટર દિલ્હી ડીસીપી રવિ કુમારે આ ઘટના માટે વિગત આપતા જણાવ્યું કે, આગને કાબુમાં લેવાનું અને બચાવ કાર્ય મોડી રાત સુધી ચાલું રહ્યું હતું. તે એક માળનું મકાન હતું જ્યાં પેઇન્ટનું ઉત્પાદન થતું હતું. ફાયર બ્રિગેડના અધિકારીઓએ માહિતી આપતા કહ્યું કે, ‘અલીપુરના દયાલ માર્કેટમાં લાગેલી આગમાં સાત લોકોના મોત થયા છે. ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.’ ફાયર અધિકારીઓએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવવા માટે 22 ફાયર ટેન્ડરોને બોલાવવામાં આવ્યા હતા.

ફાયરની 22 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

ઘટનાની થોડી જ વારમાં ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની 22 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. અગ્નિશમન અધિકારીએ જણાવ્યું કે, અલીપુરના દયાલપુર માર્કેટમાં સ્થિત ફેક્ટરીના પરિસરમાંથી સાત લોકોના બળેલા મૃતદેહ મળી આવ્યા છે. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે સાંજે 5.25 વાગ્યે કોલ આવ્યો હતો અને ફાયર ટેન્ડરોને સેવામાં દબાવવામાં આવ્યા હતા.

અધિકારીઓ જણાવ્યું કે, રાત્રે 9 વાગ્યાની આસપાસ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ પછી રાહત અને બચાવ કાર્ય ચાલુ હતું. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટ પહેલા ફેક્ટરીમાં આગ લાગી હતી. ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Godhra: પ્લાસ્ટિક ફેક્ટરીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, લાખોનો સામાન બળીને…

Tags :
Delhi NewsGujarati Newsnational newsNew Delhi news
Next Article