Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dr. Shafiqur Rahman: ડૉ. શફીકર રહેમાનનું નિધન, ઘણા સમયથી ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા

Dr. Shafiqur Rahman Death: સપાના સાંસદ ડૉ.શફીકર રહેમાન બર્કનું નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી મુરાદાબાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતાં. સાંસદના પૌત્ર ઝિયાઉર રહેમાન બર્કે જણાવ્યું કે તેમના 93 વર્ષીય દાદાની તબિયત અચાનક બગડી ગઈ હતી. આ પછી તેને...
dr  shafiqur rahman  ડૉ  શફીકર રહેમાનનું નિધન  ઘણા સમયથી ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા

Dr. Shafiqur Rahman Death: સપાના સાંસદ ડૉ.શફીકર રહેમાન બર્કનું નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી મુરાદાબાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતાં. સાંસદના પૌત્ર ઝિયાઉર રહેમાન બર્કે જણાવ્યું કે તેમના 93 વર્ષીય દાદાની તબિયત અચાનક બગડી ગઈ હતી. આ પછી તેને મુરાદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી તેમની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો.

Advertisement

ડૉ.શફીકર રહેમાને હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતાં

મળતી વિગતો પ્રમાણે મંગળવારે તેમની આઈસીયૂમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. અહીં જ તેમણે છેલ્લા શ્વાસ લીધા હતાં. તેઓ 4 વાર ધારાસભ્ય અને ચાર વખત સાંસદ બની ચૂકેલા ડૉ.શફીકર રહેમાન બર્ક 2019માં પાંચમી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. વય અને અનુભવની દ્રષ્ટિએ તેઓ વિભાગના સૌથી વરિષ્ઠ રાજકારણી હતા. તેમના રાજકીય વલણને કારણે તેમની એક અલગ ઓળખ છે.

વિવાદસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હતાં

ઉલ્લેખનીય છે કે, તે બાબરી મસ્જિદ એક્શન કમિટીના સંયોજક પણ રહ્યા હતાં. તેમણે વંદેમાતરમ પર આપેલી વિવાદસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હતાં. તેણે 60 વર્ષ રાજકારણમાં કાઢ્યા છે. તેમણે 1967માં સંભલ વિધાનસભા મતવિસ્તારમાંથી પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ તેમાં સફળતા મળી ન હતી. 1974માં રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં તેમને પ્રથમ સફળતા મળી હતી. BKDમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય. આ પછી તેઓ 1977માં જનતા પાર્ટી, 1985માં લોકદળ અને 1989માં જનતા દળમાંથી ધારાસભ્ય બન્યા.

Advertisement

ડૉ.શફીકર રહેમાન 1996માં સંસદમાં આવ્યા હતાં

મળતી વિગતો પ્રમાણે મુલાયમ સિંહ યાદવની સરકારમાં તોએ હોમગાર્ડ વિભાગના મંત્રી પણ રહીં ચૂક્યા છે. તે 1996માં સંસદમાં આવ્યા હતાં. તેઓ જનતા દળની ટિકિટ પર 1996ની ચૂંટણીમાં મુરાદાબાદ લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી વર્ષ 1998 અને 2004માં મુરાદાબાદ સંસદીય બેઠક પરથી સપા સાંસદ ચૂંટાયા હતા.

Advertisement

આ પણ વાંચો: Rajya Sabha: રાજ્યસભાની ચૂંટણીને લઈ મતદાન શરૂ થઈ ગયું, 5 વાગે થશે મતગણતરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.